રાજાનું રાજ ...


  
આ રીતે છોકરાંને  રમવા જ દેવાય.ભારત સરકારે write  to education ને આધારે  વાત કરી કે આ જમાનાના બાળકોને ભણાવવાની સાથે બધીરીતે કેળવવાના છે.આ કેળવણી કોણ આપશે?આ માટે શિક્ષકોની  સાથે વાલીઓએ  પણ જાગૃત થવાનું છે.છોકરાંને ગમે તેવું,તે સમયે અને તે રીતે શિક્ષન આપવાની વાત આમજ નથી કરી.આ માટે આપણે અહી બીજા ચિત્રોને આધારે વાત કરીશું.આ વાત કરતા પહેલા  એટલું જરૂર કે આપણે કઈ રીતે,કેવું શીખ્યા તે કરતો કઈ રીતે આપનું બાળક શીખે તે જરૂરી છે.આ માટે એક નમુનો આપું છું.અહી બાજુમાં એક છોકરાનું ચિત્ર આપેલ છે.શું આપણે આ ચિત્રને આધારે સવાલ ના કરી શકીએ?
  • આ છોકરાના હાથમાં શું છે?
  • છોકરાને આ જોવાનું મન કેમ થયું હશે?
  • આ છોકરો કયા ધોરણમાં ભણતો હશે?
  • ગાસ પર શું દેખાય છે?
  • આ ચિત્રમાં કઈ કઈ વસ્તુઓં સજીવ છે?
  • આ ચિત્રમાં કઈ કઈ વસ્તુઓંમાં જીવ નથી?
  • આ ચિત્રમાં છોકરાની કેટલી આંગળી દેખાય છે?
  • આ ઘાસનો રંગ કેવો હશે?
  • આ ચિત્રમાં એવું શુછે જે તમે જોયું નથી?
  • જોયુંઆ ચિત્રમાં એવું શું શું છે જે તમેં  જોયું છે?આ અને આવા અનેક સવાલોની મદદથી આપણે સરળ રીતે આ છોકારોન ને ભણાવી શકીએ.પ્રથમ સંસ્થાએ  ગરીબ છોકારોને વાંચતા,લખતા અને ગણાતા કરી દીધા.તેમના ડેવલોપમેન્ટ અને પ્રક્રિયા જોવામાં તે હું પણ જોડાયો હતો.આમ  જોવા જઈએ તો ભણતર એટલે સતત ચાલતી પ્રક્રિયા. આ પ્રક્રિયાને રસપ્રદ બનાવવી  સરળ વાત નથી.હા પણ છોકારોને અપશબ્દો  બોલતા શીખવવાનો કોઈ પાઠ નથી.બેઈમાની કોઈ શીખવતું  નથી પણ
 ભણેલા લોકો અભણની સરખામણીમાં વધારે ભ્રષ્ટાચાર કરે છે.શું પુસ્તક  માણસને માહિતી બતાવે છે કે તેનું ઘડતર કરે છે? પહેલા કહેવાતું કે છોકરું ભણવા જાય છે.હવે કહેવાય છે કે માવતર છોકરાને ભણાવે છે.
  


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી