પંકજભાઈ કે ડૉ.રાહ....કોની સફળતા....???
એક મેઈલ હતો.મારા એક પરિચિત ભાઈ એ આ મોકલ્યો હતો.તેમનું નામ પંકજભાઈ.તે બંને માણસ શિક્ષક્ના વ્યવસાયમાં.તેમનો એક છોકરો.અરે એક નહિ,એક નો એક છોકરો.મા અને બાપ બન્ને નોકરી કરે એટલે તેમને છોકરાના ભણતર માટે બધુજ કરવા તૈયાર.
પંકજભાઈ નાના હતા ત્યારે ભણવામાં ખૂબ હોશિયાર.તે ડોકટર બને તેમ હતા.તેમના પિતાજી ખેડૂત હોઈ તે વધારે ભણી શકે તેમ ન હતા.આજે તે શિક્ષક છે.તે તેમના એકના એક દીકરાને ડોકટર બનાવવા માગે.
તેમના ધર્મપત્નીને પણ આ વાતની ચિંતામા રહે.છોકરાની તો જાણે દશા થઇ ગઈ.ઘર અને બહાર બધું જ બદલાયું.નાની ઉંમર થી ડોકટર બનવાની અને તેરીતે વર્તન કરવાની જાણે ફરજ પડી.તેને માટે મને પૂછવામાં આવ્યું હતું કે આ છોકરાને કયા માધ્યમમાં ભણવું?અંગ્રેજીમાં કે ગુજરાતીમાં?મેં કહ્યું તમે જે માધ્યમમાં ભણ્યા તે માધ્યમમાં તમારા દીકરાને ભણાવો.હા,તમે ટકાવારીને લીધે નહિ આર્થિક સવાલોને કારણે ડોકટર નથી બન્યા.તમારા દીકરાને હવે તેવી તકલીફ નહિ પડે.તમે લોન લઈને પણ ભણાવી શકશો.મારી વાત માની.બે દિવસ પછી આ મિત્રએ મને સમાચાર આપ્યા.પંકજભાઈનો છોકરો તેમનીજ સરકારી શાળામાં ભણે તેવી સગવડ થઇ. મેં કહ્યું અમિતાબેન તેમના દીકરાને ભણાવવા તૈયાર થયા?પંકજભાઈ કહે:અમે ત્રીસ છોકરાંને ભણાવીએ તો અમારા બાળકને કેમ નહિ?

આજે આ વાતને અગિયાર વર્ષ થયા.પંકજભાઈએ રાતે મને મેઈલ કર્યો.તેમના દીકરાને અમદાવાદ એમ.બી.બી.એસ.માં પ્રવેશ મળી ગયો.આ નવા ડોકટરનું નામ રાહ.તેને ડોનેશન વગર સરકારી કોટામાં પ્રવેશ મળ્યો..આજે પંકજભાઈ ખૂબ ખૂશ છે.
Comments