આવું પણ બને...
એક વખત શ્રી પ્રવીણ મહેતા જે ભારત સરકારના આરોગ્ય સલાહકાર અને world record ધરાવતા હતા.તે દુનિયાના પ્રસિદ્ધ ગાયનેક મનાતા.તેમેણે દુનિયામાં સૌથીવાધારે નસબંધીના ઓપરેશન કરેલા.મેં તેમના એન.જી.ઓ.સાથે કામ કર્યું છે.વલસાડ અને નવસારી ના દુરના વિસ્તારમાં અમે આશ્રમ શાળાના બાળકો જોડે કામ કરવા આ ડોકટર લઇ જતા.તેમની સાથે શ્રી મધુ કોટક(કોટક ગ્રુપ.)પણ આવા વિસ્તારમાં રહેતા અને કામ કરતા.ડોકટર પ્રવીણભાઈના ધર્મપત્ની કુમુદબહેન મહેતા દુનિયાના પ્રસિદ્ધ અને ખ્યાતી પ્રાપ્ત બાળકોની કિડનીના સ્પેશિયલ ડૉકટર હતા.પણ તે બંનેનું કોઈ સંતાન ના હતું.


આવું પણ બને:
જીવનમાં માતા પિતાની સેવાના કરનાર ની લાયકાત સરકારે પરત લેવી જોઈએ.એક ભાઈ.હાઇસ્કૂલમાં વ્યવસાય કરે છે.તે ગુરૂજી(શિક્ષક) છે. આ ભાઈ તેમના પિતાજીને આ જમાનામાં,માંગવારીમાં અલગ રાખે છે.ડોશીને આજથી ચાર વર્ષ પહેલા જ આ બાપ દીકરો અગ્નિ સંસ્કાર કરી આવ્યા હતા.બાપા ભાડાના મકાનમાં અને દીકરો બાપની કાળી મજુરી થી તૈયાર કરેલા મકાનમા રહે છે.કારણકે ચાર રૂમના મોટા મકાનમાં આ વડીલ દાદા છોકરાના ભણતરમાં નડતર કરે છે.બોલો આ દાદા કોને નડતા હશે?
આવું પણ બને:

છોકરો.તેનું નામ શિવમ.એક વખત મારે બરોડા જવાનું થયું.અમે જમવા બેઠા હતા.મને જમવામાં દૂધ આપ્યું.મેં સહજ પૂછ્યું.હે શિવમ,આ દૂધ કોણ આપે છે.શિવમ કહે:જમનાબેન.તેના મમ્મી કહે:હા,અમારા ઘરે દૂધ આપવા આવે છે તેમનું નામ જમનાબેન છે.મેં કહ્યું:આ જમાનાબેન દૂધ ક્યાંથી લાવતા હશે.હવે તેની મમ્મી જવાબ આપે તે પહેલાં મેં તેમેને રોક્યા.શિવમ થોડીવાર પછી કહે:મને ખબર નથી.મેં મારું જ્ઞાન દર્શાવવા કહ્યું:ગાય,ભેંસ દૂધ આપે.ગણા બકરીનું દૂધ પણ વાપરે છે.તારા પપ્પાને કહેજે તે તને ભેંસ બતાવશે.આટલું થયું એટલામાં મારું જ્ઞાન અને જમવાનું પૂરું થયું.
ચાર એક દિવસ પછી મેં સંદીપભાઈ(શિવમના પપ્પા)ણે ફોન કર્યો.શિવમ પણ જોડે હતો.સંદીપભાઈથી વાત પતાવી મેં શીવમને પૂછ્યું તારા પપ્પાએ તને ભેંસ બતાવી?શિવમે નાપાડી.સંજોગો હતાને મારી વાત પૂરી થઇ હશે એટલામાં સંદીપભાઈએ ભેંસ જોઈ હતી.તેમને દૂરથી ખાબોચિયામાં બેઠેલી ભેંસ શીવમને બતાવી.પણ આ વાત પહેલા કરું કે ભાવનગરના બાલરોગ નિષ્ણાંત ડોક્ટર આઈ.કે. વીજળીવાલા કહે છે,માતાનું દૂધ અમૃત છે.ભેસ,ગાય કે બકરીના દૂધથી બાળકોનો વિકાસ થવાની જરાપણ શક્યતા નથી.ડોકટર વીજળીવાળા ડોકટર હોવાની સાથે સારા બાળકેળવણી કાર છે.હવે શિવમની વાત શિવમ આજે છટ્ઠા ધોરણમાં ભણે છે.હા,શિવમ આજે પણ દૂધ નથી જ પીતો.
Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી