બાપુજી...અનોખા શાળા સંચાલક...
ધોરણ ૩ થી ૫ના લેખક તરીકેની જવાબદારીને લીધે મારે તારીખ:૧૮ અને ૧૯ જુલાઈ ૨૦૧૧ સુધી પર્યાવરણ શિક્ષણ (center for envayrment education) કેન્દ્રમાં રોકાવાનું થયું.અમદાવાદ સાબરમતી સ્થિત ગુરૂકૂલમાંથી અનેકવાર ફોન પર આમત્રણ મળેલ.આજે ત્યાં જવાનું ગોઠવી દીધું.મારી જોડાક્ષર વગરની વારતા ને કારણે મારા વિશેનો લેખ વાંચી આ ગુરૂકૂળ મારો સંપર્ક કર્યો હતો.આમ પણ આવી શાળાઓમાં જવાનું થાય છે.મને હતું કે હશે કોઈ શાળા.જી આવું.જોતો આવું.આ ગુરૂકૂળમાંથી એક વડીલ અમને લેવા આવ્યા હતા.આમે ત્યાં પહોચ્યા.ડીસાથી પ્રકાશિત થતા સમાચાર પત્રના તંત્રી શ્રી તરૂણ શેઠે પણ મને આ ગુરૂકૂળ ની વાત કરી હતી.
આ સંથાના વડીલ શ્રી બાપુજી સાથે વાત કરી.તેમના વિચારો જાણ્યા.શિક્ષણ તેમના નવતર અભિગમ જેવા વિચારથી હું પ્રભાવિત થયો.ડીગ્રી ધરી લોકો જે ખોટું કરી જીવન પસાર કરે ચી તેના બદલે ભણેલા નહિ પણ કેળવાયેલા લોકો ણ સમાજની રચના થાય તેવા વિચાર સાથે શરૂ કરેલ આ ગુરૂકૂળના અને હવેથી મારા માટે પણ બાપુજી એવા વડીલને મળવાનો આનંદ થયો.
છોકારોને શા માટે ભણાવવા?
ભ્રષ્ટાચાર કરવા?
ખોટું કરવા?
સમાજમાં ખોટા વિચારોને પ્રોત્સાહિત કરવા...
અરે ભણેલા માણસો તેમના માતાપિતાને રાખતા નથી અને અભણ દવાખાને તેના અંધ માબાપને લઇ ફરે છે.તો સમાજ્ને ટકાવી રાખવા માટે કોનો પ્રયત્ન કહેવાય???ભણેલાનો કે અભણનો???
સારો samaj બનાવવાની પ્રતિજ્ઞા સાથે વાત કરતા બાપુજીને મળવાની પણ મજા છે.અહી વધુ ના લખતા માત્ર હું ગુરૂકૂલનો સંપર્ક નંબર આપું છું.અને હા,આ ગુરુકૂળ મને એટલા માટે ગમ્યું કે અહી પાઠયપુસ્તક વગર જ સારા સમાજના ગળતર માટે એક આયોજીઈત અભિયાન આગળ ધપતું રહ્યું છે.મારા બધા વચાકોને આ ગુરૂકૂળના સંપર્ક કરી સાચી જીવન શૈલી અને સાચી ભણતરની પ્રક્રિયા જાણવાની એક વિનંતી.
ગુરૂકૂળ નો સંપર્ક નંબર...
કાર્યાલય (07927501944 .... 0793271471)
બાપુજી(07927509306 .... 07927508464)
Comments