ચાલભાઈ ભણવા ચાલને...
ચાલભાઈ ભણવા ચાલને દીકરા,ભણવાની વાત છે મોટી.
તું ભણવાની ચોપડીને અડતો નથી,પાછો વાતો કરતો મોટી.
બેનને મેં કીધું છે હાથમાં રાખશે એક લાંબી નેતરની સોટી.
ચાલભાઈ ભણવા ચાલને..
ચાલભાઈ ભણવા ચાલને..
ભણવામાં રાખ ધ્યાન,લેસનની યાદી તો તારી આવે છે મોટી.
આડું ના જોજે,પાછળ ના રે’જે નકર તારા બાપા તાણશે ચોટી.
ચાલભાઈ ભણવા ચાલને..
તારા પપ્પા કે’તા કે ભણાવીને ડોકટર બનવાની લોન મોટી.
ભૂલતો જરીના,શીખીલેજે ભણવાનું બધુ મારે ભલે ચાર સોટી.
ચાલભાઈ ભણવા ચાલને..
ભાવેશ પંડ્યા
ભાવેશ પંડ્યા
Comments