સૂરજ ફરે કે ધરતી ? (જોડાક્ષર વગરની વાર્તા)એક હતી છોકરી..તેનું નામ ગબુ.તે ભણવામાં ખૂબ જ હોશિયાર.તે સાહેબ કે બેનને રોજ અજબ ગજબના સવાલ કરે.સાહેબ કે બેન પણ તેના આ સવાલ નો જવાબ આપવામાં ભરાઈ પડે.
એક દિવસની વાત છે.ગબુ શાળામાંથી  આવીને તેની નાની બેનને કહે:"બોલ દીદી સૂરજ ફરે કે ધરતી."તેની નાની બેનને તો શું ખબર પડે?તેના કાકા હસતા હસતા કહે બેટા ફરે કશું નહિ,ફરે માણસનું મગજ.કાકાનો જવાબ સાંભળી ગબુ કહે:કાકા તમે મને જવાબ આપો.મને શાળામાં ખબર નથી પડી.ગબુના કાકા કહે:" જા તારે શીખવું હોય તો પહેલા અહીંથી દૂર જઈને ઉભો રહે."ગબુ તેના કાકાના કહેવાથી દૂર ગઈ.તેની નાની બહેન કાકાની પાસે ઉભી રહી.
થોડી વાર પછી તેના કાકા કહે:"ગબુ હવે તું અહી આવ."ગબૂતો કાકાના કહેવાથી સીધી સીધી ચાલતી આવી ગઈ.ગબુ છેક તેની દીદી પાસે આવીને ઉભી રહી.તેના કાકા કહે:જ હવે તારી સાયકલ લઇ આવ.ગબુતો સાયકલ લાવી.કાકા કહે:"હવે તું સાયકલ ચલાવે તો ઝાડ તારી  પાસે આવે છે કે તું ઝાડ તરફ જાય છે."  ગબુ કહે:"કાકા હું સાયકલ ચલાવું છું એટલે ઝાડ મારી તરફ આવે છે."
ગાબુ કહે તમે આમાં  મારો જવાબ તો ભૂલી જ ગયા.તેના કાકા કહે:"જો સૂરજ તો ફરતો નથી,હા ધરતી તેની ધરીપર ફરે છે.ધરતી સૂરજ આથમણી દિશામાંથી ઉગમણી દશા તરફ ફરે છે.સૂરજ તો ફરતો નથી "ગબુ કહે તો કેમ સૂરજ ફરતો દેખાય છે અને ધરતી ફરતી દેખાતી નથી?કાકા કહે:"જો જેમ તું સાયકલ લઈને જાય અને ઝાડ હલતું નથી તેમ છતાં તારી તરફ આગળ વધે છે તેવું લાઘે છે.બસ આજ રીતે ધરતી ફરેછે અને સૂરજ ફરતો દેખાય છે."
                             આ વાત સાંભળી ગબુ કહે:કાકા એમતો વાત સાચી.મને આજે આ વાત સમજી કે સૂરજ નથી ફરતો પણ ધરતી ફરે છે.
                      

  ( મારા મિત્ર બલદેવ દેસાઈ એ પૂછેલા સવાલને આધારે છોકારોને સમજાવવા માટે જોડાક્ષર વગરની  વાર્તા.)


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી