ચકલી બેને ફેટો બાંધ્યો...
ચકલીબેનાતો એક દિવસ ફરવા ગયા બજાર.
દૂકાનોતો એટલી બધી,દુકાનોની લારોલાર.
કપડા ની પણ એવી દૂકાનો,લાગે માણસ ઉભા,
દુકાન બહાર લાગે આ પૂતળાની રૂડી શોભા.
ચકલીબેન તો આવી ગયા,કાપડની દૂકાન પાસે.
ચકલીબેન ને આવતી જોઈને કૂતરાભાઈ ભસે.
શેઠ બેઠાંતા ગાદી ઉપર,આ ચકલી જોઈને હસે.
ચકલી કહેતી શેઠજી તમે કહીદો આ કૂતરાને,
હું આવુંતો ભસે નહી ને વાત મારી રોજ માને.
કહે શેઠ રે ચકાલીબ્વેન તમે તો ખૂબ ખીજાણા,
ભાગ કૂતરા કહેતા તો કૂતારાભાઈ તુરંત સંતાણા.
કહે શેઠ,બોલો ચકલીબેન હવે શું જોઈએ છે તમારે?
ચકલી કહે હવે શેઠજી પાગડી બંધાવવી માથે મારે.
શેઠે લાલ કાપડ મંગાવી,ચકલીને સરસ પાગડી બાંધી.
પાગડી પહેરી આ ચકલી લાગે ,જાણે ઉડતા હોય ગાંધી.
પાગડી પહેરી ચકલીએ તો,મોટી રાડ કૂતરાને એણે પાડી.
જભ્ભો મોટો તૈયાર કાર્યોને એણે ફેકી દીધી બધી સાડી.
Comments