બાળકોના વિચાર રાષ્ટ્રીય કક્ષાએ પસંદ...

સમગ્ર દેશમાં આજે આધુનિક વિચારો માટેની વાત સાંભળવા મળે છે.સૌને નવો વિચાર ગમે જ છે પણ આ નવો વિચાર આપે કોણ એ હજુ સ્પષ્ટ થતું નથી. જ્યાં સુધી નવો વિચાર ન આવે ત્યાં સુધી આ બાબતે આપણે કશું જ સુધાર કે નવું કરી શકતા નથી.
દર વર્ષે સમગ્ર ભારતમાંથી નવા વિચાર આપનાર બાળકોનું સન્માન રાષ્ટ્રપતિ ભવનમાં કરવામાં આવે છે.આ બાળકોના નામની જાહેરાત ભારત રત્ન અબ્દુલ કલામના જન્મ દિવસે જાહેર કરવામાં આવે છે.આ બાળકોની પસંદગી માટે સમગ્ર દેશના વિવિધ રાજ્યોમાં કાર્યશાળાનું આયોજન થાય છે.આ કાર્યશાળામાં આઈડીયા કોમ્પીટીશન યોજાય છે.અહી પસંદ થયેલ આઈડીયાને ‘અબ્દુલ કલામ ઇગ્નાઇત પુરસ્કાર આપવામાં આવે છે.આ માટેની એક કોમ્પીટીશન ૧૫ ઓક્ટોબરના રોજ આઈ.આઈ.એમ અમદાવાદ ખાતે યોજાઈ ગઈ.અહી ગર્વની એક વાત એ છે કે ૩૦૦ કરતાં વધારે નવતર વિચારોમાં બનાસકાંઠા જીલ્લાના ચાર બાળકોએ સાત નવતર વિચાર આપ્યા.


નિષ્ક અર્પિત ભટ્ટ.હજુતો બાલમંદિરમાં ભણે છે.જાહેર શૌચાલયમાં પેશાબ કર્યા પછી પાણી ન ઢોળવાને  કારણે સ્વાસ્થ્યને નુકશાન જાય છે.ગંદકી થાય છે.પેશાબ કરી લીધા પછી પાણી ઢોળાય અને સફાઈ થાય તે માટે સેન્સર વડે ચાલતાં અને સફાઈ થતાં હોય તેવા શૌચાલયો જોવા મળે છે.આ વ્યવસ્થા ખૂબ જ મોઘી અને મશીન પેટનથી  કાર્ય કરે છે.તેનો રખરખાવ અને જાળવણી ખૂબ જ મોઘી છે,સેન્સર આધારિત સુવિધા દરેક સ્થળે ઉપલભ નથી.આવી સુવિધા પણ શક્ય નથી.પેશાબ ન કર્યો હોય છતાં સેન્સરને લીધે ત્યાં પાણી છૂટી જાય જ છે.સ્વચ્છતા માટે એક નવતર વિચાર સાથે સેન્સર કે ઊર્જાના ઉપયોગ વગર નિયમિત સફાઈ થાય તે અંગે મોડલ રજુ કર્યું છે.આંશિક રીતે પ્લમ્બીંગમાં સામાન્ય ફેરફાર થવાથી આ વ્યવસ્થા ઊભી કરી શકાય છે.આ માટેનું મોડલ પણ તૈયાર કરવામાં આવેલ છે.આ મોડલના આ જ વિચારને હવે વિકલાંગ વ્યક્તિઓની ખાસ ડીઝાઇનમાં કઈ રીતે વાપરી શકાય તેનું આયોજન નિષ્ક કરી રહ્યો છે.
***

સપ્તરંગી ફાઉન્ડેશન ધ્વારા ચાર્મી રૂપલ ભટ્ટ નામે ધોરણ છ ની એક છોકરીએ પોતાનો વિચાર મોકલાવ્યો. ઘરમાં તેલનો ડબો લાવવામાં આવે.આ ડબાને ખાલી કરવો કે ઠાલવવો ખૂબ જ કપરું કામ છે.

તેલ બનાવતી કંપની ધ્વારા તેલના ડબામાં આપેલુ  તેલ કાઢવાનું ઢાંકણ ખોલવામાં આવે છે.જરૂરીયાત મુજબ બીજા પાત્રમાં તેને ઠાલવતી વખતે ડબામાંની હવાના દબાણ ને લીધે અનિયમિત જથ્થો ઢોળાય છે.આ કારણે તેલનો બગાડ થાય છે.ચાર્મીએ આ માટે તેલના ડબાની સામેની બાજુ નાનું કાણું પડવાની વાત કરી.
ખીલ્લીથી કાણું પાડવામાં આવે એટલે તેલ બનાવતી કંપનીએ ડબ્બાને ફરીથી પ્રોસેસ કરાવી પડે.આ કારણે ઉત્પાદન ખર્ચ વધે છે.

જો તેલનો ડાબો બનાવતી કંપની આ નાનું કાણું પાડીને આપે અને તેને બંધ કરવા નાત્બોલ્ત જેવી વ્યવસ્થા આપે તો તેલ ન બગાડે અને ઉત્પાદન ખર્ચ ઘટી જાય છે.
***



પાલનપુર વિદ્યામંદિર ખાતે અભ્યાસ કરતો નિર્જર દવે અનાજનું બીજ વાવતી વખતે જો તે ખૂબ જ અંદર જાય તો તેનો વિકાસ થતો નથી.આજ રીતે જો બીજ ઉપરની તરફ રહીજાય તો આ બીજ તાપમાં બળી જાય કે પંખી ખાઈ જાય છે.ઉપરની તરફ રહેલું બીજ વધારે પાણી સાથે રહેવાથી તે કોહવાઈ પણ જાય છે.

અહી એક ખુરપી જેવું ઊભા ઊભા વાપરી શકાય તેવા ઓજારની ડીઝાઇન નિર્જન ધ્વારા આપવામાં આવી હતી.આ ઓજાર બીજ ને નિયત  કરેલ ચોક્કસ અંતરે જ રોપીને બહાર આવે એવું તૈયાર કરવામાં આવ્યું છે. 


આ ઉપરાંત નવીન બનતા માર્ગો માટે એક આદર્શ કહી શકાય તેવા વિચાર સાથે એક ડીઝાઇન આપેલ છે.આ બધામાં એક વાત ચોક્કસ કે એક કરતાં વધુ નવા વિચાર આપનાર નિર્જરના બધાં જ વિચારો નવતર હતાં.
***


રૂચા પંડ્યા એ ગાડીની ચોરી અટકાવવા માટે એક નવો વિચાર આપ્યો હતો.ડીસાની આ વિદ્યાર્થીનીએ દાંતા તાલુકાના બામનોજના સર્જન પ્રજાપતિએ સાથે મળી ગાડીમાં કંપની જ સીમકાર્ડ સંતાડીને આપે.આ કારણે ગાડી ચોરાય છતાં તેને પકડી શકાય.આ સીમકાર્ડનો નંબર આરસી બુકમાં બાર કોડથી જ લખેલું હોય તેવું સુચન આપ્યું હતું.આ સુચન થી જીપીએસ સીસ્ટમ વગરગાડી બનાવતી કંપનીને ચોરી થતી અટકાવવામાં અને તેને શોધવામાં ઉપયોગી થતો હોવાનું વિચારી આ વિચાર રજુ કર્યો હતો.

આ બધા જ બાળકોણાઆઈઆઆઈઆ ખાતે બોલાવી તેમનું સન્માન કરી અનોખી રીતે ડૉ.અબ્દુલ કલામણા જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.પદ્મશ્રી અનીલ ગુપ્તા અને એનાઈએફ,સૃષ્ટિના મહાનુભાવોની હાજરીમાં બાળકોએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા.આ સૌને બિરદ તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.હવે આ બાળકો આવતા વર્ષ માટે અબ્દુલ કલામ ઇગ્નાઇત માટે આગળની પ્રક્રિયામાં જોડાશે.સમગ્ર દેશની આ પ્રક્રિયામાં બનાસકાંઠા જિલ્લાને ગૌરવ અપાવનાર આ સર્વે બાળ વિચારકોને અભિનંદન.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી