અનોખા બાળક...નોખા વિચાર...


આપણી આસપાસ અનેક બાળકો જોવા મળે છે.કેટલાંક બાળકો આપણને ગમી જાય છે.કેટલાંક બાળકોને આપણે દૂર હડસેલી દઈએ છીએ.અહી આજે વાત કરવી છે ખાસ પ્રકારના બાળકોની.આવા બાળકો ને શોધવાનું કામ અનોખી રીતે થઇ રહ્યું છે.
દરેક વર્ષની જેમ આ વર્ષે પણ અબ્દુલ કલામજો જન્મ દિવસ ઉજવવામાં આવશે.ઇગ્નાઈટ અંતર્ગત બાળકોને પસંદ કરવામાં આવનાર છે.

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેં તરીકે જાણીતા ભારત રત્ન એ.પી.જે અબ્દુલ કલામની જન્મ તારીખ એટલે ૧૫મી ઓક્ટોબર.દર વર્ષની જેમ આ વર્ષે પણ અનેક સંસ્થાઓ ઉજવણી કરશે.આવી જ ઉજવણી આઈ.આઈ.એમ અમદાવાદ ખાતે થનાર છે.અહીં નવતર વિચારઆપનાર બાળકોના નામની જાહેરાત થવાની છે.સમગ્ર ભારતના પચાસ હજાર કરતાં વધારે બાળકો આ કાર્યમાં જોડાય છે.જીવાતા જીવનની આસપાસ જોવા મળતી સમસ્યાઓ.ભોગવવી પડતી હાલાકી.આવી અનેક સમસ્યાઓ સામેના નવતર આઈડીયા આ બાળકો આપે છે.

અહી મજાની વાત એ છે કે આ બાળકોએ આપેલ વિચાર કે મોડેલને આધાર રાખી સૃષ્ટી અને એન .આઈ.એફના સંશોધકો પ્રોટોટાઈપ તૈયાર કરે છે.આ નમુના ને આધારે તેના ઉત્પાદકો સાથે સીધો સંવાદ કે સંકલન કરી આ નમૂનાને બજારમાં મોકલવા અને તે માટેના પેટન્ટ અપાવવાનું કામ પણ કરી આપવામાં આવે છે.

ભારત સરકારના ‘વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના સ્વાયત સંસ્થા તરીકે નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશન(એ.અએ.એફ) કાર્યરત છે.દર વર્ષે અહી પસંદ થયેલ બાળકોને રાષ્ટ્રપતિ ભવન ખાતે લઇ જવામાં આવે છે.અહી ચાર થી પાંચ દિવસ સુધી આ બાળકો રોકાય છે.આ બાળકોને રાષ્ટ્રપતિના મહેમાન હોવાનું બહુમાન પ્રાપ્ત થાય છે.રાષ્ટ્ર લેવલે વર્ષના નાતે પચાસહજાર કરતાં વધારે વિચાર ભેગા થાય છે.અમદાવાદ ખાતે આયોજિત ઇન શોધ જેવી કોન્ફરન્સ ધ્વારા પસંદ થયેલ વિચારોને પણ સીધા મોકલવામાં આવે છે.


બારમાં ધોરણ સુધીના કોઈ પણ ધોરણમાં અભ્યાસ કરતું બાળક અહી ભાગ લઇ શકે છે.આ પહેલા ગુજરાતમાંથી આવા બાળકો પસંદ થયા છે.આઈ.આઈ.એમ અમદાવાદ ખાતે આવા બાળકોને અબ્દુલ કલામ સરની જન્મ તારીખે આઈ.આઈ.એમ ખાતે એકઠા કરવામાં આવશે.ઇન શોધ:૨૦૧૬ અંતર્ગત નવા વિચાર આપનાર બાળકોને અહીં સન્માનિત કરવાનું આયોજન પણ રાખેલ છે. નવતર વિચાર આપનાર બાળકોનું આઈ.આઈ.એમ ખાતે અનોખા દિવસે સન્માન થવા જઈ રહ્યું છે.આપણે આશા રાખીએ તેમાં બનાસકાંઠા જિલ્લાને પણ તક મળે.આપણા જીલ્લામાંથી આ વખતે બાળકોને ભાગ લેવડાવવામાં સફળતા મળી છે.સમગ્ર સૃષ્ટી માંથી નવા વિચારો અને વિસરાતી બાબતોને એક સ્થળે એકઠા કરવાના નવીન વિચાર સાથે સમગ્ર દુનિયામાં આ રીતે  કાર્ય કરતી સંસ્થાના સ્થાપક,કેલીફોર્નીયા યુનીવર્સીટીના ફેલો પદ્મ શ્રી અનીલ ગુપ્તા આ બાળકો સાથે ચર્ચા અને સંવાદ કરશે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી