IN SHODH નિષ્ક



જાહેર શૌચાલયમાં પેશાબ કર્યા પછી પાણી વડે સાફ ન કરવાને કારણે સ્વાસ્થ્યને નુકશાન જાય છે.ગંદકી થાય છે.પેશાબ કરી લીધા પછી પાણી ઢોળાય અને સફાઈ થાય તે માટે સેન્સર વડે ચાલતાં અને સફાઈ થતાં હોય તેવા શૌચાલયો જોવા મળે છે.આ વ્યવસ્થા ખૂબ જ મોઘી અને મશીન પેટન માં છે.પેશાબ ન કર્યો હોય છતાં સેન્સરને લીધે ત્યાં પાણી છોડી જ જાય છે.

સ્વચ્છતા માટે એક નવતર વિચાર સાથે સેન્સર કે ઊર્જાના ઉપયોગ વગર નિયમિત સફાઈ થાય તે અંગે મોડલ રજુ કર્યું છે.આંશિક રીતે પ્લમ્બીંગમાં સામાન્ય ફેરફાર થવાથી આ વ્યવસ્થા ઊભી કરી શકાય છે.આ માટેનું મોડલ પણ તૈયાર કરવામાં આવેલ છે.

એક નાનો વિચાર જો યોગ્ય રીતે અમલી બને તો લાંબા સમયે એનું પરિણામ મળી જ શકે છે.ખૂબ જ ઉત્તમ અને આધુનિક સમય મુજબ યોગ્ય ખી શકાય તેવો વિચાર આપનાર નિષ્ક ભટ્ટનું સન્માન અબ્દુલ કલામ સરના જન્મ ૧૫ ઓક્ટોબરના રોજ આઈ.આઈ.એમ ખાતે વર્ષ ૨૦૧૬ ઇન શોધ અંતર્ગત સન્માન કરવામાં આવ્યું.આઈ.આઈ.એમના પ્રોફેસર અને કેલીફોર્નીયા યુનીવર્સીટી ના ફેલો પદ્મશ્રી અનીલ ગુપ્તાના શુભ હસ્તે કરવામાં આવ્યું.વર્ષ ૨૦૧૬ in શોધ પુરસ્કાર અંતર્ગત સૌથી નાની ઉંમરના આ વિચારકને શુભેચ્છા.


નિષ્ક અર્પિત ભટ્ટ(સીનીયર કેજી) ૧૨/૧૦/૨૦૧૬
૩૬,કર્મચારી નગર,હીરા નગર રોડ.મહેસાણા
(પાણીની બચત સાથે સ્વચ્છતા સંકુલનું મોડલ)
સંપર્ક નંબર:૦૯૯૭૪૮૬૯૯૦૯ (અર્પિત ભટ્ટ)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી