IN SHODH કિંજલ કટારા




નવરાત્રી દરમિયાન ખૂબ જ મોટા સ્પીકર લાગેલા હોય છે.અહી એવા સેન્સર બનાવવાનો વિચાર છે કે કાં તો અવાજ વધી ન શકે અથવા તે અવાજ દૂર સુધી ન જાય.આ ઉપરાંત બૂફર ણા સ્પીકરમાં તે સતત હાલે છે તેની ધ્રુજારીને ઊર્જા માં રૂપાંતરિત કરવાનો એક વિચાર અહી રજુ કર્યો છે.આ માટે તેની એક વિગત અને બનાવવા માટેની ડીઝાઇન પણ છે.



સરકારી શાળામાં અભ્યાસ કરતી આ દીકરીનો વિચાર ખરેખર અમલમાં આવે તો ચોક્કસ વીજળીનું ઉત્પાદન થાય સાથોસાથ તે અંગેની જાગૃતિ પણ ફેલાય છે.કિંજલ કટારા ધ્વારા આપવામાં આવેલ વિચાર અમલી બનાવવા માટેનો નમુનો અને તે અંગેની વિગતો ઉપર વિચાર કરતાં એ વાત ચોક્કસ છે કે ખૂબ જ મોટા પાયાના વપરાશમાં આંશિક ઉત્પાદન પણ ખૂબ જ મોટી સિદ્ધિ કહી શકાય છે.
ઇન શોધ આઇડીયા પુરસ્કાર:૨૦૧૬ માં કિંજલ કટારાનો આ વિચાર પસંદ થયેલ છે.આ વિચાર માટે આઇઆઇએમ અમદાવાદના પ્રોફેસર,સૃષ્ટી ના સ્થાપક અને NIF ના વાઈસ ચેરમેન પદ્મશ્રી અનીલ ગુપ્તા ધ્વારા આ બાળ વિચારકનું સન્માન કરવામાં આવ્યું હતું.




કટારા કિંજલ (ધોરણ:૮)
મહેતાપુરા પ્રાથમિક શાળા.હિંમતનગર.સાબરકાંઠા
(નવરાત્રીમાં અવાજ ધ્વારા ઊર્જાનું ઉત્પાદન)
સંપર્ક નંબર:૦૯૭૨૫૪ ૩૩૬૬૬(કુમારપાળ પટેલ)

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર