રાજાને મળી સજા ...
રાજાને મળી સજા
ભૂતાનની આ વાત છે.
એક ભૂલ અંગેની આ વાત છે.
જે કામ કરે એનાથી ભૂલ થાય.ભૂલ દરેકથી થાય.
ભૂલ થયાં પછી એને સુધારી લે એ માણસ દુઃખી ન થાય.
આવી જ એક ભૂલ એક રાજાથી થઇ હતી.આ ભૂલ ને કારણે જ આપણે આ વાત વાંચવા મળી રહી છે.
વાત છે એક રાજાની. આલબાનીનો રાજા.રાજાનું નામ એલીનાસ. એલીનાસ ખૂબ જ
સરસ રીતે એનું રાજકાજ ચલાવતો હતો. રાજા એની રાણી ને ખૂબ જ હેત અને લાડથી રાખતો
હતો. કહેવાય છે ને કે સુખ વધારે લાંબો સમય રહેતું નથી. એક વખત એવું થયુ કે રાણી
બીમાર થઇ ગયાં. આજ બીમારીમાં રાણીનું અવસાન થયું. રાણીના અવસાન ને લીધે રાજા ખૂબ જ
દુઃખી રહેતો હતો. રાજા દરબારના કામમાં પણ ખાસ હાજર રહેતો ન હતો.પોતાનું દુ:ખ
ભૂલવા રાજાના સલાહકારે રાજાને શિકાર કરવા
જવાની સલાહ આપી. રાજા આ વાતે સહમત થયાં.
એક બે દિવસ કઈ તરફ શિકાર જવું એમાં પસાર થયાં. છેવટે રાજાએ શિકાર જવા
માટે ઉગમણી દિશા એ જવાનું વિચારી લીધું. સવારનો સમય હતો. રાજા અને તેના કેટલાક
સાથીદારો શિકાર કરવા રવાના થયાં. ગરમીના દિવસો હતા. સવારથી શિકાર પાછળ દોડવાને
લીધે રાજા થાકી ગયો હતો,એને તરસ લાગી હતી.રાજા પાણી પીવા માટે પાસેની નદી તરફ
ગયો.રાજાએ પાણી પીધું. પાણી પીધા પછી રાજાને શાંતિ થઇ. રાજાએ અહી નદી કિનારે જોયું
તો એક પરી પણ અહી ઉભી હતી. રાજાએ આ પરી સામે જોયું. સુંદર પરી જોઈ રાજાએ તેની જોડે
વિવાહ કરવાનું વિચારી પરીને આ વાત કરી. રાજા કહે:’ હું આલબાનીનો રાજા છું. શું તમે
મારી સાથે વિવાહ કરશો?’ રાજાની વાત સાંભળી પરી કહે: હું તમારી જોડે વિવાહ કરું
પણ,એક શરત છે.તમારે મણે કીધા વગર કોઈ દિવસ મારા ઓરડામાં આવવું નહી. રાજાને આ શરત
ખાસ અને અલગ લાગી છતાં રાજા વિવાહ કરવા તૈયાર થયો.
રાજા એ આ પરી સાથે વિવાહ કરી લીધા. હવે પરી આ નગરની રાણી હતી. આમ ને
આમ દિવસો પસાર થતાં હતા. એક દિવસની વાત છે. રાજા દરબાર ભરીને બેઠા હતાં. અહીં આવી
આ દાસીએ રાજાને ધીરેથી એક વાત જણાવી. વાત જાને એમ હતી કે પરી રાણીને એક સાથે બે
દીકરીઓ અવતરી હતી. રાજા આ સમાચાર સાંભળી ખૂશ થયો અને સીધો જ રાણીના ઓરડામાં ગયો.
રાજા એટલો બધો ખુશ હતો કે એ રાણીની શરત ભૂલી ગયો. રાણી રાજાના એકદમ આવવાથી લાલપીળી
થઈ ગઈ. રાજાને કહીને રાણી અહીંથી ખૂબ જ દૂર જતી રહી,સાથે તેની બંને દીકરીઓને લઈ ને
ગઈ.
રાજા ખૂબ દુઃખી થયો. એને ભૂલ સમજી પણ, હવે શું કરી શકે. આ તરફ પરી તેની બન્ને દીકરીઓ સાથે રહેતી હતી. તે રોજ મોટા પહાડ ઉપર જતી અને તેની દીકરીઓને આલબાની શહેર બતાવતી હતી. શહેર બતાવવા સાથે તે કેતી કે અહીંના રાજાએ કેવી રીતે તેની સાથે દગો કરી છેતરી છે. નાની દીકરીઓમાં એમના પિતાએ એની માને છેતરી એ વાત મનમાં ઠસી ગઈ હતી.સમય પસાર થતો હતો. આ દીકરીઓ મોટી થઈ અને તેમણે આ રાજા સાથે બદલો લેવાનું વિચારી એ માટે આયોજન કરતી હતી.પોતાના સામે થનાર આ હુમલા અને આયોજન અંગે વિગતો જાની રાજા લાલપીળો થઈ ગયો.
રાજાને એ વાતની જાણ હતી કે એની જ બે દીકરીઓ તેને કેદ કરવા માગતી હતી.રાજા ને પકડવા આ બે છોકરીઓ આવી. રાજા જોડે મોટી સેના હતી. આ દીકરીઓ પકડાઈ ગઈ. રાજાએ નાની દીકરીને ચેતવણી આપી છોડી દીધી પરંતુ મોટી દીકરીને એણે ન છોડી. રાજાએ તેણે કીધું:’ આજથી દર બુધવારે તું નાગ બની જઈશ.’ આ સાંભળી મોટી દીકરી રાજાને કરગરવા લાગી. કાકલુદી કરવા લાગી. રાજાને એની દીકરી ઉપર દયા આવી. રાજા કહે:’ તને આમાંથી છૂટવા માટે એક એવા યુવાન જોડે વિવાહ કરવા પડશે જે તને બુધવારે ન જુએ. તારા વિવાહ પછી તને એક દીકરો આવશે. દીકરો આવશે તે પછી તું કોઈ દિવસ નાગ બનીશ નહી.
રાજાના કહેવાથી આ દીકરી હવે એવા યુવાનની શોધમાં હતી જે તેણે બુધવારે ન જુએ અને તેની સાથે વિવાહ કરે. સમય પસાર થતો હતો.થોડા દિવસોમાં એને આવો એક યુવાન મળી ગયો.બંને એ વિવાહ કરવાની વાત પાકી કરી લીધી. આ રાજકુમારી તેણે પસંદ કરેલ યુવાન ને કહે: ‘તમારે મણે બુધવારે જોવાની નહી.’આવી શરત છતાં એ યુવાન વિવાહ કરવા તૈયાર થયો. બન્નેનું જીવન ખુશીથી ચાલતું હતું.એક વખત આ યુવાનના ભાઈબંધ બેઠા હતાં. કેટલાંક ભાઈબંધો એ એને બુધવારે જોઈ લેવા ચડામણી કરી.ભાઇબંધના કહેવાથી આ યુવાન બુધવારે ઘરેથી તો નીકળી ગયો પરંતુ એક ઝાડ પાછળ સંતાઈ ગયો. થોડી વાર પછી એને જોયું તો આ રાજકુમારી નાગ બની ગી. આ જોઈ રાજકુમારને મનમાં અનેક વિચાર આવતા હતા.આમ છતાં એણે આ રાજકુમારી ને કશું કીધું નહિ.
થોડા દિવસો પછી રાજકુમારીના પતિના નાના ભાઈનું અવાન થયું. રાજકુમારીના પતિને થયું આ બધું આ નાગ કુમારીને લીધે જ થાય છે.આવું સાંભળી આ રાજકુમારી દુઃખી થઈ બેહોશ બની પડી ગઈ. તે ભાનમાં આવી તે સમયે તેના પિતા અને માતા તેની સામે ઉભા હતાં. રાજા એલીનાસ કહે: ‘બેટા,મારા કારણે તે ખુબ જ દુઃખ સહન કરેલ છે. રાજા પેલા યુવાન ને કહે: ‘મારા કારણે જ આ દીકરી દર બુધવારે નાગ બની જતી હતી. એ તમને ખૂબ જ ચાહે છે,આપને માટે એને અપાર લાગણી છે.
યુવાન ને તેની ભૂલ સમજાઈ. તેણે રાજકુમારીને માફ કરી દીધી. થોડા મહિનાઓમાં તેના ઘરે એક દીકરો અવતરતાં હવે આ રાજકુમારી બુધવારે નાગ બનતી નથી. થોડા સમય પછી રાજા તેની રાણી અને બેય દીકરીઓ રાજ મહેલમાં રહેવા લાગી. થોડા મહિના પછી રાજાનું અવસાન થયું. આ યુવાન રાજા થયો અને સૌ સંપીને રાજીખુશી રહેતા અને રાજકાજ ચલાવતાં થઈ ગયાં.
Comments