જાદુગર નરેન્દ્ર પંડયા

 

જાદુગર નરેન્દ્ર પંડયા 


નમસ્કાર શ્રોતા મિત્રો,

હું ભાવેશ પંડ્યા.  ફરીથી એક જીવતી વાર્તા સાથે આપની સાથે આવ્યો છું. આજની વાર્તા એક એવી વાર્તા છે. કે ખરેખર જીવતી વાર્તા કહી શકાય.એક છોકરો એને નાના - મોટા  ચાર પાંચ ભાઈ - બહેન.પિતાજી જેલમાં. હવે તમને થશે, જેલ માં!? કોઈ ગુનો કર્યો હશે, પણ નહિ.આઝાદીની લડત વખતે જેલમાં. પાછું જેલમાં ક્રાંતિકારી હોવાને કારણે એમને એવું ખાવામાં આપવામાં આવ્યું કે જેના લીધે એમનું અવસાન થયું.આ ક્રાંતિવીરનું નામ પૂનમચંદ પંડ્યા. એમના પુત્ર વિશે વાત કરી રહ્યા છીએ. જન્મ જાત શિક્ષક અને જન્મ જાત બાળકોને કુતૂહલ થાય એવી પ્રવૃત્તિઓ કરનાર.


નાનું ગામ.આ ગામમાં એ નોકરી કરે.બાળકોને શાળામાં ભણાવતા પેહલાં રોજ શાળામાં જઈ પ્રાર્થના કાર્યક્રમમાં જાદુ બતાવવાનો નિયમ કરેલો. શરૂઆતના તબક્કે આ નિર્ણય, એમનો શોખ નહિ પણ એક નિર્ણય જ કહી શકાય.પણ આ નિર્ણયને પૂરો કરવા માટે આપણે પેલી વાર્તા સાંભળી છે ને કોઈ એક નિયમ લે અને એ નિયમ ને કોઈ એક પરિણામ મળે જ એમ. બસ!  આ જ રીતે એમણે એવો નિર્ણય કરેલો કે રોજ એક જાદુ બતાવવો અને આ જાદુ બતાવવામાં ને બતાવવામાં એમનો જાદુ તરફનો લગાવ વધતો ગયો. તે પોતે પ્રોફેશનલ જાદુગર બન્યા.રોજ શાળામાં જાય.બાળકોને જાદુ બતાવે.બાળકો જાદુ જુએ.જાદુ જોવા માટે શાળામાં આવે.અને શાળામાં આવી તેઓ આખો દિવસ શિક્ષણ કાર્ય કરે અને શિક્ષણ કાર્ય કરતાં કરતાં પણ વચ્ચે જાદુ તો વતાવવાંના. એમના ધર્મપત્ની પણ શિક્ષિકા. એ સરસ ગાય. થોડીક વાર જાદુ બતાવવાના થોડીક વાર ગીત ગવડાવાનું. થોડીક વાર વાર્તા કહેવાની. આ રીતે થોડોક જ સમય ભણાવવાનું. ધીરે ધીરે આ જાદુગર પંડ્યાજીને ખબર પડી કે આ વિસ્તારમાં તો અંધશ્રદ્ધા પણ છે. આ અંધશ્રદ્ધાને મિટાવવા માટે ,એને દૂર કરવા માટે જાદુ જ શક્ય છે. તેમણે આજીવન મથામણ કરી, મેહનત કરી ખરીદીને જે સાધનો એકઠા કર્યા એ જ સાધનોનો તેમને ત્યાં ઉપયોગ કર્યો. ઉપયોગ દરમિયાન તેમણે નારિયેળમાંથી ચૂંદડી કાઢવી,હાથમાં દીવો કરવો,તપેલીમાંથી ગરમ પૂરી કાઢવી જેવા પ્રયોગો કર્યા. આ વિસ્તારમાં જે સ્થાનિક અંધશ્રદ્ધાના મુદ્દા હતા, કે અગરબત્તી લગાવવાની ને જે ગુનેગાર હોય એની બાજુ અગરબત્તી નમી જાય.  આવા જે કારણો હતા એ કારણો પાછળના વૈજ્ઞાનિક કારણો હતા અને આ વૈજ્ઞાનિક કારણોને આધારિત એમને અંધશ્રદ્ધા નિવારણ માટે ખૂબ મોટું કામ કર્યું. આસ પાસના વિસ્તારમાં ગાય વાછરડા ગામ ફેમસ થઈ ગયું. આસપાસના વિસ્તારમાં જ શું કામ સમગ્ર ગામમાં,સમગ્ર તાલુકામાં,સમગ્ર જિલ્લામાં અને સમગ્ર દેશમાં ગાય વાછરડા પ્રાથમિક શાળાને નામે પ્રખ્યાત થયા. કારણ કે આ શાળામાં જાદુગર શિક્ષક હતા અથવા કહી શકાય  કે શિક્ષક જાદુગરનું કામ કરતા હતા.એમના ભણાવેલા વિદ્યાર્થીઓ અત્યારે ડોકટર,એન્જિનિયર,શિક્ષક,વકીલ એવી અનેક જગ્યાએ પોતાની સેવા આપી રહ્યા છે.પોતાના ગુરૂજીને યાદ કરી રહ્યા છે એવા ગુરુજીની વાત સાથે એક જાદુગર શિક્ષક અથવા એક શિક્ષક જાદુગરની વાત સાથે આજે આપણે આ જાદુગરના સ્વાસ્થ્ય માટે, એમનું તંદુરસ્તી માટે અને હજુ વધુ અંધશ્રદ્ધાના નિવારણ માટેના  કાર્યક્રમો કરી શકે તેવું ભગવાન શક્તિ આપે તેવી આશા સાથે આજની આ વાર્તા પૂરી કરું છું.

સાંભળતા રહો મારો અવાજ, આપણા સૌનો અવાજ.

Radio palanpur 90.4FM 

    Tuesday : 08:45 PM
    Friday  : 08:15 PM
    saturday: 08:45 PM
    sunday  : 10:00 AM

આ વાર્તા સાંભળવા માટે ક્લિક કરો :-

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી