બે પહાડ અને નદી(ચીન)...

 


બે પહાડ અને નદી(ચીન)


એક એવી વાત. આ વાત એવી કે એ આજેય સૌને કહેવામાં આવે છે.આજેય આ વાત સૌને ગમે છે. કહેવાય છે કે આ ચીન દેશની વાત છે. ચીનમાં એક મોટી નદીની આ વાત છે. નદીની આસપાસ આવેલ બે પહાડની વાત છે.

ચીનમાં એક નદી આવેલી છે. આ નદીનું નામ દવાગહો. નદીને કિનારે એક વિશાળ મેદાનમાં  ડાયનાસોર રહે. આ ડાયનાસોર સફેદ અને ચમકતો હતો. આ જ મેદાન પાસે ગુફામાં એક ગધેડો રહે. ગધેડો સોનેરી રંગનો હતો.આ ગધેડો  અને ડાયનાસોર પાકા ભાઈબંધ હતા. તેઓ રોજ સાથે જ રહે. ફરવા સાથે જાય અને દરિયામાં તરવા પણ સાથે જ જાય. એક દિવસની વાત છે, તેઓએ આ વખતે થોડે દૂર અને બીજે ફરવા જવાનું ગોઠવી લીધું.

 તેઓ જરૂરી સામાન લઈ ફરવા માટે નીકળી ગયાં. ફરતાં ફરતાં તેઓ આબલમના દેશમાં પહોંચી ગયા. તેઓએ આ અગાઉ કોઈ વખત આબલમનો દેશ જોયો ન હતો. અહીં બધું સુંદર અને તેઓએ જોયું હતું એ કરતાં અલગ હતું. તેઓને જોવામાં મજા પડી. તેઓ આમતેમ ફરતા હતા એટલામાં સોનેરી ગધેડાની નજર ચમકતા પથરા ઉપર પડી. ખૂબ જ મોટો જાણે તરબૂચ જેવડો મોટો ચમકતો પથરો. આ બંને ભાઈબંધ આ જોઈ ખુશ થઈ ગયા.ડાયનાસોર ગધેડા ને કહે: ' આ પથરા ને આપણે આકાર આપીએ અને વધારે ચમકતો બનાવીએ. ગધેડો કહે:' હા, મને ખબર છે. સાદા પથરા ને ઘસી ઘસી ને જ ચમકાવવામા આવે છે.' ડાયનાસોર અને ગધેડો આ માટે તૈયાર થયા. એમણે ખૂબ જ મહેનત કરી. આ પથરાને સરસ આકાર આપી મોતી બનાવી દીધું.એક પથરામાંથી સુંદર મોતી તૈયાર થઈ ગયું.

મોતી એટલું સરસ લાગતું હતું કે ચમકતો ડાયનાસોર અને સોનેરી ગધેડો આખો દિવસ તેની આસપાસ જ રહેતા. આ મોતીને કારણે અને તેની ખાસ ચમક ને લીધે આ પરીઓનો દેશ વધારે સુંદર લાગતો હતો. આ મોતી જાદુઈ તાકાત ધરાવતું હતું.આ મોતીને કારણે બધા જ ઝાડ ઉપર અધધ... ફળો હતા. આ ફળો મીઠાં અને ભરાવદાર હતાં. આ મોતી બની ગયા પછી અહીં અનાજ પણ વધારે પાકતું થઈ ગયું હતું. ઓછી મહેનત કરવા છતાં અહીં વધારે કામ થતું હતું. ગધેડા ઉપર વજન મૂકીએ તો ગધેડા ને વજન ન લાગે. આ મોતીના જાદુ ને લીધે બધું જ બદલાઈ ગયું હતું. હવે તો ડાયનાસોર અને ગધેડા એ અહીં જ રહેવાનું મન બનાવી લીધું હતું.

એક દિવસની વાત છે.

પરીઓની રાણી અવાર નવાર ફરવા નીકળી હતી. પરી સાથે તેની સહેલીઓ પણ હતી. તેઓ આમતેમ ફરતી હતી.ફરતાં ફરતાં પરીની નજર દૂરથી પેલા મોતી ઉપર પડી. મોતીની સુંદરતા જોઈ પરીઓની રાણી ખૂબ ખુશ થઈ. પરીની રાણીને આ મોતી જોઈતું હતું. કોઈ પણ રીતે તેને આ મોતી જોઈતું હતું. આ કારણે પરીએ તેના એક સૈનિક ને રાતના અંધારામાં આ મોતી લેવા જવા સૂચના આપી. આ સૈનિક પરીના કહેવાથી અહીં પહોંચી ગયો. આ સમયે ચળકતો ડાયનાસોર અને સોનેરી ગધેડું આરામ કરતાં હતાં, સુઈ ગયા હતા. આ સૈનિક મોતીની ચોરી કરીને સીધો પરીના મહેલમાં પહોંચી ગયો. પરીઓની રાણી આ મોતી જોઈ ખૂબ જ ખુશ થઈ. એણે મહેલમાં ખૂબ અંદર સંતાડી ને મૂકી દીધું.

સવાર પડી.

ગધેડો અને ડાયનાસોર જાગી ગયા. એમણે જોયું કે તેમનું મોતી અહીં દેખાતું ન હતું. ડાયનાસોર અને ગધેડાએ આસપાસ ખૂબ તપાસ કરી. શોધી શોધીને તે થાકી ગયાં. મોતી હોય તો મળે ને...! આમ ને આમ  થોડા દિવસો પસાર થયા. ગધેડો અને ડાયનાસોર હજુય મોતી શોધતા હતા. આ જ સમયમાં એક વખત એવું થયું કે રાત પડી અને પરીઓના દેશમા ઝગમગાટ દેખાતો હતો. આવું પહેલાં થયું ન હતું.  આ જોઈ ચમકતો ડાયનોસોર અને સોનેરી ગધેડું સમજી ગયા કે,  આતો મોતીની જ ચમક છે. આટલી સમજ પછી ડાયનાસોર અને ગધેડો પરીઓના દેશ તરફ દોડવા લાગી ગયા.ગધેડો થાકી ગયો. થાક છતાં તે દોડતો હતો. આ જોઈ  ડાયનાસોરે ગધેડા ને પોતાની પીઠ ઉપર બેસાડી દીધો. આ કારણે હવે થોડી વારમાં તેઓ પરીઓના દેશમાં પહોંચી ગયાં. અહીં આવીને તેમણે જોયું કે પરીઓની રાણીએ એક મિજબાની રાખી હતી. પરીઓની રાણીને બધાં અભિવાદન કરી ભેટ આપતાં હતાં. પરીઓની રાણી બધાં ને આવકારતી હતી. જે કોઈ પરીઓની રાણીને ભેટ આપે તેની સાથે વાત કરતાં પરીરાણી પેલું હાથમાં પકળેલું મોતી સૌને બતાવતી હતી. સૌ આ મોતી જોઈ ખુશ થતાં અને સૌ કશુંક  અદભૂત જોયા બદલ રાજી થતાં હતાં. કશુંક નવું જોવાની વાતે પરીઓના બધાં મહેમાન રાજી થઈ ગયાં હતાં. પરીની આસપાસ સૌ ઊભાં હતાં. ગધેડું ધીરેથી પરીરાણી પાસે પહોંચી ગયું. એણે એકદમ પરીના હાથમાં  જપાટ મારી. પરી ને ખબર પડી ગઈ કે આ મોતી આ ગધેડાનું છે. એટલે પરીએ પણ મોતી ને પકડી લીધું. ગધેડો અને પરી એક બીજા જોડે હાથપાઈ કરતાં હતાં.

ગધેડો પરીના હાથમાંથી મોતી લેવા મથતો હતો. પરી પણ મોતી છૂટી ન જાય એ માટે જોર લગાવતી હતી. આમને આમ મોતી એકદમ છૂટી ગયું. પરીના હાથમાંથી છૂટી ગયું ને ગધેડો આ મોતી પકડી શકે તેમ ન હતો. ડાયાનાસોરે મોતીને પકડવા કૂદતો મારી જોયો. પડતા મોતી ને પકડવામાં સફળતા નB મળી. આ મોતી સીધું જ રગડતું રગડતું ધરતી ઉપર પટકાયું. જેવું મોતી ધરતી ઉપર પટકાયું કે તુરંત ટૂટી ગયું. જેવું મોતી જમીન ઉપર પટકાયું કે તરત જ સાફ અને મીઠા પાણીનું ઝરણું બની ગયું. આ તરફ ગધેડો અને ડાયનાસોર આ મોતીની નદી પાસે પહોંચી ગયા. તેઓ ખૂબ નિરાશ હતાં. તેમણે પોતાની જાતને પહાડમાં બદલી નાંખી. આજેય ચીનમાં આ બે વિશાળ પહાડ છે. આ પહાડમાંથી નદી નીકળે છે. ચીનમાં આ નદી ને આથમણી નદી તરીકે ઓળખાય છે. આ નદી પાસે  ડાયનાસોર અને સોનેરી ગધેડા નામના બે પહાડ પણ છે.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી