પટેલની વાર્તા


પટેલની વાર્તા


 નમસ્તે મિત્રો,


        એક નાનું ગામ.ગામમાં એક પટેલ.આ પટેલની વાર્તા છે.સમગ્ર ગુજરાત જ નહિ પણ દેશ અને દુનિયામાં શિક્ષણ માટે જેમના પ્રયોગો પ્રખ્યાત છે એવા ગિજુભાઈ બધેકાની આ ભાષા શિક્ષણ માટેની આ વાત છે.એક ને એક વાર્તાને જુદી જુદી રીતે પણ કહી શકાય.આ વાર્તામાં આવતા પાત્રોને વારંવાર રિપોર્ટ કરાવવાના છે બાળકો જોડે.સરસ મજાની એક વાર્તા.

વાત જાણે એમ છે કે પટેલનું ગામ પટેલની વહુ એને બધા સૌ પટલાણી કહે. પટેલ - પટલાણીને એક ખેતર. એ ખેતરમાં પટેલ પટલાણી ખેતી કરે.ખેતી શું એમને એમનું જીવન પસાર કરેલું ત્યાં એમના ખેતરમાં.ખૂબ મોટી જમીન.પટેલ અને પટલાણી આખ્ખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ એક ખેતરનું પૂરું થાય. એમણે માણસો પણ રાખેલા એમના ખેતરમાં કે જે જુદા જુદા કામ માટે મદદ કરે.એક નું નામ અતો ,એકનું નામ પતો અને ત્રીજાનું નામ નતો.આ પટેલ પટલાણી આ અતો,પતો અને નાતો સિવાય આ ખેતરમાં એક કૂતરો અને બિલાડી ખરા.એક દિવસની વાત છે. આટ-આટલું હોવા છતાં પટેલને દુઃખ.પટેલને દુઃખએ વાતનો કે પટેલને કોઈ સંતાન નથી.પટેલને કોઈ સંતાન નથી એટલે પટેલ કહે ભગવાન મને દીકરો આપ કે દીકરી આપ પણ એક સંતાન આપ. શિયાળાના દિવસો હતા.પટેલે ખેતરમાં મૂળો રોપ્યો.મૂળાના બીજ જમીનમાં રોપ્યા.ઉપર પાણી પાય.પટેલને અચાનક શું સુજ્યું કે તે પાણી પાતા-પાતા ગીત ગાયું.

' મૂળા  મૂળા વધજે ,

મોટો મોટો વઘજે,

મારું નામ કરજે.'

રોજ પટેલ આ રીતે કરતા જાય.તે એક વખત પટલાણીએ જોયું. પટલાણીએ પણ પાણી પાયું. 

' મૂળા મૂળા વધજે,

મોટો મોટો વધજે,

મારું નામ કરજે.'

આવું પટલાણીને કરતા જોઈ અતો,પતો અને નાતો આ ત્રણે જણા તૈયાર થયા. એમને પણ પાણી પાયું .ગીત ગાયું.કયું ગીત ગાયું હશે?

' મૂળા મૂળા વધજે,

મોટો મોટો વધજે,

મારું નામ કરજે.

આમ કરતા કરતા દિવસો પસાર થયા.થોડાક સમય પછી મૂળા વગર કાઢવાનો સમય થયો.આખા ખેતરમાં થોડાક ટુકડામાં મૂળા રોપેલા એ પટેલે કાઢી લીધા.પણ જ્યાં પટેલ ગીત ગાઈને પાણી પાતાં હતા..


એલું ગીત..

' મૂળા મૂળા વધજે,

મોટો મોટો વધજે,

મારું નામ કરજે.'

એ મૂળો પટેલે ખેંચ્યો પણ પટેલથી ખેંચાયો નહિ.થોડુક વાર મથામણ કર્યા પછી પટેલે પટલાણીને બોલાવી.પટલાણી.. પટલાણી આવજે તું મને પકડ હું મૂળો પકડું.હું મૂળો ખેચું તું મને ખેચ.પટલાણી આવ્યા. પટલાણીએ પટેલને પકડ્યા.પટેલે મૂળો પકડ્યો.પટેલે મૂળો ખેંચ્યો. પટલાણીએ પટેલને ખેંચ્યા.પણ મૂળો નીકળ્યો નહિ.પટલાણી કહે અતાને  બોલાવો.શેઠે બૂમ માડી. અતા - અતા આવજે.તું પટલાણીને પકડ.પટલાણી મને પકડે.હું મૂળો ખેચુ.પટલાણી મને ખેચે.અતા તું પટલાણીને ખેંચજે.અતો આયો.અતાએ પટલાણીને પકડ્યા. પટલાણએ પટેલને પકડ્યા.પટેલે મૂળો પકડ્યો.પટેલે મૂળો ખેંચ્યો. પટલાણીએ પટેલને ખેંચ્યા. અતાએ પટલાણીને ખેંચ્યા પણ મૂળો નીકળ્યો નહિ.અતો કહે સાહેબ નતાને બોલાવો નતાને. નતાને બોલાવો.નતાની તાકાતથી મૂળો ખેંચાશે.પટેલે બૂમ મારી. નતા - નતા આવજે.તું અતાને પકડ.અતો પટલાણીને પકડે.પટલાણી મને પકડે.હું મૂળો પકડું.હું મૂળો ખેંચું.પટલાણી મને ખેચે.અતો પટલાણીને ખેંચશે.નતા તું અતાને ખેચજે.મૂળો કાઢશું.નાતો આયો.એ જાડો હતો.ગોળ ગોળ ગાલ વાળો.નાના - નાના કાન વાળો.નાતો આયો.નતાયે અતાને પકડ્યો. અતાએ પટલાણીને પકડ્યા. પટલાણીએ પટેલને પકડ્યા.પટેલે મૂળો પકડ્યો.પટેલે મૂળો ખેંચ્યો. પટલાણીએ પટેલને ખેંચ્યા. અતાએ પટલાણીને ખેંચ્યા. નતાએ અતાને ખેંચ્યો પણ મૂળો આવ્યો નહિ. નતો કહે ફતાને બોલાવો.ફતો આવશે.ઊંચો ઊંચો ફતો.પાતળો પાતળો ફતો.લાંબા કાન.લાંબા હાથ.લાંબી આંગળીયો.લાંબુ નાક. ફતો આયો. ફતાયે નતાને પકડ્યો. નતાયે અતાને પકડ્યો. અતાયે પટલાણીને પકડ્યા. પટલાણીએ પટેલને પકડ્યા.પટેલે મૂળો પકડ્યો.પટેલે મૂળો ખેંચ્યો. પટલાણીએ પટેલને ખેંચ્યા. અતાએ પટલનીને ખેંચ્યા. નતાએ અતાને ખેંચ્યો. ફતાએ નતાને ખેંચ્યો પણ છેવટે મૂળો બહાર આવ્યો નહિ.પટલાણી થાક્યા.પટેલ થાક્યા. પટલાણી કહે આપડા ખેતરની મિનાડીને બોલાવો.મીનડી ચોક્કસથી આવશે અને આપડા મૂળો નીકળશે.મિનડી આવી. મિનડીએ ફતાને પકડ્યો. ફતાએ અતાને પકડ્યો. અતાએ પટલાણીને પકડ્યા. પટલાણીએ પટેલને પકડ્યા.પટેલે મૂળો પકડ્યો.પટેલે મૂળો ખેંચ્યો. પટલાણીએ પટેલને ખેંચ્યા. અતાએ પટલાણીને ખેંચ્યા. નતાએ અતાને ખેંચ્યો. ફતાએ નતાને ખેંચ્યો. મીનાડીએ ફતાને ખેચતિતી પણ મૂળો આવ્યો નહિ.આમ કરતાં કરતાં આકાશમાંથી અવાજ આવ્યો.અરે..પટેલ જે ગીત ગાતાં ગાતાં મૂળાને પાણી પાયું.એ ગીત ગાઓ તો જ મૂળો નીકળશે.પટેલે ફરીથી પાણી પાયું.અને ગીત ગાયું.કયું ગીત ગાયું હશે?

' મૂળા મૂળા વઢજે,

મોટો મોટો વાધજે,

મારું નામ કરજે.'

આ રીતે બધાયે ગાયું. પટલાણીએ ગાયું. અતાયે ગાયું. નતાયે ગાયું. ફતાયે ગાયું અને મિનાડીએ ગાયું.જેવું ગાયું.મૂળો નીકળ્યો.એના નાના નાના હાથ.નાના નાના કાન.નાની આંખો. નાનકડું નાક.મોઢું અને  સરસ મજાના પગ.આ મૂળાને જોઈ સૌ રજી થયા. ભગવાનને પટેલ કહે," હે..ભગવાન તે મને છોકરો આપ્યો.આ મૂળા જેવો આપ્યો.એના કરતા સરસ છોકરો આપ્યો હોત તો.એના હાથ છે,પગ છે, આંખ છે, નાક છે પણ એ મૂળા જેવો લાગે છે.છોકરા જેવો લાગતો નથી.ફરીથી આકાશમાંથી અવાજ આવ્યો.તું પેલું ગીત ગા.ઉપર પાણી છાંટ તો છોકરો થઈ જશે.પટેલે પાણી ભર્યું,રેડ્યું. જેમ જેમ પાણી રેડતા ગયા ગીત ગતા ગયા.કયું ગીત ગાયું?

' મૂળા મૂળા વધજે,

મોટો મોટો વધજે,

મારું નામ કરજે.'

એ જેમ જેમ પાણી રેડતા ગયા.ગીત ગતા ગયા અને મૂળો ઓગળતો ગયો અને એમાંથી સરસ મજાનું નાનકડું છોકરું દેખાવા લાગ્યું.એ છોકરું લઈ પટલાણી ખુશ થયા.અતો, નતો, ફતો તો ખૂબ ખુશ થયા.અને મીનાડી મિયાંઉ મિયાંઉ કરતી કરતી દૂધ પીવા જતી રહી.પટલાણી એમના મૂળાકુમરને  લઈને ઘરે આવ્યા. ખાધું પીધું ને મોજ કર્યું.

Radio palanpur 90.4FM 

    Tuesday : 08:45 PM
    Friday  : 08:15 PM
    saturday: 08:45 PM
    sunday  : 10:00 AM

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી