માધાપરમાં...



વેકેશનનો માહોલ.માધાપર જવાના સમાચાર મળ્યા.ધોરણ એક થી આઠ ના બીજા સત્રના પુસ્તકોની બેઠક હતી.સ્થળ માધાપર.એક એવો વિસ્તાર જ્યાં લોકોની ખુમારી હજુ જીવે છે.ભૂકંપ પછી આખા કચ્છમાં મનોસમાંજીક માવજત માટે યુનિસેફ સાથે આવવાનું થતું હતું.આઈ.આઈ.એમ સાથે પણ આ વખતે રાપર આવવાનું થયું હતું.ત્યારે કચ્છ વિખેરાયું હોય તેમ હતું.
અમે માધાપર અંધજન મંડળની સંસ્થામાં રોકાયા હતા.ખૂબ જ પવિત્ર વાતાવરણ.અમે જે કામ માટે આવ્યા હતા તે પણ એટલું જ મહત્વનું અને પવિત્ર કામ.અમે અહી પહોંચ્યા.કામ પણ હતું.બીજા દિવસે સવારથી કામ જાણે શરુ થયું.ગુજરાત સમાચારમાં અહેવાલ છપાયો હતો.પાઠ્યપુસ્તક સંદર્ભે અહેવાલ હતો.સમજણ વગરનો અહેવાલ.ક્યાં અને કઈ રીતે પાઠ્યપુસ્તક બદલાય છે તેની જાણકારીનો અભાવ જણાતો હતો.આ કરતાં સાચી  વિગતોથી અહેવાલ તૈયાર કર્યો હોત તો વધારે સારો રીપોર્ટ તૈયાર થયો  હોત.ગુજરાત સમાચાર જેવા મહત્વના દૈનિક પત્રનો અહેવાલ,એ પણ છેલ્લા પાને હોય અને તેનું હોમ વર્ક ના હોય તે કેમ ચાલે.આખો દિવસ ફોન ચાલતા હતા.સતત સૌ પૂછે,શું થયું તમારા ચોપડામાં????રોજ બદલવા નીકળી પડો છો???આવું જ લખો છો???છેવટે ફોન બંધ કર્યો.એક તરફ સામાજિક વિજ્ઞાન,ગણિત અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે અહેવાલ અને સી.આર.સી.કો.ઓ.ના રીવ્યુની વાત.બસ,આજનો દિવસ સાચુખોટું સાંભળવામાં જ પસાર થયો.
અમારું રોકાણ હતું.અનોખી સંસ્થા...અનોખું કામ અને બધું જ જાણે આપણને અનોખું લાગે.આવા સંકુલમાં રોકવાનો પણ લહાવો છે.આં લાહવો અમે લીધો.આ તરફ ફરવા આવનારે આં સંકુલની મુલાકાત લેવી જ તેવું મારું માનવું છે.  
  

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી