be the change...
બાળકને શાળા ગમે?જવાબ ગમેતે હોય તો બીજો સવાલ છે. કેમ?કારણ કે આપણે એક પણ તરફ આ કેમનો જવાબ મેળવવા પ્રયત્ન કરતાં નથી.છોકરાંને ઘરે શાળા જેવું વાતાવરણ આપવા આપણે સાચા ખોટા પ્રયત્ન કરીએ છીએ.આવા અડધા સાચા પ્રયોગો જ બાળકને શિક્ષણથી દૂર કરે છે.આપણને કેમ એ નથી સમજાતું કે ઘર એ ઘર છે.શાળા એ શાળા.આ બન્ને વચ્ચેનો તફાવત આપણે સમજી તેનો અસરકારક ઉપયોગ કરીએતો સારું પરિણામ મળે.આ પરિણામ કઈ ચા બનાવવા જેવું સરળ નથી.આ માટે અનેક વર્ષોની મહેનત અને એક વૈચારિક અમલીકરણને આધારે જ સફળતા પ્રાપ્ત
થાય છે.દરેક નિષ્ફળતા સફળતા તરફ દોરી જતું એક પગથીયું બને.આવાં પગથીયા જ એક સફળ સમાજની રચના કરી શકશે.
નાનાં છોકરાં.સૌને ગમે.તેમની એક અલગ દુનીયા હોય.કોઈ નાનું કે મોટું ના હોય.છોકરાં બધાં સરખાં જ હોય. મારી શાળા ખૂબજ નાની.આ શાળાને ગમતી નિશાળ નામ આપ્યું.ગમતી નિશાળ એટલે બાળકોના કાયદાથી ચાલતી નિશાળ.બધાં કરતાં જુદી જ શાળા જોઈ બધાને પણ આ ગમતી નિશાળ ગમે..અમે અહીં રમકડાં બનાવ્યાં.ગીત બનાવ્યાં.અમે રમતો રમ્યાં.એક અનોખી શાળા જોવા ગમતી નિશાળના મુલાકાતી વધ્યા.ગમતી નિશાળ આઈ.આઈ.એમ.અમદાવાદને પણ ગમી.અનેક રાજ્યોના ઇનોવેટર્સે ગમતી નિશાળની મુલાકાત લીધી.આજે આ છોકરાંને લીધે જ આજે મારી એક ઓળખ છે.
Comments