ઠેલણ ગાડી...આબુની ઓળખ...
હવા ખાવાનું
સ્થળ.અહીં ગુજરાતના અને તેની બહારથી પણ લોકો
આવે.જોવાજેવો પ્રદેશ.આ પ્રદેશમાં અનેક
ઐતિહાસિક સ્થળ છે.અહીં મારે આબુની
વાત કરવી નથી પણ ત્યાં જોયેલા એક ખાસ પ્રસંગની વાત કરવી છે.આબુ જાવ એટલે નખી તળાવની મુલાકાત લેવી જ. કહેવાય છે કે આ
તળાવને નખથી ખોદવામાં આવ્યું હતું.
આબુમાં ઠેલણ ગાડી જેવી
નાની લોખંડની ગાડીઓ ફરે છે.અહીં ઢળાવ
વધારે હોઈ મોટી લારી કે તેવું ભારવાહક સાધન ચાલે તેમ નથી.નાની ફેરણી કરવા માટે આ ઠેલણ ગાડી ચાલે છે.તેના ઉપર ચાચા
ઇન હોટલની જાહેરાત લખેલી હોય છે.હું પણ આબુ ગયો
હતો.અમે અહીં ફરતાં હતા.આસપાસ ખરીદી કરી અમે ઊભાં હતા.
એક મજબૂત બાંધાનો માણસ
મને કહે:’સાહેબજી સેર કરોગે?’મેં કહ્યું:’કિસમે બેઠકે સેર કરવાઓગે?’મને કહે:’ઇસ
ગાડીમે બેઠ જાઓ.’અમે બેઠા.તેણે અમારી પાસે ૧૩૦ રૂપિયા નક્કી કર્યા હતા.૩.૫
કિલોમીટર તળાવની આસપાસ ફરવાનું હતું.
અમે બેઠા અને મેં વાત
કરી.અમારી ગાડી દાનાભાઈ
દેસાઈ ચલાવતા હતા.છેલ્લા નવ વર્ષથી તે આ વ્યવસાય કરે છે.મેં કહ્યું આ વ્યવસાયથી ઘર
ચાલે તેટલું કમાઈ શકાય છે?મને કહે:’’હા,પણ તે કરતાં અમે આબુને બચાવીએ છીએ તેનો સંતોષ હોય
છે.’’મને થયું:’’આ કઈ રીતે આબુને બચાવે છે?’’અમે વાતો કરતાં હતાં.મને કહે
સાહેબ,આવી ત્રણસો ગાડી ચાલે છે.બધાને હોટલ ચાચાઇન વાળા દરેક મહિને પચાસ રૂપિયા આપે
છે.પેટ્રોલની જરૂર નહિ.પ્રદૂષણ મુક્ત આબુ.તેની સુંદરતા અને અનોખાપણું અમે બચાવવા
મથીએ છીએ.
દાનાભાઈ અભણ છે.તે કહે છે,આ વ્યવસાયમાં એંસી પરિવાર અને ચારસો કરતાં વધારે લોકો
જોડાયા છે.હા આ બ્રેક વગરના વાહન ઉપર બેસી મજા આવી અને મજા માણી.
Comments