ઈયળ મરતી નથી...
ધારી ગામ.એક અનોખી ઓળખ.આ ગામની ઓળખ આપવા માટે આખો લેખ લખવો પડે.પણ અહીં બીજી
જ વાત કરાવી છે.આજે એક ચેનલ પર અહેવાલ હતો.ધારી પાસેના એક ગામની વાત હતી.અહીં ખેતીમાં ઇયળો થઇ ગઈ છે.ઇયળો પણ એટલી
બધી કે ખેતરમાંથી ગામમાં આવી છે.ઘર અને ચોકમાં પણ ઇયળો જોવા મળે છે.સતત તેને
સાવરણીથી વાળવી પડે છે.આખા ઘરમા અને ગામમાં સૌ પરેશાન છે.વહીવટી તંત્ર પણ પરેશાન
છે.અનેક પ્રકારની દવાઓ છાંટી પણ આ ઇયળો મરતી
નથી.
મારા એક મિત્ર અને કૃષિ સંશોધક શ્રી પ્રહલાદજી સાથે મારે વાત થઇ.મેં તેમને આવું થવા જવાબદાર પરિબળો વિશે જણાવવા
કહ્યું.તે કહે:’જે ખેતરોમાં સતત રસાયણિક ખાતર અને દવાઓ વધારે નાખી હોય ત્યાં આવું થાય.’મને સમજાવતા કહે જેમ સતત
દવા લેવાથી તેનો ડોઝ વધારવો પડે છે તેમ જ
આ ઇયળો માટે ડોઝ વધારવો પડે.
હવે કોઈ પણ ઋતુમાં બધાં જ ફળ મળે તેનો
રાજીપો ધરાવનાર આ પણ સમજે કે પર્યાવરણ એ સૌની મિલકત છે.આજે ધારીની વાત છે કાલે ધોલેરા અને પછી
ધોળાવીરા.આ અહેવાલની હાલ ચર્ચા નથી. હા, તે વિશે જાગૃતિ કેળવાય તે પણ જરૂરી છે.
Comments