ANNA HAJARE & RAMADEV


આજે બાબા રામદેવ અને અન્ના હજારે દિલ્હીમા એકઠા થયા.કરોડો રૂપિયાના કાળાધનને ભારતમાં પરત લાવવા તેઓ પ્રયત્ન કરે છે.એ.ડી.આઈ.ના અહેવાલને ટાંકીને તેમણે વાતો કરો.ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનો અહેવાલ આજે મીડિયામાં પણ ચર્ચામાં છે.

અન્ના અને બાબા આજે છવાયેલા છે.ક્યાંક કોઈક વાતે ચવાયેલા છે.છતાં આજે ૧૫ લાખનો જમીનનો દસ્તાવેજ ૩ લાખમાં કરાવનાર અને કરનાર બન્ને અન્નાને જાહેરમાં ટેકો આપે છે.આજે અન્ના વિશે થોડી વિગતો આપી છે.એક શાળાના બાળકે બનાવેલો પ્રોજેક્ટ એવાજ  સ્વરૂપે અહીં રજૂ કર્યો છે.




નામ: કિશન બાપટ બાબુરાવ હજારે(લોક્નામ:અન્ના)




જન્મ ૧૫ જૂન ૧૯૩૭.
સરનામું:

રલેગન સિદ્ધિ.(મહારાષ્ટ્ર)ભારત.

વ્યવસાય:
પૂર્વ સૈનિક અને સમાજસેવી.


એક પરિચય:


અન્ના હજારે.માત્ર ભરતા જ નહિ આખા વિશ્વમાં એક અનોખી ઓળખ ધરાવે છે.આ અન્ના હજારેને આજકાલના લોકો માત્ર કરપ્શનના વિરોધો  તરીકે ઓળખે છે.પણ તે કરતાં પણ તેમનું કામ ખાસ છે.૧૯૬૨ ના ભારત અને ચીનના યુદ્ધમાં તેઓએ ભારતના એક સૈનિક તરીકે જવાબદારી નોભાવી.તેમણે ભૂતાન,સિક્કિમ,લાદ્દાખ અને જમ્મુ કાશ્મીર જેવા અનેક વિસ્તારમાં ફરજ નિભાવી.તે જીવનને દરેક રીતે જોતા.ખૂબ જ મુજવણ તેમણે આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું.આ વખતે તેમણે લખેલા બે પાનના ટૂકા  લેખે તેમનું જીવન બદલ્યું.

સ્વામી વિવેકાનંદ અને અન્ના:

અન્ના મુસાફરીમાં હતા.દીલ્હી ખાતે રેલવે સ્ટેશનેતે ઊભા હતા.અહીં બુક સ્ટોરમાં તેમની નજર એક પુસ્તક પર પડી.સ્વામી વિવેકાનંદનું એક પુસ્તક હતું.તેના પરનો ફોટો જ એવો હતો કે અન્નાએ આ પુસ્તક મુસાફરીમાં જ વાંચી લીધું.અહીંથી તેમણે કૈક ખાસ પ્રેરણા મળી.૧૨ મી નવેમ્બર ૧૯૬૫ની  વાત છે.અન્ના ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું.અન્ના હજારે સેનાના નિયમ મુજબ રોજની જેમ દાઢી બનાવતા હતા.એક ગોળી સનનન...કરતી આવી અને અન્નની  પાસેથી  ફટાક કરતી પસાર થઇ.આ દિવસે અન્નાને તેમનું નવું જીવન મળ્યાનું લાગ્યું.આ પછી તેમણે લોક સેવા અને લોક જાગૃતિની અનેક કામગીરી કરી.અહીં એ વાત પણ કહેવી કે તેમને ગાંધીજી સાથે સરખાવવાની વાતમાં અનેક લોકોના જુદા જુદા વિવાદો છે.આ વિવાદો આપણે જોયા કે સાંભળ્યા હોઈ અહીં વાત કરાવી યોગ્ય નથી.
એક અનોખા માનવી અને હાલના સાચા સમાજ સેવક એટલે અન્ના હજારે.અન્ના એટલે વડીલ.અન્ના એટલે આદરપાત્ર વ્યક્તિ.આ મરાઠી સહબ્દ છે.જેમ ગુજરાતમાં વડીલ કે મોટાભાઈ કહેવાય છે તેમાં જ....અન્ના.તેમનું ગામ એક રીતે વિશ્વનું સહુથી સંપ ધરાવતું અને ગાંધીમાર્ગે ગ્રામ સ્વરાજથી ઓળખાતું ગામ છે.આ ગમે દેશ અને દુનિયામાં પોતાનું નામ અનોખી રીતે ઉભુ કર્યું છે.

રાલેગન ગામ:



અનેક મંત્રીઓ અને તેવાજ મોટા નેતાઓને તેમણે કરપશન અથવા ભ્રષ્ટાચારને લીધે રાજીનામું મુકાવવાની સફળતા મળી છે.અનેક સરકારોના ભ્રષ્ટાચાર જો આન્નાના ધ્યાનમાં આવે તો બસ ખલાસ.આજે આપણા દેશમાં આજે એવો કાયદો છે કે કોઈ પણ વિગત જાણવાનો આપણો અધિકાર છે.એવી  કોઈ વાત હવે કોઈ છુપાવી શકતું નથી જે સરકારી હોય.આવા કાયદાને લીધેજ આજે ભરતા દેશના દેવા જેટલાજ મોટા કૌભાંડ બહાર આવે છે.આ કાયદો બનાવવા માટે અન્ના હજારેએ જ ભારતમાં પહેલ કરી હતી.આજે અન્નાની સાથે જોડાયેલા અનેક કરોડ લોકો છે.આ કરોડો લોકોમાં વૃદ્ધ,યુવાન અને બાળકો પણ છે.


અન્ના હજારે આપણાં ધોબી:
 ભારતદેશમાં ચાલતું નામ. આ અન્નાનું  લાંબુ ચાલે તો ઈમાનદાર માણસને બધાં અન્ના કહેશે. મહંમદ તઘલખ એટલે તઘલખ વંશનો બાદશાહ.આજે સતત તર્ક કરી વાત કરનારને આપણે તઘલખી કહીએ છીએ.તઘલખ વંશના આ બાદશાહને ખરેખર મહંમદ ધુનો તરીકે જણાવો રહ્યો.આવા અનેક રાજકીય નિવેદનો આપણે સાંભળ્યા.અન્ના હજારેની  વાત કરનારને અન્ના વિષે કેટલી જાણ છે?અન્નના ફોટાની આરતી બતાવવામાં વ્યસ્ત મીડિયા.આ મીડીયાએ અન્નના કરેલા ગ્રામવિકાસના કામને બતાવવું રહ્યું.કોઈ નેતા શું બોલ્યા તે કરતાં કેમ આવું ના બોલ્યા તેણી ડીબેટ થવી જોઈએ.
આપણને રસ છે.ભ્રષ્ટાચારનો ખાતમો થાય તેમાં.કરપ્શન કરાવ્યા વગર કામ થાય તેમાં.કોઈને સાચું કામ કરાવવા ખોટું ના કરાવવું પડે તેમાં.આવું રાજ્ય એટલે રામ રાજ્ય.રામ રાજ્યમાં પણ કોઈએતો ધોબી થવું પડેને.અન્ના હજારેએ રામરાજ્યના ધોબીનું કામ કર્યું છે.જે સરકારના વડાને પણ કહે છે કે:`` તમે આ કામ કરવામાં ઢીલા પાડો છો.``એમ જ જેમ ધોબીએ રામ ભગવાનને સીતાજી માટે કહ્યું હતું.ત્યાં સીતાજી પવિત્ર હતા જ હતા.અહીં એક પણ નેતાની પવિત્રતાની વાત કરાય તેમ નથી.હા અન્નાની સમાજમાં અસર છે.હાલ ઉત્સાહ છે.સરકાર ભીસમાં છે.વિરોધ પક્ષનું ઠેકાણું નથી.આપણે કોઈને પૈસા આપીએ નહિ અને લઈએ પણ નહિ.આવું જીવન જીવવા માટે નાનાં છોકરાં પર જ અપેક્ષા રાખી શકાય.વિવિધ સંપ્રદાય બાલસભા બોલાવે છે.તેમાં તેમના સંપ્રદાયની વાત સહજતાથી કહેવાય છે.બાળકો મોટા થાય પણ નાનપણની આ બાળસભામાં પ્રાપ્ત કરેલું જીવનમાં ઉતરતા જોવા મળે છે.આવા નાના મારા પ્રોજેક્ટથી અમારું પણ ઘડતર થશે.એવો મને વિશ્વાસ છે.બેટા,ઓફિસેથી ફોન હોય તો કહેજે કે પપ્પા બહાર છે.આવા વાતાવરણમાં અન્ના પેદા થાય?આવા અમારા અન્નાને અનેક બહુમાન મળ્યા છે.આ અન્ના હજારેનું સાચું નામ કિશન બાપટ બાબુરાવ હજારે છે.તેઓનો જન્મ ૧૫ જૂન ૧૯૩૭ના રોજ થયો હતો.

અન્નાનું સન્માન:

પદ્મશ્રી સન્માન:૧૯૯૦                                     
પદ્મવિભૂષણ સન્માન:૧૯૯૨
ગોદાવરી ગૌરવ પુરસ્કાર:૧૯૯૬
મહાવીર પુરસ્કાર:૧૯૯૭
કેર ઇન્ડિયા એવોર્ડ:૧૯૯૮
દિવાળીબેન મહેતા એવોર્ડ:૧૯૯૮
આ ઉપરાંત અનેક સન્માન મળ્યા છે.સૌથી મોટું સન્માન તેમણે ભારતની જનતાએ આપ્યું છે.

હવે હું પણ અન્ના:


હું અન્ના...તું અન્ના ...ચાલો,રમીએ અન્ના અન્ના,સાથે સાથે સૌએ રમીએ સૌની સાથે અન્ના અન્ના.
છોકરાં બને અન્ના અન્ના,ભેરુય બને અન્ના અન્ના.મમ્મી બને અન્ના અન્ના,પપ્પા બને અન્ના અન્ના.
રમીએ સૌ અન્ના અન્ના,સાથે બોલીએ અન્ના અન્ના.છોટા હોય કે હોય મોટા,સૌની સાથે અન્ના અન્ના.
સાથે રહીએ સૌની  સાથે કારણ સૌ છે અન્ના અન્ના,નાના અન્ના મોટા અન્ના બનીએ સૌએ અન્ના અન્ના. 
ભારતમાં છે એક અન્ના,નાનાને મોટા અનેક અન્ના.કોઈ બને કે ના બને અહીં બની ગયા છોટુજી અન્ના.
હું અન્ના...તું અન્ના ...ચાલો,રમીએ સૌ અન્ના અન્ના,સૌની સાથે સૌને માટે બનીએ આપણે અન્ના અન્ના.

Comments

Jayesh Talati said…
KHUBJ MAST BLOG CHHE
NE HU AA BLOG NE SHARE KARU CHHU MARA FACEBOOK NI WAL UPAR JRTHI MARA MITRO AA BLOG NO LABH LAI SAKE KHUB KHUB ABHINANADAN BHAVESHBHAI AAPNE ..........LAGE RAHO .........
Bee The Change said…
लो आपने कहा... में लगे रहा...
शेर करो....सवाशेर करो...मेरे दोस्त अच्छी के साथ गलती दिखाती कोमेंट करो....

शुक्रिया...

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર