બાપ રે બાપ....
આપણો
દેશ લોકશાહી ધરાવે છે.દુનિયાની સૌથી મોટી લોકશાહી ધરાવતો આ દેશ.જયારે આપણો દેશ
આઝાદ થયો ત્યારે ખૂબ પરશો હતા.આજે પણ તે જ પ્રશ્નો છે.કદાચ તેનું સ્વરૂપ બદલાયું
છે.ગોરાઓની ગુલામીમાંથી આપણે સૌ છૂટ્યા.તે વખતે કહેવાતું કે ભરત દેશ આજાદ થયો.આઝાદ દેશનું મહત્વ તે સમયે
એટલા માટે હતું કે દુનિયાની તે સમયની કુલ વસ્તીનો છઠો ભાગ સંયુક્ત ભારતમાં
હતો.સંયુક્ત ભારત વિષે આખો ગ્રંથ લખાયા છે.અહીં વાત કરવી છે.લોકશાહીના રાજાઓની.
આયોજન
પંચ.ભારતના વિકાસ માટેનું આ કેન્દ્ર.સરકારની નાની મોટી તમામ વ્યવસ્થા અને યોજનાઓ
પાછળ આયોજન પંચ હોય છે.આ પંચના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. અધ્યક્ષ તરીકે વડાપ્રધાન
મનમોહનસિંહ છે.ઉપાધ્યક્ષ તરીકે મોન્ટેકસિંહ આહલુવાલિયા છે. બંધારણમાં તેની જોગવાઈ
છે.અત્યારના આયોજન પંચના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને અર્થશાસ્ત્રી છે.બંને ભારતની
અને દુનિયાની અર્થ વ્યવસ્થાના જાણકાર,અભ્યાસુ,ચિંતક અને વિચારક છે.બંને માથે પાઘડી
ધરાવે છે. આયોજન પંચે ગરીબની વ્યાખ્યા નક્કી કરી હતી. માત્ર સત્તાવીસ રૂપિયામાં
એક દિવસ જીવી શકાય.તે કરતાં વધારે દૈનિક આવક મેળવનાર ગરીબ ન કહેવાય. આ વાતે ખૂબ જ
ચર્ચા ચાલી.બે દિવસ સુધી ટી.વી. મા આ જ સમાચાર બન્યા.આ ગરીબની આવક નક્કી કરવાની
વાતમાં એક સમાચાર કોઈને ધ્યાને ન આવ્યા.
હમણાં મોંન્ટોકસિંહ
આહુવાલિયા સાથે જોડાયેલા એક સમાચાર હતા.આ મહામાનવ દુનિયાના મોટા અર્થશાસ્ત્રી
પૈકીના એક છે. તેમને કેબીનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો મળે છે.આ કઈ સમાચાર
નથી.સમાચાર છે તેમની ઓફિસનું શૌચાલય રીપેરીંગના. શૌચાલય રીપેરીંગ સમાચાર ન
હોય.ગાંધીજી રેલ વે ની મુસાફરીમા હતા.તેમને શૌચ ક્રિયા માટે જવાનું થયું.શૌચાલય
ખરાબ અને ગંદુ હતું.બાપુ એ ત્યાં છાપનો
કાગળ અને પાણી લઇ જાતે રેલ વે નું શૌચાલય સાફ કર્યું હતું.ત્યારે પણ તે સમાચાર
બન્યા ન હતા.મોન્ટેકસિંહ કેમ સમાચારમાં છે?તે કઈ જાતે શૌચાલય સાફ કરી પ્રેસમાં
ફોટા સાથે ન હતા.વાત જાણે એમ બની કે માત્ર ૩૫ લાખ રૂપિયા ખર્ચ થયો.આયોજન પંચની
કચેરીમાં શૌચાલયની મરામતનો.
ગુજરાતને નિર્મળ ગુજરાત
કહેવાનું સરકારે શરૂ કરાવ્યું છે.તેની સારી અસરો પણ વર્તાય છે.નગરપાલિકાનો સાયરન
વગાડતો ડબ્બો કચરો લેવા આવે.નિર્મળ ગુજરાતની વાત ત્યારે યાદ આવે છે.ગુજરાતની
શાળાઓમાં પણ છોકરાં માટે વ્યવસ્થા કરવામા આવી છે.મોટે ભાગે શાળાઓમાં સંડાસ અને
બાથરૂમની વ્યવસ્થા છે. ગુજરાતમાં પણ પેપર ઉપર દરેક ઘરે સંડાસ હશે.આ પેપર વર્ક
કરનાર કેમ ભૂલી જાય છે કે તે લોકોના પૈસાનો ઉપયોગ કરે છે.?ગરીબને દિવસભર જીવવા
માટે સત્તાવીસ રૂપિયા નક્કી કરનાર આયોજન પંચ શૌચાલય રીપેર કરાવવા માટે પાંત્રીસ
લાખ રૂપિયા ખર્ચે છે.
.ગરીબ કલ્યાણ મેળા.સરકારનો
અનોખો પ્રયોગ.સરકાર આવે આંગણે.ગરીબની અરજીને આધારે તેને લોન મળે.સરકારની કોઈ સહાય
એક તબ્બકે ન ચુકવાય.એક કરતાં વધારે તબ્બકે સહાય ચુકવવાની હોય. પ્રથમ તબક્કો મંત્રી શ્રીને હાથે
ચુકવાય.ભવ્ય કાર્યક્રમ થાય.બાકીની સહાય ઓફિસમાંથી મળે.??? હા,આ ગરીબ કલ્યાણ મેળામાં
સૌને આકર્ષણ રહેતું નાટકનું. ગરીબ કલ્યાણ મેળામાં એક નાટક જોવા મળતું હતું.’મારે
ગરીબ નથી રહેવું ’આ નાટકમાં એક સંવાદ હતો.’ઘેર
ઘેર જાજરૂ,ઘરની આબરુ.’ભારતના આયોજન
પંચે શૌચાલય બનાવવા જે સહાય આપવાની જોગવાઈ કરી છે.કોઈ મંત્રાલય આ ગ્રાન્ટ આપતું
હશે.આ નિયત કરેલી રકમ પાંત્રીસો રૂપિયાની આસપાસ છે.ગરીબ માણસ જે એક દિવસના
સત્તાવીસ રૂપિયામાં જીવી શકે તેને શૌચાલય પણ ૩૫૦૦ રૂપિયામાં બની જાય.જેઓ રોજના
મારા તમારા રૂપિયા સત્તાવીસ હાજર ???માં
જીવતા હોય તેમના શૌચાલયનું રીપેરીંગ પણ ૩૫.૦૦.૦૦૦માં જ થાય.
Comments