વિઝન 2020નું મહત્વ...
આજે સમગ્ર દુનિયા એક સાથે આગળ વધી રહી છે. વિકાસ માટે સૌથી મહત્વનું કશું હોય તોનાએ છે આધુનિક ટેકનીક અને ટેકનોલોજી. આ કારણે વિશ્વ આજે નાનું બની ગયું છે. કહી શકાય કે વિશ્વ આજે મોબાઈલમાં સમાઈ ગયું છે. આ તો થઈ આધુનિક ટેક્નોલોજીની વાત. આજે આપણે વાત કરી રહ્યા છીએ અબ્દુલ કલામના વિઝન 2020ની

ભારત દેશના એક એવા રાષ્ટ્રપતિ જે રાષ્ટ્રપતિ તરીકે તો સફળ રહ્યા જ હતા. છતાં જો તે રાષ્ટ્રપતિ ન બન્યા હોત તો પણ તેઓ ભારત માટે તો ભારત રત્ન જેટલું જ મહત્વ ધરાવતા હોત. એક ગામડાના, ગરીબ મુસ્લિમ પરિવારના બાળકે એક વૈજ્ઞાનિક તરીકે એટલું બધું કામ કર્યું,દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એવી મજબૂતી અપાવી કે તેઓને ભારત રત્ન દ્વારા બહુમાન કરવામાં આવ્યું. રાજકીય રીતે વડાપ્રધાન પદે બેઠેલ વ્યક્તિઓ એ પોતાની સરકાર હોય,પોતે વડા પ્રધાન હોય અને ભારત રત્ન બની બેઠા હોય. એક વડાપ્રધાને તો ભારતમાં આવા પદ્મ પુરસ્કારોનો વિરોધ કરી તેમના કાર્યકાળમાં આવા સન્માન જે અંગ્રેજોની ગુલામીનું સ્વરૂપ આપી બન્ધ કરાવી દીધા હતા. જો કે આ બંધ કરનાર સ્વ. મોરારજી દેસાઈને ભારત રત્ન અને પાકિસ્તાનનો સર્વોચ્ચ પુરસ્કાર પ્રાપ્ત કરવાનું ગૌરવ મળ્યું હતું. આજે જ્યારે આપણે અબ્દુલ કલામના વિઝન અંગે વાત કરી રહ્યા છીએ. અહીં એક વાત એ કરવી જરૂરી છે કે રાષ્ટ્રપતિ તરીકે જવાબદારી નિભાવવાની શરૂઆત પછી પ્રથમ બાળ દિને રાષ્ટ્રપતિ તરીકે સમગ્ર દેશમાંથી દરેક રાજ્યના 10 બાળકો અને બે શિક્ષકોને પસંદ કરી રાષ્ટ્પતિ ભવનમાં નિમંત્રીત કરવામાં આવ્યા હતા. આ વખતે ગુજરાતમાંથી શ્રી જયેશ પટેલ(રાજ વિદ્યાનગર પ્રાથમિક શાળા,કાંકરેજ.બનાસકાંઠા) અને શ્રી દિનેશ દેસાઈ(ના. શાસણાધિકારી AMC)ની પસંદગી થઈ હતી.ત્યારે  રાષ્ટ્રપતિ ભવનમાં આખો દેશ અને દેશના પ્રતિભાવાન બાળકોને પસંદ કરી નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમાપન થયું તે પછી કલામ સર દ્વારા દેશના પ્રતિભાશાળી બાળકો પોતાની પ્રતિભા રજૂ કરે. તેમની રજૂ થયેલ પ્રતિભાને દેશ વિદેશ આગળ રજૂ કરી શકાય અને આ બાળકોની વ્યક્તિગત ઓળખ ઉભી થાય તે માટે એક ફાઉન્ડેશનની રચના કરવાનું વિચાર્યું. 

આ માટે સમગ્ર દેશ અને દુનિયાના ગ્રાસરૂટ ઇનોવેશન ગુરુ,સૃષ્ટિ અને હનીબી નેટવર્કના સ્થાપક અને સંયોજક પદ્મશ્રી અનિલ ગુપ્તા. એમની સાથે  અમેરિકા સામે આંતર રાષ્ટ્રીય કોર્ટમાં કેસ લડી લીમડો અને હળદરની પેટન ફરી ભારતના ખાતામાં પરત લાવનાર પ્રબુદ્ધ વૈજ્ઞાનિક અને પદ્મ ભૂષણ ડૉ. આર. માશેલકર દ્વારા નેશનલ ઇનોવેશન ફાઇન્ડેશનની સ્થાપના કરવામાં આવી. આ સંસ્થા સમગ્ર દેશમાંથી બાળકો,ખેડૂતો,ઉદ્યોગ જૂથો,ઇજનેરો અને શિક્ષકો સાથે મળી તેમના નવ વિચારોને શોધવાનું અને તેને પ્રસ્થાપિત કરવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે.

પદ્મશ્રી અનિલ ગુપ્તા દ્વારા અત્યાર સુધીમાં  40 કરતાં વધારે શોધાયાત્રાઓ કરવામાં આવી છે. વાંચકો ને એ સ્પષ્ટ કરું કે જ્યારે શિયાળામાં ઠંડી પડે ત્યારે ઠંડા પ્રદેશમાં, જ્યારે ગરમી પડતી હોય ત્યારે ગરમ પ્રદેશમાં અનિલ ગુપ્તા શોધાયાત્રાઓ કરે છે. આ યાત્રામાં ખાસ વ્યક્તિઓ દ્વારા કોઈ પણ ક્ષેત્રમાં વિશેષ કાર્ય કરનાર માટે અનિલ ગુપ્તા સાથેની મુલાકાત પછી જાણે એ વિચારકનું જીવન બદલાય છે. તેમાંય તેના કામની નોંધ રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચે છે. આ પછી મીડિયા અને અન્ય માધ્યમ દ્વારા આ વ્યક્તિના કામની પ્રશંશા થાય છે. આપણા જિલ્લામાં પ્રથમ પદ્મશ્રી અપાવનાર ગેનભાઈ પટેલને પણ સૃષ્ટિ સંસ્થા દ્વારા સૃષ્ટિ સન્માન આપવામાં આવ્યું. આ સન્માન પછી બે ત્રણ વર્ષમાં ગેનાજી પટેલ ને પદ્મ પુરસ્કાર વડે ભારત સરકારે સન્માનિત કર્યા. આવા તો અનેક વ્યક્તિઓ ને સૃષ્ટિ સન્માન મળ્યું. આ સન્માન પછી કેટલાય વિશેષ કાર્ય કરનાર ને પદ્મ પુરસ્કાર મળ્યા. આમ અનિલ ગુપ્તાની દિર્ગ દૃષ્ટિ દ્વારા છેવાડાના માનવી અને યોગ્ય કાર્યકર ને સરકાર દ્વારા પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા. 

આ જ બાબત સૃષ્ટિ સંસ્થાન ને વૈશ્વિક રીતે અનોખી ઓળખ ઉભી કરવામાં સફળતા મળી છે. આ લખનાર ને પણ વર્ષ: 2015 માં સૃષ્ટિ સન્માન વડે સન્માનિત કરવામાં આવેલ છે. આ સન્માન મને મારા નોંધાયેલ વર્લ્ડ રિકોર્ડ કરતાં પણ વધારે મહત્વનું લાગે છે. અહીં સરળ ભાવે એ લખીશ કે આપણા જિલ્લામાં સૃષ્ટિ સન્માન બે જ વ્યક્તિને મળ્યું છે. જેમાં એક ગેનાભાઈ પટેલ(લાખણી) અને બીજું સન્માન શિક્ષણમાં ઇનોવેશન માટે મને મળ્યું છે. આ બધું શક્ય બન્યું NIF દ્વારા અને તેય ખાસ કલામ સરના વિઝન 2020 ને કારણે.નાના શહેરના બાળકો આ કારણે આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ હોંસલ કરી રહ્યા છે. અબ્દુલ કલામ સર સદેહે હયાત હતા ત્યારે ઇજ્ઞાઇટ એવોર્ડ આપતો હતો. આ એવોર્ડ અત્યારે કલમ સરના દેહ વિલય પછી એ.પી.જે. અબ્દુલ કલામ ઇજ્ઞાઇટ એવોર્ડના નામથી અપાય છે.

આ બાળકોના ઇજ્ઞાઈટ એવોર્ડ છેલ્લા 9 વર્ષથી અપાય છે. આ વર્ષે કોરોના ને કારણે આ યોજના અંતર્ગત બાળકો સુધી બહોળી સંખ્યામાં ન પહોંચી શકવાને કારણે 10 હજાર બાળકોએ પોતાના વિચારો ઓન લાઈન રજૂ કર્યા. આ વિચારો પૈકી આ વર્ષે કુલ 15 બાળકો આ એવોર્ડ માટે પસંદ થયાં. 


અહીં બનાસકાંઠા જિલ્લા માટે એક ગૌરવ લેવા જેવી બાબત એ છે કે જિલ્લામાં અત્યાર સુધી ત્રણ બાળકોને ઇગ્નાઇટ પુરસ્કાર મળી ચુક્યા છે. જેમાં જિલ્લાને પ્રથમ વખત આ બહુમાન અપાવનાર નિલેશ હેમાણી (2017) ને ફોર વિલર ગાડીના નવ વિચાર માટે આ સન્માન મળ્યું હતું.


પાલનપુરના નિર્જર દવે ને (2018)માં બીજ રોપવા માટેની સરળ મશીનરી બનાવવા માટે આ સન્માન મળ્યું હતું.ચાલુ વર્ષ 2020માં ચાર્મી પંડ્યાને દિવ્યાંગ વ્યક્તિઓ માટે ખુરશી બનાવવા માટે આ પુરસ્કાર મળ્યો. આવા નાના બાળકોને રાષ્ટ્રપતિ ભવનમાં નેશનલ એવોર્ડ મળે. સાથે તેમના વિચાર આધારિત વૈશ્વિક પેટન પણ આપવામાં આવે છે. આ બધું શક્ય બન્યું કલામ સાહેબના વિચારોનો અમલ કરવાથી. આવા બાળકોને શોધવા દર વર્ષે 50 થી 60 હજાર બાળકો સાથે કાર્યશાળાનું આયોજન કરવામાં આવતું.આ 50 કે 60 હજાર બાળકો પૈકી 30 વિચારો પસંદ થતા હતા.આ વખતે કોરોના ને લીધે 10 હજાર વિચારોમાંથી 15 બાળકો પસંદ થયાં. એ પૈકી 9 બાળ વિચારકોને એવોર્ડ,સન્માન અને પેટન આપવામાં આવશે. જ્યારે 6 બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવશે. દર વર્ષે 15 ઓક્ટોબર એટલે કે કલામ સરના જન્મ દિવસે આ એવોર્ડ માટે પસંદ થયેલ બાળકોના નામની જાહેરાત કરવામાં આવે છે.

આજે જ્યારે શિક્ષણ મેળવવાને નામે બાળકોનું ભવિષ્ય ગોખવામાં જ ગુંચાયેલ રહે છે ત્યારે આવી સંસ્થા દ્વારા બાળકોને જીવનમાં આગળ વધવા માટે પેટન સાથે સન્માન આપવામાં આવે છે. આવા અનેક બાળકો સાથે આ લખનાર સીધા જોડાયેલ છે. આવા બાળકો અંગે ફરી ક્યારેક બીનોવેશન માં લખીશું એ નક્કી. પણ, આજે સમગ્ર દેશમાં બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરનાર અને તેમની આગવી ઓળખ ઉભી કરવા સતત સક્રિય પદ્મશ્રી અનિલ ગુપ્તા, સૃષ્ટિ ઓર્ગેનાઇઝેશન અને હની બી નેટવર્કના સ્થાપક અને NIF જેવી વૈશ્વિક સંસ્થાનના સ્થાપક સભ્ય પૈકી એક અનિલ ગુપ્તા ના સતત પ્રયત્નોથી આવા છેવાડાના વ્યક્તિઓ વૈશ્વિક ઓળખ ઉભી કરવામાં સફળ રહ્યા છે ત્યારે બીનોવેશન કોલમના વાંચકો તરફથી હું આવી અદભૂત સંસ્થાન અને તેના સ્થાપક સભ્યો ઉપરાંત સૃષ્ટિ ઓર્ગેનાઇઝેશનના સેક્રેટરી શ્રી રમેશ પટેલ,શોધયાત્રાના કો.ઓર્ડીનેટર ચેતન પટેલ,એનઆઈએફના ડાયરેકટર બિપિન કુમાર સહિત સૌનો આભાર માની આ કોલમ દ્વારા દેશના વિકાસમાં સહયોગી બનનાર અને સૌને તેમની પ્રતિભા મુજબ સન્માન આપવામાં અગ્રગણ્ય કલામ સરની વિઝન ડોક્યુમેન્ટેશન અને તેના સુચારુ અમલી કરણ કરનાર સૌને બીનોવેશન કોલમ તરફથી આભાર વ્યક્ત કરું છું.સૃષ્ટિના આધાર સ્થંભ અને સૃષ્ટિ દ્વારા આયોજિત શોધયાત્રાના કો.ઓર્ડીનેટર તરીકે તેઓ જવાબદારી નિભાવે છે. બાળકો બીજા કરતાં તદ્દન નવા જ વિચારો રજૂ કરે છે. આ માટે બાળકો સાથે આ વખતે પદ્મશ્રી અનિલ ગુપ્તા દ્વારા 'ચલો આવિષ્કાર કરે' નામે ઓન લાઈન કાર્યશાળાનું આયોજન સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રના નવ સર્જકો આ સંસ્થાને પોતાનો પરિવાર માની અનેકો સુધી આ વિચાર ફેલાવી રહ્યાં છે
.

ચેતન પટેલ

કો.ઓર્ડીનેટર. શોધયાત્રા.

સૃષ્ટિ ઓરગેનાઇઝેશ,અમદાવાદ.


પેટન કરવામાં અમેરિકા સૌથી આગળ છે. ભારતની વસતી ને આધારે વધુ પેટન નોંધાય એવો એક હેતુ રહેલો છે.NIF, સૃષ્ટિ, હનીબી નેટવર્ક દ્વારા મિશનમોડમાં આ કામ ચાલી રહ્યું છે. આશા છે ભવિષ્યમાં આપણ ને આ અંગે ચોક્કસ પરિણામ મળશે. આપણો દેશ પણ અનેક પેટન નોંધાવી વિશ્વમાં આ ક્ષેત્રમાં નામના હોંસલ કરશે.

શ્રી રમેશ પટેલ.

સેક્રેટરી, સૃષ્ટી ઓર્ગેનાઇઝેશન.

અમદાવાદ.

સર્જકો ઉજ્જવળ કડી છે.એમના દ્વારા દેશ વિશ્વગુરુ બને તે નિઃસંદેહ બાબત છે.જે આપણાં માટે,આપણાં અને દેશ માટે ગૌરવ  સમાન બાબત છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી