બળાત્કાર એક સામાજિક વિકૃત્તિ...


મુક બધીર દીકરી ઉપર બળાત્કાર:

માથું ધડથી અલગ કરી દીકરીની વિકૃત હત્યા પછી હવે શું...!બળાત્કાર એક એવો શબ્દ. આ શબ્દનો અર્થ કરવામાં અનેક સમસ્યાઓનો સામનો કરનાર વ્યક્તિ અને તેની માનસિકતા અંગે આજકાલ બધી બાજુ સાંભળવા અને જોવા મળે છે. અત્યારના સમયમાં મીડિયા કરતાં સોશિયલ મીડિયા એક અનોખી પકડ ધરાવે છે. જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થતો જાય છે એમ અનેક પ્રકારની સમસ્યાઓ અને વિકૃતિઓનો પણ વિકાસ થાય છે. બળાત્કાર એક એવો અપરાધ છે જે અનેકોને બરબાદ કરે છે. અત્યારે મીડિયા એ બળાત્કારનો ભોગ બનનાર સ્ત્રી કે મહિલા માટે 'નિર્ભયા' નામ પસંદ કર્યું છે. બળાત્કાર કરનાર એક અપરાધી નહીં સમાજનો દુશ્મન કે સમાજને  બરબાદ કરનાર વ્યક્તિ તરીકે આપણે એને જોઈએ છીએ. આ અંગેના એક નિયમ મુજબ બળાત્કારનો ભોગ બનાનરનું નામ કે ફોટો અજાહેર કરી શકતો નથી.તેની ઓળખ છતી ન થાય એ માટે મીડિયા કે વ્યક્તિઓને ચોક્કસ રીતે નિયમોને આધીન રહેવું પડે છે. આ સંજોગોમાં ડીસાની દીકરી પર થયેલ અમાનવીય ઘટના જેમાં વિકૃતિની તમામ હદ પર થઈ ગઈ. એક તરફ મુક બધીર દીકરી. તેને છેતરીને લઈ ગયા પછી બળાત્કાર ગુજારી કંપાવી નાખે તે રીતે તેની હત્યા કરી. આરોપી એ આ બાબત કબુલી અને હવે આગળની કાર્યવાહી કાયદા કુંજબ થશે. અહીં સવાલ એ છે કે સરકારી અધિકારી કે કચેરી આ દીકરીનું નામ કે ફોટો આપતા નથી.પરંતુ સોશિયલ મીડિય ઉપર આ દીકરીના ફોટો હાથમાં દંડો અને ગોગલ્સ પહેરેલ ફોટા વાયરલ થયા. આ પછી આરીપીની ધરપકડ થઈ.એણે બળાત્કાર કર્યાનું સ્વીકાર્યું. મહિલા આયોગ દ્વારા તાત્કાલિક આ બાબતમાં ઇનવોલ થઈ જરૂરી કાર્યવાહી સત્વરે થાય એ માટે મહિલા આયોગના સભ્ય શ્રીમતી રાજુલબેન દેસાઈ દ્વાર સીધી દેખરેખ રાખી પરિવારને ન્યાય મળે તે માટે કામ કર્યું. એક મહિલા તરીકે અને આયોગના સભ્ય તરીકે ડૉ. રાજુલ દેસાઈનું આ પગલું સૌ માટે આશાનું કિરણ બન્યું છે. અહીં સવાલ એ થાય છે કે આટલા બધા કડક કાયદા અને સજાની જોગવાઈ છતાં છેલ્લા કેટલાક સમયથી બળાત્કાર સાથે વિકૃત રીતે ખૂન કરવાના કેસ વધતા રહ્યા છે. આ માટે આધુનિક જીવન શૈલી ને જવાબદાર ઠેરવી શકાય. નજીવી કિંમતમાં આજે ઇન્ટરનેટની સુવિધા ઉપલબ્ધ છે. જેનો અવળા માર્ગે ઉપયોગ થતાં આ પ્રકારના કેસ સામે આવે છે. 


બિહાર, રાજસ્થાન,ઉત્તરપ્રદેશમાં છેલ્લા એક મહિનામાં બળાત્કાર સાથે નિર્મમ હત્યાના બનાવો મીડિયા દ્વારા સામે આવ્યા છે. આ રાજ્યો સિવાય પણ અનેક બળાત્કાર થયા અને થોડા દિવસોમાં એ ઘટના ભુલાઈ ગઈ હોય એવું બનતું આવ્યું છે અને બનતું રહેશે. આધુનિક અને ઝડપી જીવન શૈલી સાથે વ્યસનો અને તેની આદત બન્યા પછી વ્યક્તિ પહેલા વિકૃત અને તે પછી  જાને અંધ બની જાય છે. ઓસ્ટ્રેલિયાના વિચારક અને સેક્સ અંગેની બાબતોના સંશોધક  એલન વિસ્કિનના જણાવ્યા મુજબ બળાત્કાર કરનાર કે તેનો ભોગ બનનાર કેસ પૈકી સિત્તેર ટકામાં ભોગ બનનાર અને આરોપી પરિચિત હોય છે.નજીકના કે પરિવાર સાથે જોડાયેલ વ્યક્તિ જ આવું કૃત્ય કરે છે. એલનના મતે બળાત્કાર પછી આ આરોપી સ્વ બચાવ માટે કે આ કૃત્ય જાહેર ન થાય એ માટે ખૂન કરી દેવામાં જ પોતાની સેફટી જોનાર ગુનેગાર હત્યા કરે છે. 


હત્યા પણ એટલી વિકૃત રીતે કરવામાં આવે છે કે એ ઘટના જોનાર કે સાંભળનારને અરેરાટી આવી જાય છે. સાઉદી અરબ જેવા દેશમાં જાહેરમાં આવા ગુનેગારને સજા કરવામાં આવે છે. ખૂબ જ ઝડપથી આવી ઘટનાના કેસ ચલાવવામાં આવે છે. આવું આપણા દેશમાં શક્ય છે. કેટલાય લોકો ડરને કારણે, બદનામી કે અન્ય કારણોથી ફરિયાદ પણ કરતાં નથી. આ છતાં અત્યારે આવા કેસ વધવા પાછળ એક જવાબદાર કારણ એ છે કે લોકોને  આજે કોઈની શરમ રહી નથી. ડીસાની દીકરીના કેસમાં એ દીકરી મુક બધીર હતી. આજે એના ફોટો એટલા બધા લોકોએ શેર કર્યા કે તેની ઓળખ છુપાઈ શકાઈ નથી. જ્યારે આરોપીના ફોટો હજુ ઓછા લોકો સુધી પહોંચ્યો હશે. 


બળાત્કારતો સૃષ્ટિના સર્જનથી જ થતાં આવ્યા છે. વિકૃત રીતે બળાત્કાર પછી હત્યાઓ વધતી ગઈ છે. આ માટે માનસિક રીતે લોકો સ્વસ્થતા ગુમાવી ચુક્યા છે. અફઘાનિસ્તાન જેવા દેશમાં તો બળાત્કાર થાય એ વાત ને કોઈ પણ રીતે અલગ અલગ રીતે રજૂ કરી ડાબી જ દેવામાં આવે છે. દુનિયાના કેટલાક દેશો જ્યાં બળાત્કારની સંખ્યા ઓછી છે એવા અહેવાલ સામે એમ કહી શકાય કે ત્યાં આવા કેસ જાહેરમાં આવતા જ નથી. ડીસાની દીકરીની ઘટનામાં તરત સજા થાય એ કરતાં દાખલો બેસાડી શકાય એવી સજા થાય એ ખૂબ જરૂરી છે. રાજકીય રીતે આવા કેસને જોવાને બદલે એવા ગુનેગારને એટલીજ ભયંકર સજા કરવામાં આવે તે જરૂરી છે. ડીસા જ નહીં આખી દુનિયામાં આટલી વિકૃત રીતે કોઈનું ગળું કાપીનાખી હત્યા અને બળાત્કાર માટે અદાલત પણ આરોપી સામે  એ દીકરીની ઉંમર, મુક બધીર દીકરી અને તેની નિરમમ હત્યા કરનાર ને તરત સજા થાય એવું બને. અહીં અંતમાં એક રવફરન્સ સાથે લખીશ કે નિર્ભયના ગુનેગાર પૈકી એક ગુનેગાર 18 વર્ષ કરતાં નાનો હોઈ તેને જુએનાઇલ અંતર્ગત કાયદા અમલી બન્યા.એ છોકરાને બાળ ગુનેગાર હોઈ એ કાયદા ને કારણે સજા ન થઈ શકી. આ ઘટનામાં 17 વર્ષ અને 3 મહિના ની ઉંમરે નિર્ભયા ઉપર બળાત્કાર કરનાર ને નિર્ભયના જન્મ દિવસે જ  જેલમાંથી મુક્ત થયો. આ પછી ભારત સરકારે આ કાયદામાં તાત્કાલિક ફેરફાર કર્યો. પણ આવા વિકૃત માનસિકતા ધરાવનાર કાયદાની ગૂંચનો લાભ લઇ છૂટી ન જાય એ મહત્વનું છે. ડિસની દીકરી ઉપર થયેલ બળાત્કાર અને એ પછીની ઘટના જોઈ એટલું અવશ્ય કહી શકાય કે ધન્યવાદ છે ડીસા બાર એસોસિયેશન ને કે જેણે આરોપીનો કેસ કોઈ વકીલ નહીં લડે તેવો ઠરાવ કર્યો છે. શું એવું ન બની શકે કે એણે કબૂલાત કરી છે તો હવે સીધી સજા થાય. કોઈ કહે છે આ દીકરી ઉપર તાંત્રિક વિધિ કરવા માટે તેને લઈ જઈ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. જે પણ હોય. જ્યારે સમગ્ર દેશના મહિલા આયોગના સભ્ય તરીકે ડીસાની દીકરી ડૉ. રાજુલ દેસાઈ સ્થાન ધરાવે છે ત્યારે ડીસાની મુક બધીર દીકરી ને યોગ્ય,ઝડપી અને ગુનેગારમાં ડર ઉભો થાય તેવી સજા થાય એ જરૂરી છે.


"

જ્યારે સમગ્ર દેશના મહિલા આયોગમાં સભ્ય તરીકે ડીસાના ડૉ. રાજુલ દેસાઈ સભ્ય છે. આ સંજોગોમાં વિકૃત બળાત્કારી ને વિશેષ અને દર ઉભો થાય એવી સજા ન થાય તો એનો કોઈ અર્થ નથી. બીજા અનેક કેસની જેમ આ મુક બધીર દીકરીનો કેસ થોડા દિવસમાં ભુલાઈ જશે, પણ તેના મૃત્યુ માટે જવાબદાર ને સજા એવી થાય કે લોકોમાં આવા કામ કરતાં ડર બન્યો રહે. 

                                             " પેડ કે કટને કા કિસ્સા ન હોતા,

અગર કુલ્હાડી કે પીછે લકડી કા ટુકડા ન હોતા...

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી