કોરોનામાં ભૂલ શું થાય છે...




કોરોના 

અને કલ્પના...

મહામારીમાં મૂર્ખતા ભરેલી માન્યતાઓ.



માત્ર માસ્ક પહેરવાથી બચી શકાય એમ હોય તો સરકાર બધાંને મફત માસ્ક આપી આ મહામરીને હંફાવી શકે. પણ, માસ્કથી બચી જ શકાય એમ કહેવા કરતાં એમ માનવું કે માસ્કથી બચવાના ચાન્સ વધી જાય છે.

અત્યારે દરેક વ્યક્તિ દિવસમાં ઓછામાં ઓછો પચાસ વખત એક શબ્દ બોલતો હશે. આજ શબ્દ આટલી જ વખત વાંચતો કે સંભળાતો હશે. આમ જોવા જઈએ તો ચીનમાં ડિસેમ્બર 2019 થી શરૂ થયાનું કહેવાતો આ વાયરસ આધારિત એકદમ નવો જ રોગ દેખાવાની શરૂઆત થઈ. આજે આ લખાય છે ત્યારે કોરોના શબ્દથી આપણને પરિચિત થયાને દસ મહિના જેટલો સમય થઈ ગયો છે. આપણા દેશમાં કોરોના આધારિત વ્યવસ્થા તંત્ર માર્ચ 2020 થી અમલી બન્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વૈચ્છીક ઘરેથી ન નીકળવાની અપીલ પછી ક્રમશઃ આપણે પાંચ વખત લોકડાઉનના વિવિધ તબક્કા આપણે જોઈ ચુક્યા છીએ. આટલી પ્રાથમિક જાણકારી પછી જે વાત છે એ તરફની કેટલીક બાબતો અંગે આજે જોઈએ.


કોરોના વાયરસ ચામાચીડિયા થકી ફેલાયની વાત થતી હતી. આ સાથે ચીન દ્વારા વિશ્વ ઉપર પોતાની પકડ વધુ મજબૂત કરવા એક અમાનવીય પગલું ભર્યું.ચીન દ્વારા આ વાયરસ લેબોરેટરીમાં બનાવ્યો હોવાની વાત પણ ચાલે છે. આપણે એ વાત કે એના પાછળની બાબતોમાં ચંચુપાત ન કરતાં કેટલીક એવી બાબતો અંગે અહીં ચર્ચા કરીએ.કોરોના સામે આપણે મજબુત બની ઉભા રહી શકીએ એ જરૂરી છે. આ માટે આપણે જ જીવન શૈલીમાં યોગ્ય ફેરફાર કરવો પડે.


આજે તો આપણ ને કેટલીક એવી વસ્તુઓની જાહેરાત જોઈએ છીએ. આ જાહેરાતમાં  એન્ટી વાયરસ કે કોરોનાના ડરને કેશ કરી લેવા  ઉત્પાદકો સીધા છેતરી રહ્યા છે. કોરોના પહેલાં દીવાલોની માત્ર ચમક માટે ઉપયોગી ડિસ્ટમ્બર કલર આજે વાયરસને મારી નાખે એવી જાહેરાત આવતી થઈ છે. પંખા, કપડાં, ખાવાપીવાની સામગ્રી અને એવી કેટલીય બાબતો આજે કોરોના ને નામે ડર ઉભો કરી વેપાર કરવામાં કોઈ ને જરાય શરમ આવતી નથી. માત્ર કોરોનાની રસી બની નથી એ વાતનો ડર બતાવી બધા જ લોકો,વેપારીઓ,નેતાઓ અને સંસ્થાઓ પોતાની રીતે પોતાની વાત મનાવી ડર સાથે ધંધો કરી રહ્યા છે. 


કોરોના સામે લડવા માટે બે ગજનું અંતર,માસ્ક અને સતત હાથ ધોવાની જાહેરાત થકી લોકોને જાગૃત કરવામાં આવી રહ્યાં છે. આ રીતે કોરોના સામે લડી શકાય અને જીતી શકાય છે. આમ છતાં નમાસ્ક,હાથ ધોવા અને સોશિયલ ડિસ્ટન્સ દ્વારા બચી શકાય છે.આના બદલે આપણે જાતે જ આ રોગ ફેલાવામાં સહયોગ કરી રહ્યાં છીએ. જેમાં નાક ન ઢંકાયું હોય એ રીતે માસ્ક પહેરવાથી લઈ મોંઢા ઉપર બાંધેલ ચૂંદડી,દુપટ્ટો કે રૂમાલ જે ઘરમાં પણ બધે જ ફરતો હોય. ભલે તમે માસ્ક પહેર્યો હોય પણ જો ઘરમાં આવી એ માસ્ક ઉતારીને મુકો ત્યાંથી વાયરસને નિમંત્રણ આપવાનું આપણે શરૂ કરીએ છીએ. કોરોના સામે લડાઈ લડી પ્રથમ હરોળના આપણાં સૈનિકો જેમ કે ડોકટર,પોલીસ,સફાઈ કર્મચારી કે શિક્ષક. જે વધારે લોકોના સંપર્કમાં આવે. માસ્ક પહેર્યું હોય. ઘરે આવી આ માસ્ક ટેબલ પર,સોફા કે ટીવીની આસપાસ ઉતારી મૂકી દેવાથી આખા દિવસના વાયરસ આપણી સાથે ઘરમાં પ્રવેશ કરે છે.આ બાબતે ડૉ. જીતેન્દ્ર નાગર જણાવે છે કે ઘરમાં પ્રવેશતાં પહેલાં બહાર સબુનું પાણી ભરેલી ડોલ હોય. આ ડોલમાં માસ્ક,રૂમાલ કે દુપટ્ટો ઘરની બહાર સાબુના પાણીમાં મૂકી ઘરમાં પ્રવેશ કરવો જોઈએ. 


આજ રીતે એક વાત એટલે હાથ ધોવા અંગેની જાગૃતિ. વિજ્ઞાન કહે છે કે 20 સેકન્ડ સુધી હાથ ધોવાથી હાથમાં રહેલ કોરોનાના જીવાણું નાશ પામે છે.  આ માટે આપણે જે ભૂલ કરીએ છીએ એ સમજીએ. હેલ્થ એન્ડ મેડિસિન સાથે જોડાયેલ બાબતો અંગે સર્વે કરતી બેંગલોરની એક સંસ્થા.વિશ્વમાં મીડિકલી સર્વે માટે આગવી ઓળખ ધરાવતી આ સંસ્થાને વિશ્વમાં ક્લીન એન્ડ કમ્પ્લીટ નામે ઓળખવામાં આવે છે. કોરોના પછી કરેલ 10 લાખ લોકોના સર્વે આધારે ચોંકાવનારી વિગતો સામે આવી છે. 


ક્લીન એન્ડ કમ્પ્લીટ ના સંશોધક અને વૈજ્ઞાનિક હિરણ્ય મોહંતો જણાવે છે કે કોરોના ઇફેક્ટમાં હજુ 28 ટકા લોકો હાથ ધોવાની બાબતનો સ્વીકાર કરતા નથી. 72 ટાકા પૈકી લગભગ 17 ટકા લોકો માત્ર પાણીથી હાથ ધોવાની વાત સ્વીકારી છે.માત્ર 13 ટકા લોકો જ યોગ્ય રીતે 20 કે તેથી વધુ સેકન્ડ સુધી હાથ ધોવાની વાતનો યોગ્ય અમલ કરાવે કે કરે છે. હવે હેન્ડવોશ કે સાબુથી 20 સેકન્ડ સુધી હાથ ન ધોનાર વ્યક્તિ હાથ ધુએ છે છતાં તેના લાભથી એ દૂર થતાં જાય છે.


મુંબઇ સ્થિત ફાર્મા કંપની સાથે જોડાયેલ પાવલ મહેતા જણાવે છે કે હાથની આંગળી આંખ,નાક અને મોઢામાં ન નાખવી. જો આ બાબતનું યોગ્ય રીતે અમલીકરણ કરવામાં આવે તો કોરોના સામે અસરકારક રીતે લડી શકાય છે. પાવલ મહેતા આ વાતને સમજાવતાં કહે કહે છે કે કોરોના વાયરસ શરીરમાં પ્રવેશે નહિ તે માટે આંખ,નાક અને મોઢામાં આંગળી ન જાય તે બાબતે સાવચેત રહેવું જરુરી છે. કોરોનાના વાયરસને શરીરમાં પ્રવેશતાં જે રીતે માસ્ક વડે રોકી શકાય છે. બસ,એજ રીતે આંગળીઓને કંટ્રોલમાં રાખી શકીએ તો કોરોના થતો અટકાવી શકાય છે.


આ એવી બાબતો છે જે અંગે આપણે જાણીએ છીએ. જાણકરી હોય પરંતુ અમલમાં કોઈ ભૂલ થાય તો એનો કોઈ અર્થ રહેતો નથી. અહીં એક બાબત એ ધ્યાનમાં રાખવી જોઈએ કે ગભરાવવાને બદલે સ્વસ્થ રહી યોગ્ય રીતે વર્તન કરવાથી કોરોના સામે બચી શકાય છે. અત્યાર સુધી વિશ્વમાં કરોડો લોકો સંક્રમિત થયાં છે.લાખોએ જીવ ગુમાવ્યો છે. અહીં એક વાત યાદ કરીએ કે 'મેલેરિયા' કે ટાઢા તાવને લીધે અત્યાર સુધીમાં જે મૃત્યું આંક છે તે કોરોના કરતાં કેટલોય વધારે છે. મેલેરિયાની ગંભીરતા અંગે સમજવા એક જ ઉદાહરણ પૂરતું છે. વિશ્વમાં મેડિકલ ફિલ્ડનો નોબલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ડોકટર કે વૈજ્ઞાનિકોમાં ચૌદ વ્યક્તિને જુદા જુદા તબક્કે નોબલ પુરસ્કાર મેલેરિયા ઉપર સંશોધનને લીધે મળ્યા છે. એક જ વિષયમાં નોબલ પુરસ્કાર માટે આ ચૌદ વ્યક્તિ એ આગવો રેકોર્ડ છે. અત્યારે પણ મેલેરિયા રોગથી અનેકો જીવ ગુમાવી ચુક્યા છે,ગુમાવી રહ્યા છે. જેમ કોરોના વાયરસની રસી શોધાઈ નથી એવું જ મેલેરિયા માટે પણ છે. મેલેરિયા ન જ થાય એવી કોઈ રસી આજદિન સુધી શોધાઈ નથી. છતાં આપણે મેલેરિયાથી એટલા તો નથી જ ડરતાં જેટલું કોરોનાથી ડરીએ છીએ. 


આમ કહી શકાય કે કોરોના સામે  સ્વસ્થ રીતે,વિવેક બુદ્ધિ સાથે યોગ્ય જીવન શૈલી જ આપણ ને આ વાયરસ થકી બચાવી શકે એમ છે. હજુ રસી શોધાઈ નથી. જો રસી શોધાઈ હોત તો જગત જમાદાર અમેરિકા જ્યાં અત્યારે ચૂંટણી છે. ડોનાલ ટ્રમ્પ ચૂંટણી સમયે આ મુદ્દાને લઈ કદાચ બીજા ચાર વર્ષ માટે  સરળતાથી જીત નજીક પહોંચી શક્યા હોત. હવે મેલેરિયા સામે જે રીતે સ્વ જાગૃતિ દ્વારા આપણે બચી શક્યા  છીએ. કદાચ કોરોનાની રસી ન શોધાય તો અત્યારે તો મેલેરિયા પેટર્નથી જ બચી શકાય.


કેટલાક વેપારીઓ,કેટલાલ નેતાઓ અને ચીન જેવા દેશોની મિલી ભગત ને કારણે આજે પેન્ટ શર્ટ સહિત પંખા અને દીવાલ ઉપરના કલરથી કોરોના મુક્ત થવાની જાહેરાતો ટીવીમાં જોઈએ છીએ. યોગના વેપારી અને દેશી દવાના કે આયુર્વેદિક દવાની મોટીમસ માર્કેટ કેપ ધરાવનાર રામદેવજી યોગ માટે કે યોગ દ્વારા કોરોનાથી બચાવ માટે એજ અનુલોમ,વિલોમ,પ્રાણાયામ જેવી બાબતો નો પ્રચાર દરેક નેશનલ ચેનલ ઉપર એક પછી એક કાર્યક્રમો દ્વારા રોગ સામે લડવા શીખવી રહ્યા છે. હા,યોગ થી રોગપ્રતિકારક શક્તિ વધે છે. સાથે રામદેવજી ની આવક પણ વધતી રહી છે.


છેવટે એક વાત નકકી કરીએ કે સ્વ જાગૃતિ અને યોગ્ય અમલીકરણ દ્વારા જ કોરોના સામે જીતી શકાશે. આપણે આશા રાખીએ કે કોરોના સામે રસી જલ્દીથી તૈયાર થાય. ન થાય તો મેલેરિયા જેવી સ્વ જાગૃતિ થકી આ મહામરીને થકવવામાં સફળતા મળશે. રસી અને તેની વિશ્વમાં જે હદે જરૂરિયાત છે રીતે આ રસી બનાવનાર દેશ વિશ્વમાં અનોખી ઓલખનસાથે આર્થિક સધ્ધર બની શકશે. પણ,રસીની શોધ થશે તો. ત્યાં સુધી મસ્ત રહો,વ્યસ્ત રહો અને તો જ તમે જબરજસ્ત રહી શકશો.



       મેલેરિયાની રસી આજ સુધી શોધાઈ નથી.મેલેરિયા            સામે આપણી જાગૃતિ એટલા માટે છે કે મેલેરિયા દોઢ સદીથી છે જ્યારે કોરોનાને હજુ દોઢ વર્ષ પણ થયું નથી.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ રાષ્ટ્રને સંબોધન કરતાં ભાર પૂર્વક કહ્યું કે લોકડાઉન ભલે ગયું હોય,કોરોના હજુ ગયો નથી. આ માટે જ આપણી જવાબદારી બેવડાઈ જાય છે. જાતે બચી બીજાને બચાવવામાં સફળ થવું એ મોટો પડકાર છે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી