શું સરખું...શું જુદું...શું ખાસ અને શું હાશ.

શિક્ષણમાં હવે  ન્યુ એજ્યુકન પોલિસી.

NEP:2020 

એક જમાનો હતો. જેને ભણવું હોય તે ગુરુ આશ્રમમાં જાય. અહીં ગુરુ ભાઈઓ સાથે ભણે અને પોતાના કૌશલ મુજબ ભવિષ્યમાં જીવન સાર્થક કરે. જેને શિક્ષણ માટે ગુરુ પરંપરા કહેવામાં આવતી હતી. એ પછી બંધિયાર શાળા વ્યવસ્થા અમલી બની. શિક્ષણ સાથે જોડાયેલ અને અત્યારની શિક્ષણ વ્યવસ્થાનો વિરોધ કરનાર સૌ એને મેકોલે શિક્ષણ તરીકે ઓળખે છે. મેકોલે દ્વારા જે શિક્ષણ વ્યવસ્થા અમલી બની એ વ્યવસ્થા હજુ સુધી અકબંધ રહેવા પામી છે. વચ્ચેના સમયમાં પ્રોફેસર યશપાલ કમિટી દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શન મુજબ બહાર વગરનું ભણતર અમલી બન્યું છે. નાના ધોરણમાં બહાર વગરનું ભણતર અને મોટા બધાં જ બાળકો માટે મેકોલે પેટન સ્વીકાર્ય છે. આ સંજોગોમાં ન્યૂ એજ્યુકેશન પોલિસી અમલી બનવા જઈ રહી છે. આ સંજોગોમાં આપણે હવે આ નવી શિક્ષણ પોલિસીને NEP2020 તરીકે ઓળખીએ છીએ. તેને અમલમાં આવતાં અને આગળ જતાં યોગ્ય અમલવારી કરવાના કારણે ચોક્કસ પરિણામ મળશે એ નક્કી થયું છે. સૌને મનમાં થતું હશે કે  નવી શિક્ષણ પોલિસી 2020 આવવાથી આપણો દેશ વિશ્વ ગુરુ બની જશે. આવું વિચારવું એ અત્યારે તો વધારે પડતું છે. હાલ છોકરાં શાળામાં આવે. ગુરુજી ભણાવે અને તેઓ નવું નવું શિખતાં જાય. એ પછી એ જ્યારે વોકેશનલ કામમાં જોડાય કે કોઈ જગ્યાએ નોકરી જોડાય ત્યારે તેમને ભળેલું કશું જ કામ આવતું નથી. આ કારણે પાછા સૌ આ શિક્ષણ વ્યવસ્થાને જ ગુનેગાર માને છે.

ભણાનાર બધા જ કોઈ સરકારી નોકરી મેળવતા નથી. એ પૈકી કોઈ ક જ ડોકટર કે ઈજનેર બને છે. બાકીના લોકો બેરોજગારીની લાંબી હરોળમાં ઉભા રહેતા જોવા મળે છે. આ મેકોલે નો પ્રતાપ છે. કેટલાક વ્યક્તિઓ કહે છે કે આ ન્યૂ એજ્યુકેશન પોલિસી થી કોઈ સીધો ફેરફાર થવાનો નથી. અહીં એક દલીલ હું કરવા માગું છું કે જ્યારે મેકોલે દ્વારા બનાવાયેલ શિક્ષણ વ્યવસ્થા થકી આપણે આટલો વિકાસ કરી શક્યા છીએ. મેકોલે તો દુશ્મન હતો. એણે દુશ્મનોનો વિકાસ ન થાય એવી શૈક્ષણિક વ્યવસ્થા બનાવી હતી છતાં આપણે આટલો વિકાસ કરી શક્યા. અરે! દેશ દુનિયામાં જે વિકસિત દેશો છે ત્યાં કર્મચારી તરીકે કામ કરનાર આજ મેકોલે સિસ્ટમ થકી શીખીને ખાસ સ્થાન હાંસલ કરવામાં સફળ થયા છે.

અહીં અર્થ એ નથી કે આ સિસ્ટમ સારી કે ખરાબ. મારી દલીલ એ છે કે જો દુશ્મને આ શિક્ષણ વ્યવસ્થા બનાવી તોય આવો વિકાસ સાધી આપણે વિશ્વમાં આગવી ઓળખ બનાવી શક્યા છે. હવે જો આપણા દેશના લોકો કે શિક્ષણ વિદો આ કામ આપણા દેશ માટે કરશે તો તેનું ચોક્કસ પરિણામ મળવું જ રહ્યું. હા, આ પોલિસી અમલી બન્યા પછી થોડો સમય રાહ તો જેવીજ પડશે. અહીં આપણે જે વાત કરી તે સરળ ભાષામાં અને ટૂંકમાં કરી છે. હવે આગળના ભાગમાં આપણે નવી શિક્ષણ નીતિ અંગે વિસ્તારથી ચર્ચા કરીશું. એમાં શું નવું છે એ અંગે ચર્ચા જોઈએ.

આ ન્યુ એજ્યુકેશન પોલિસીની કેટલીક મહત્વની બાબતો અંગે આપણે જોઈશું. સૌ પ્રથમ તો અત્યારે આપણી એજ્યુકેશન સિસ્ટમ 5+3+2+2 તરીકે ઓળખાતી હતી. જેમાં પ્રાથમિક ના શરૂઆતના 5 વર્ષ. તે પછી ઉચ્ચતર પ્રથમીકના 3 વર્ષ. એ પછી ધોરણ-9 અને 10ના બે વર્ષ અને તે પછીના બે વર્ષ ધોરણ 11 અને 12 માટે ગણવામાં આવતાં હતાં. હવે આ વ્યવસ્થા 5+3+3+2+2ની પેટન અમલી બનશે. આ પેટનનો અર્થ થાય પહેલા 5 માં બાલમંદિરના 3 વર્ષ અને ધોરણ:એક અને બે સાથે મળી 5 વર્ષ ગણવાના છે. ધોરણ 3 થી 5 અને છ થઈ આઠ એમ ઉપરા ઉપરી 3 ત્રણના ભાગ પડ્યા છે. 


એ પછી ધોરણ નવ અને દસ સાથે અગિયાર અને 12 ને 2 માં માનવામાં આવ્યા છે. આ NEP ની મુખ્ય બાબત એ છે કે ધોરણ છ થી વિદ્યાર્થીઓને કોર્ડિંગ શીખવવામાં આવશે. બીજી મહત્વની વાત એ છે કે નાના ધોરણ થકી સંસ્કૃતને વિશેષ  ભાષા પસંદ કરવામાં આવશે. વિદ્યાર્થી જેમ જેમ આગળ વધશે તેમ તેમ એના ભણવાના વિષયો ઓછા થતાં જશે. જ્યારે એ વિદ્યાર્થીને મુખ્ય વિષય સાથે કોલેજ કરવી હશે તે પહેલાં તે વિદ્યાર્થી ક્યાં ક્ષેત્રમાં આગળ વધી શકે એમ છે એ નક્કી થઈ જશે. આમ બીજી એક વાત એ પણ કે વિદ્યાર્થી પોતાના અભ્યાસની સ્ટ્રીમ વચ્ચેથી પણ બદલી શકશે.વિદ્યાર્થીઓ ને ઉચ્ચ શિક્ષણ એટલે કે દસમા ધોરણથી એક વૈશ્વિક ભાષા શીખવી ફરજીયાત થશે.

આ બાબતોમાં ધોરણ એક બે અને બલમંદિરનો અભ્યાસક્રમ રાજ્ય સરકાર બનાવશે. સાથોસાથ ધોરણ 3 થી 12 સુધીના પુસ્તકો NCERT ના માર્ગદર્શન મુજબ તૈયાર થશે. સાથે એક મહત્વની વાત એ કે જેમ અત્યારે વાહન ચલાવવાનું લાયસન્સ મેળવવા ધોરણ આઠ પાસ થવું ફરજીયાત છે. એવું કોઈને ભણવાનું રહી ગયું હોય કે આવા પાસ થયેલ સર્ટી મેળવવા માટે આજે આપણે NIOS મારફત ધોરણ દસ અને બારની પરીક્ષા આપીએ છીએ. આ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્ફુલીગ હવે ધોરણ ત્રણ,પાંચ અને આઠની પરીક્ષા આપી શકશે. અત્યારે તો આ NEP પ્રારંભિક તબક્કામાં છે. કેટલાક રાજ્યોએ એ અંગે વિરોધ કર્યો છે. આ સપોર્ટ અને વિરોધ વચ્ચે એ વાત ફરી લખીશ કે દેશ માટે મેકોલે જેવા દુશ્મને જે આયોજન કર્યું હોય તે કરતાં આપણા દેશના કેળવણીકારો ચોક્કસ નવું અને વિશ્વગુરુ બનવાનો માર્ગ આપશે એવી આશા રાખી આ નીતિ અમલી બને તેની રાહ જોઈએ. આ અંગે આપના સૂચનો હોય તો આપ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય(જૂનું નામ MHRD) ને મોકલી શકો છો.

આજે ઈજનેર થયેલ યુવાન કે યુવતી બેંકમાં કામ કરે છે. એણે ભણવામાં કેટલા ઉજાગર કર્યા હશે. આજે જે નોકરી કરે છે એમતાં એમાં ખાસ મહેનત કરવાની રહેતી નથી. આમ કૌશલ્ય પ્રમાણે જોબ જે વિદેશી પેટન છે એ મુજબ ભારતમાં ભવિષ્યમાં બનશે. આવું થતાં બેરોજગારી કૌશલ્યને કારણે ઓછી થશે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી