આ વર્ષે ત્રણ પુસ્તકો લખાયા.દાદાનો ડંગોરો.....(બાળગીત)વારતા રે વારતા....(જોડાક્ષર વગરની વાર્તા )અને સમજણની વારતા.(જોડાક્ષર વગરની વાર્તા ) ગૂર્જર પ્રકાશન ધ્વારા આ પુસ્તકોનું પ્રકાશન થયું છે.ગૂર્જર પરિવારના વડીલ શ્રી મનુભાઈ શાહે પણ મારા આ પુસ્તકો માટે સીધો રસ લોધો છે.આ ઉપરાંત ચાલો રમકડાં બનાવીએ પુસ્તકનું પુન: પ્રકાશન થયું.

દાદાનો ડંગોરો:
અહીં સરસ મજાના બાળગીતો છે.ચાલીસ કરતાં વધારે આ ગીતો સરળ શૈલીમાં લખાયાં છે.’હું ને પોપટલાલ’જેવું આખા રાજ્યમાં ગવાતું ગીત પણ છે.આ ઉપરાંત પણ અનેક ગીતો છે.

વારતા રે વારતા:
અહીં આપેલી બધી જ વારતાઓ જોડાક્ષર વગરની છે.બાળકોને વિચારવાની પ્રેરણા આપની અને વિચારવા મજબુર કરતી આ વારતાઓ છે.આ પુસ્તક ગુજરાત રાજ્યની શાળાઓમાં સર્વ શિક્ષા અભિયાન મિશન  ધ્વારા પહોંચાડવામાં આવ્યું છે.અહીં આપેલી વારતાઓ બાળકો વાંચી શકે અને સમજી શકે તેવી સરળ છે.આઈ.આઈ.એમ.માં પસંદ થયેલી વારતાઓ પૈકી કેટલીક વારતાઓ અહીં છે.જે સૌને ગમશે.

સમજણની વારતા:
વિજ્ઞાનના અભિગમને ધ્યાનમાં રાખી આ વારતા લખી છે.વિજ્ઞાનની વાત શીખવતી આ વારતા પણ  જોડાક્ષર વગરની છે.દરેક પદાર્થનું વજન જુદા જુદા વાતાવરણમાં જુદું જુદું હોય છે.આ અને આવા અનેક અટપટા સિધાંતો માટે આ વારતા લખી છે.CASTME માટે આ અભિગમને આધારે હું મારો દાવો કરૂ છું.આઈ.આઈ.એમ.ના પ્રોફેસર વિજય શેરીચંદ પણ આ કામમાં મને માર્ગદર્શન આપી રહ્યા છે.મારા આ નવા પુસ્તકો બાળકો સાથે જોડાયેલા સૌને ગમશે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી