એક રસના ત્રીસ રૂપિયા....પોલીસને મફત....



અમદાવાદ અને ગાંધીનગર.મારે જવાનું  થાય.અનેક વખત જવાનું થાય.ઉનાળાના દિવસો હતા.હું અમદાવાદ શહેરમાં પ્રવેશતો જ હતો ત્યાં મારી નજર પડી.શેરડીના રસનું અહીં વેચાણ  કેન્દ્ર હતું.મારાંએક મિત્ર પણ મારી સાથે હતાં.અમારે જી.આઈ.ઇ.ટી.ખાતે પહોચવાનું હતું.અમે રસ માટે ઓર્ડર આપ્યો.આપને  ફોટામાં દેખાય છે તેવું આ માનવ સંચાલિત યંત્ર હતું.આ માણસ વજન ખેંચતો હતો.મેં કહ્યું કેટલા રૂપિયા...મને કહે:’સાહેબ એક ગ્લાસના ત્રીસ રૂપિયા.મેં કહ્યું કેમ ભાઈ આટલા બધાં???
મને કહે સાહેબ:’આ બળદનું,ચુચવાનું અને આસપાસ ફરતાં પોલીસનું પણ મારેતો ખેચવાનું ને...?

અમારી વાત ચાલતી હતી ત્યાં ગાડી ભરીને સાત આઠ પોલીસના કર્મચારી ઉતર્યા.તેમણે તો ઓર્ડર આપવાનો જ ન હોય.ઈશારાથી આદેશ આપ્યો.અમે પણ ઊભા હતા.અમે પોતાના પૈસાથી રસ પીનાર ચાર જણ હતા અને  સરકારી સાત હતા. મશીન વગર નીકળતો રસ મીઠો જ લાગે.આ રસ ખૂબ મીઠો હતો.સરકારી ખાખી કપડાં વાળાને પૈસા આપ્યા વગરનો રસ પણ મીઠો જ લાગે.અમે રસ પીધો.અરે!એક ગાડા જેટલા એક ચુચવાથી રસ નીકળતો હતો.મને આ રસ મીઠો લાગ્યો.કારણ મારા આ ત્રીસ રૂપિયામાં કદાચ પોલીસ ધ્વારા મફત પીવાતા રસના પૈસા હતા. 

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી