જીંદગી જોઈ...જાણી...અને માણી....


અમે દક્ષિણ ગુજરાતમાં હતા.અંધારું થવામાં હતું.ગાડી બગડી.રાત ગાડીમાં જ પસાર કરવી એવું વિચાર્યું.અંધારું વધતું હતું.એક યુવાન અમને બોલાવવા આવ્યો.અમે તેની સાથે ગયા.થોડે દૂર તેનું ઝુંપડું હતું.અમારાં ચાર માણસના જવાથી આખું ઘર ભરાઈ ગયું. અમે બેઠા.થોડી વારમાં પાંદડામા ભાત આવ્યા.ભાત અમને જમવા આપ્યા.અમે જમ્યા.ભાત પણ મીઠા હતા.


અમારાં જમ્યા પછી કહે:સાહેબ,મેં તમને બધાને જોયા.ગાડી બગડી હતી.થયું ઘરે બોલવું.તમે ઘરે આવ્યા વાત પરથી તરત ભાત બફાવા મુક્યા.તમે મહેમાન હતા એટલે જ મીઠામાં બાફ્યા.અમને આવા સરસ મહેમાન બનવાનું ગમ્યું.
ઓછી જરૂરિયાત સાથે જીવવાની એક મજા છે.જે અમે જોઈ...જાણી...અને માણી....

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી