પી.એ.સંગમા.


પી.એ.સંગમા.ભારતના ઇતિહાસમાં ઉત્તમ લોકસભાના સ્પીકર પૈકી એક.એક નેતા.વિચારક અને એન.સી.પી.ના ભૂતપૂર્વ નેતા.અભૂતપૂર્વ સ્પીકર.થોડા સમય પહેલાં તેમની શક્તિએ કામ કરવાનું બંધ કર્યું.તે રાષ્ટ્રપતિ પદની ચુંટણી લડવા ઊભા  થયા.હજુ પણ ઊભા જ છે.ખુદ શરદ પવાર અને તેમના પક્ષ એન.સી.પી.એ પણ સમર્થન ન આપ્યું.આ એન.સી.પી.એટલે કોંગ્રેસથી જુદો  પડી બનેલો પક્ષ.આ પક્ષમાં જોડાયા ત્યારે કોંગ્રેસનું નેતૃત્વ સોનિયા ગાંધીના હાથમાં હતું.વિદેશી મહિલા દેશના સૌથી જુના પક્ષનું નેતૃત્વ કરે તે શરદ પવાર અને પી.એ.સંગમાને પસંદ ન હતું.તેઓ કોંગ્રેસમાંથી જુદા થયા અને એ.સી.પી.ની સ્થાપના કરી.
ભારતના રાષ્ટ્રપતિની ચુંટણીનું પરિણામ નક્કી થઇ જ જાય છે.અબુલ પકીર જૈનુંલાબ્દીન અબ્દુલ  કલામ,હા...એ.પી.જે.અબ્દુલ કલામ એટલે જ આ વિવાદમાંથી નીકળી ગયા.સંગમા તેવું ન કરી શક્યા.સંગમા આજે એન.ડી.એ.ના ઉમેદવાર તરીકે ચુંટણી લડે છે.જે એન.ડી.એ.ના અનેક સાથી સંગમાના હરીફને મત આપવાના છે.હા એમ તો કોંગ્રેસ માં પણ મમતા દીદી વિફર્યા છે.કેન્દ્રમાં તેમના મંત્રી છે.સરકારમાં સાથી ખરા પણ રાષ્ટ્રપતિ પદ માટે ફેવર નહિ.પ્રણવ દાદા મારા જન્મ પહેલાથી સક્રિય છે.કદાચ સંગમા પણ લાંબી રાજકીય કારકિર્દી ધરાવે છે.
હશે...પ્રતિભાતાઈ પાટીલ કરતાં કશુંક સારૂં મળશે.એક વર્ષમાં સરેરાશ સાહીઠ વ્યક્તિને મૃત્યુની સજા હળવી કરી આજીવન કેદ કરનાર પ્રતીભાતાઇએ વિદેશમાં પ્રવાસ અને ફાંસીમાં માફી જ આપી.આ હિસાબે ગણીએ તો એક વર્ષમાં સાહીઠ વ્યક્તિને માફી આપી.એક મહિનામાં પાંચ ને માફી આપી.અરે એક અઠવાડિયામાં એક ને સરેરાશ માફી આપી.પાંચ વર્ષમાં ત્રણસો કેદી...અરે ખૂંખાર વ્યક્તિઓને માફ કરનાર આ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિને આપણે પણ માફ કરીએ.કહેવા થશે...કે રાષ્ટ્રપતિને માફી આપી હતી.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી