વિદ્યામંદિર...પૂનાનું અનોખું મંદિર...


થોડા સમય પહેલાં પૂના જવાનું  થયું.નિયત કાર્યક્રમ મુજબ મારે એક સંસ્થાની મુલાકાતે જવાનું  હતું.સંસ્થા એટલે એક શાળા.હા તદ્દન અનોખી શાળા.આ શાળાની વિશેષતા એ કે તેમાં ખાસ પ્રકારની શિક્ષણ પ્રક્રિયા ચાલતી હતી.આ શાળામાં ચોવીસ વર્ષથી શિક્ષણ કાર્ય ચાલે છે.કોઈને એમ થાય કે શાળામાં તો શિક્ષણ કાર્ય ચાલે જ એમાં નવું શું છે.પણ આ  શાળામાં ખાસ કશુક છે.અહીં CWSN(CHILD WITH SPEICAL NEED) એટલેકે ખાસ જરૂરિયાત વાળા બાળકોની સાથે નોર્મલ બાળકો અભ્યાસ કરે છે.આવું  છેલ્લા ચોવીસ વર્ષથી ચાલે છે.નવાઈની  વાત તો એ છે કે બન્ને પ્રકારના બાળકોને અહીં એક જ સાથે ભણાવવામાં આવે છે.
ફર્ગ્યુસન કોલેજના કેમ્પસમાં કાર્યરત આ શાળા એટલા માટે ખાસ છે.કારણ  કે તે ખાસ અભિગમથી ચાલે છે.અહીં હું સવારે અગિયાર વાગ્યે પહોંચ્યો.શાળામાં પ્રિન્સીપાલ શ્રીમતી આકાંક્ષા  જોશી હજાર હતાં.મને આ શાળા સુધી પહોંચવામાં મારા વડીલ મિત્ર શ્રી પ્રશાંત કોટડીયાએ મદદ કરી.મને જાણકારી આપવા સ્થાનિક સ્ટાફ પણ તૈયાર હતો.આ શાળાની શરૂઆત વિશે જણાવ્યું.પ્રિન્સીપાલ મેડમ કહે:આ સંસ્થાના સ્થાપક અને એમ.ડી. શ્રીમતી માધુરીબેન ગોડબોલેએ બે બાળકો સાથે  શરૂઆત કરી  હતી.આ બે બાળક પૈકી એક માધુરીબેનનું  સંતાન હતું.તેઓને હું મળી ન શક્યો.મને જાણવા મળ્યું કે નોર્મલ બાળકો આવા ખાસ જરૂરિયાત ધરાવતા બાળકો પ્રત્યે ખાસ અભિગમ કેળવે.જીવાતા જીવનમાં તેમના તરફ હમદર્દી નહિ પણ સમભાવ કેળવાય.આવતા વર્ષમાં આ એક પ્રયત્ન પરિણામ બનશે.તેની ઉજવણી પણ થશે.આવા અનોખા વિચાર સાથે ચાલતી આ શાળાની સાથે જોડાયેલ સૌને મારા અભિનંદન.

Gate No:1,
Banglow No:2
Fergusson collage Campus,
Shivajinagar,Pune -411 004

+91 20 2566 0574

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર