બેન મારી મારે છે...
મા મને નવી નિશાળ દે ગોતી,બેન મારી મારે છે ચમ ચમતી સોટી.
પાલનપુરની વાત છે.અહીં એક શાળામાં અમે બેઠા હતા.બેન પર્યાવરણનો તાસ લેતાં હતાં.વનસ્પતિના અંગો વિશે તેમણે સરસ વાત કરી.ખૂબ જ જીવનપયોગી ઉદાહરણો તેમણે આપ્યા.મને કેટલાક ઉદાહરણમાં સમજ ન પડી.છોકરાંનું છોકરાં જાણે.મૂળ માટે બેન કહેતાં હતાં કે,આપણે માથે વાળ ઉગે...ઝાડને પગમાં ઉગે તે મૂળ.બેન બોલી ગયાં.અને હવે છોકરાએ યાદ રાખવાનું.
બેન ભણાવતાં હતાં.બારીમાંથી લીમડાનું ઝાડ દેખાતું હતું.બસ,બેનને એક ટી.એલ.એમ.મળી ગયું.બેને તેનું પાન તોડીને છોકરાંને પૂછ્યું:'આ સજીવ કે...???છોકરાં એક બીજાની સામે જોતાં હતાં.લીમડો સજીવ....તેનું તોડેલું પાન ???
Comments