સવારના સમયને ગુજરાતીમાં શું કહેવાય?


સમય.જીવનને આપણે પકડી શકતા નથી.ગયેલો સમય પરત ફરતો નથી.આવા અનેક વાક્યોનો અહેસાસ કરાવે છે.આ અહેસાસ કરાવતું હાથવગુ સાધન એટલે ઘડિયાળ.તેમાં એક થી બાર સુધીના અંકો હોય છે.આ ઘડિયાળને આધારે સમય જાણી શકાય છે.આખી દુનિયા હવે નાની થઇ છે.વિમાન,રેલ કે બોટ પકડી વિદેશ જવું હોય...એડવાન્સ બુકિંગ હોય અને તેની ટીકીટમાં પાંચ વાગ્યાનો સમય લખ્યો હોય તો કયો સમય ગણવો?એક દેશમાંથી બીજા દેશમાં જવા જો ત્રીજા દેશમાંથી ચોથું વિમાન પકડવું હોય તો...અનેક તકલીફોને લીધે બધાએ વિચાર કર્યો.દુનિયાએ તેની ઘડિયાળ સરખી કરાવી પડી.આ સરખી  ઘડિયાળ કઈ રીતે થાય?આ સમયને કોઈ પકડી શકતું નથી.બધાએ વિચારીને આ સમયને બે ભાગમાં વહેચી દીધો.

આ સમય એટલે A.M.અને P.M. એ.એમ. એટલે બપોરના બાર પહેલાનો સમય.અને પી.એમ.એટલે બપોરના બાર પછીનો સમય.આવી ભૂલ સુધારવા ચોવીસ કલાકની ગણતરી અમલમાં આવી.રાત્રે મધરાત પછી એક મિનિટ થઇ હોય તો ૦૦.૦૧ કહેવાય છે.આમ ૦૦.૦૨ એમ સમય બદલાતો જાય છે.બપોરનો એકનો સમય હોય તો તેર વાગે.બાર પછીના સમયને ઉમેરી તેર...ચૌદ..પંદર...સોળ...અને સત્તરથી ચોવીસ સુધીનો સમય લખાય છે.ભારતના સમય મુજબ અત્યારે હું લખું છું ત્યારે મારી માતૃભાષામાં ૨:૫૫ ઉત્તર મધ્યાહ થયો છે.બોલો મે આ કેટલા વાગે લખ્યું હશે?


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી