એક પ્રેમ...એક જીવન....


એક પ્રસંગ યાદ આવે છે.લગભગ પંચાવન વર્ષ પહેલાની વાત છે.એક યુવાન સ્ત્રી.દેખાવડી પણ ખરી.એક નોખા વિચાર સાથે જીવવાની તેની નેમ.આવો જ વિચાર ધરાવનાર એક યુવાન.બન્નેને જીવન સાથી કરતાં તેમના વિચારોને વધવામાં મદદ કરે તેવા સાથીની જરૂર હતી.બન્ને પ્રેમ કરતાં હતાં.પણ થયું એવું કે નાગેન્દ્રના પિતાજીનું અવસાન થયું.તે સ્વતંત્ર સેનાની હતા.જેલમાં તેમનું અવસાન થયું.ઘરની જવાબદારી નાગેન્દ્રને માથે આવી.નાની બહેનોને સારું ઘર મળે તે માટે તેણે તેના પ્રેમને છોડી દીધો.હા..તેઓ કામ કરતાં રહ્યા.બન્ને શીખવાનું અને શીખવવાનું કામ કરે.સમય પસાર થયો...યુવાનનું લગ્ન થયું.કદાચ કરવું પડ્યું.છતાં તેમના સાચા સબંધો રહ્યા.
યુવાન પરણિત બન્યો.તેનાં છોકરાં અને સંસાર બધું જ ચાલે.તેનું કામ પણ ચાલે.પેલી યુવતીનું નામ કલ્યાણી.તે તેના પિતાની એક માત્ર પુત્રી હતી.એક અકસ્માતમાં તેના માતા પિતાનું મૃત્યું થયું હતું.કલ્યાણી અનાથ થઇ ત્યારે તેની ઉંમર માત્ર આઢાર વર્ષ હતી.નાગેન્દ્રના લગ્ન પછી બન્નેએ ક્યારેય તેમના સબંધની કે ભૂતકાળની વાત ન કરી.તેઓ કલાકો સુધી કામ કરતાં છતાં તે સાચું જીવતાં હતાં.બન્નેની એક જ ઈચ્છા.એક વૃદ્ધાશ્રમ હોય.જ્યાં દરેકનો આસરો હોય.આ માટે તેમણે મહેનત કરી.ખૂબ મહેનત પછી તેમણે એક જગ્યા ભાડેથી લીધી.એક સારા હેતુ માટે જગ્યા રાખી હતી.સમાજે જે શરૂ કર્યું.સમાજ હવે  ખરાબ વાત કરે જ .ખૂબ ખરાબ વાતો થઇ.
હવે???
જો તે સમાજના ડરથી આ કામ અટકાવે તો??બધાને એમ થાય કે લોકો સાચી વાત કરતાં હતા.બસ આ બંનેએ વાત નક્કી કરી.કલ્યાણી અને નાગેન્દ્રએ ભેગા થયા.તેમણે વિચારી લીધુ..કલ્યાણી અને નાગેન્દ્રએ પરિવારને વિશ્વાસમાં લીધો.કહેવાય છે કે નાગેન્દ્રએ તેની પુત્રીના માથે હાથ મુકી કહ્યું:’સમાજ કહે છે તેવું કશું જ અમારાં સબંધમાં નથી.અમે સાચા મિત્ર છીએ.અમે કદાચ પ્રેમ કર્યો હશે.હા આજ સુધી આ પ્રેમને કલંક નથી લગાવ્યું.કે તેવું થશે નહિ.’નાગેન્દ્રના બાળકો નાના હતાં.હા,હરીશાએ આ વાત સ્વીકારી. હરીશા એટલે નાગેન્દ્રની ધર્મપત્ની.તેને નાગેન્દ્રની વાતમાં વિશ્વાસ હતો. હરીશાના પિયરના સભ્યોએ આ વાત ના સ્વીકારી.
નાગેન્દ્રને કોઈ ડર ન હતો.તેનો પરિવાર તેની સાથે હતો.હવે તેની પાસે એક જ કામ...વૃધ્દ્ધાશ્રમનું નિર્માણ અને બસ.સેવા પરમો  ધર્મ.પરિવાર સાથે પ્રેમની પણ કસોટી.આ બંનેએ ભેગા મળીને આજે સિત્તેર કરતાં વધારે વૃદ્ધ વ્યક્તિને આશરો આપે તેવું સંકુલ બનાવ્યું છે.આ કલ્યાણીને બધાં મા કહેતાં. અનેકને મા નું સાચું નામ કલ્યાણી છે તેની જાણ નહિ હોય.તેમને બોલાવનાર કે ક્યારેક ટપાલમાં સરનામામાં બધાં તેમને મા કહેતાં.આ માનું સ્વપ્ન હતું મારું ઘર.આ નામનું સંકુલ તૈયાર છે. અહીં અનેક દુઃખી લોકો જીવનનું સુખ માણે છે.
નાગેન્દ્ર કહેતા ‘’મારુંઘર’’ મારા માટે મહત્વનું છે.તેમનાં છોકરાને તે કહેતા કે મારા મરણ પછી માતાજીને ક્યાંય રહેવા...જીવન જીવવા લાચારીન ભોગવવી પડે એ માટે હું આ કામ કરું છું.ઘરના સભ્યો સાથે વાત થયા પછી.આ પવિત્ર સબંધમાં હરેશાની સહમતી પછી નાગેન્દ્ર કલ્યાણીને માતાજી કહેતા.તેઓ પવિત્ર જીવન જીવ્યા છે. પણ હવે તે ક્યારેય સાથે નહિ હોય...
તારીખ ૪ માર્ચ ના દિવસે મા ને એટેકનો હુમલો થયો.તેમણે અમદાવાદ સારવાર માટે લઇ ગયા.સમાજ અને પરિવારની વચ્ચે નાગેન્દ્રની પત્નીએ હા, હરેશાએ મા ની સેવા કરી.મા અને નાગેન્દ્રના પ્રેમને સ્વીકાર્યો ત્યારથી આજે ચાલીસ વર્ષ પછી  પણ હરીશા તેમના પિયરમાં જતાં નથી.તેમને કોઈ બોલાવતું નથી.બે દિવસ હરેશાએ સેવા કરી.પણ...મા હવે રહ્યા નથી.તેમની ઈચ્છા હતી કે તેમની આંખો અને કિડનીનું દાન આપવામાં આવે.તેમનું શરીર પણ તબીબીના વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેમ કરવું.મા ની આગળ પાછળ કોઈ ન હતું.નાગેન્દ્ર અને હરીશાએ પાછળની બધી જ વિધિ કરી.અહીંથી તે સીધા ‘’મારૂંઘર’’માં ગયા હશે.અહીના બધાં જ સિત્તેર જીવ હાજર છે.માત્ર એક નથી અને તે મા.જેમણે મારુંઘર બનાવવાની  પહેલ કરી.અહીંથી પણ તે પહેલ કરી ગયાં.(૮ માર્ચ ૨૦૧૨)

?

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી