રવીન્દ્રનાથ ટાગોરને કોઈ વારસ નથી....
ભરતરાજાના
નામ થી ભારત.દુનિયામાં દરેક તબ્બકે મહત્વનું સ્થાન ધરાવતો દેશ ભારત.વિશ્વમાં અનેક
લોકોએ આપણું ગૌરવ વધાર્યું.અનેક મહાનુભાવોમાં એક વિષે આજે આપણે વાત કરીશું.દેશ અને
દુનિયામાં પોતાના નામની અનોખી ઓળખ આપનાર રવીન્દ્રનાથ ટાગોરની આપણે વાત કરીશું.વાત
કૈક ખાસ એટલા માટે છે કે આ મહા માનવાની ૧૫૦ મી જન્મ જયંતી આપણે હમણા જ ઉજવાઈ ગઈ.આવી
જ એક અનોખી ઓળખ એટલે સ્વામી વિવેકાનંદ.વિશ્વમાં એક અનોખી ભારતીય ઓળખ.તેમની આપણે આ વર્ષે ૧૫૦ મી જન્મ જયંતી ઉજવી રહ્યા
છીએ.તેમનું બાળપણનું નામ નરેન્દ્ર.દુનિયા તેમને સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખે છે. આ
બે મહાનુભાવો અને તેમનું વ્યક્તિત્વ એ અલગ ચર્ચાનો વિષય છે.હું તે ચર્ચા કરવા
સમર્થ નથી. હા,૧૮૬૧ મા ૭મી મેં ના રોજ રવીન્દ્રનાથ ટાગોરનો
જન્મ થયો હતો.આ ઉજવણી થઇ છે.ભારતમાં તેની ક્યાંક વિશેષ ઉજવણી થઈ હતી અને થશે. આવા મહાનુભાવોને અભાવે જ
આજ કાલ બધે જ નિરાશા જોવા મળે છે.રવીન્દ્રનાથ ટાગોર એક અનોખું ગૌરવ ધરાવે છે.તેમને
બે દેશનું રાષ્ટ્રીય ગીત લખવાનું ગૌરવ મળ્યું છે.જન ગણ મન ને યુનોએ વિશ્વની ઉત્તમ
સંગીત ધૂન તરીકે પસંદ કરી છે.બાંગલાદેશનું ‘આમાર સોનાર બાંગલા...આ બે ગીત પણ તેમણે
વિશ્વ કવિ બનાવે છે.વિશ્વ કવિ તરીકે તેમની અનોખી ઓળખ છે.
સાહિત્ય
માટેનું નોબલ સાહિત્ય પ્રાપ્ત કરનાર આ વિશ્વકવિ સાહિત્યમાં અમર છે.અનેકો આ
સાહિત્યને આધારે જીવન જીવે છે.એક અનોખી વિચાર ધારાને અર્પણ થઇ જીવે છે.તેમનું
સાહિત્ય અને સર્જન પણ અજોડ અને અમર છે.પણ તેમનો હાલ કોઈ વારસ નથી. રવીન્દ્રનાથ
ટાગોરનો કોઈ વંશ વારસ આજે હયાત નથી.રવીન્દ્રનાથ ટાગોર એટલે ગુરૂજી.તેમને પાંચ
સંતાન હતાં. માધુરીલતા, રથીન્દ્ર્નાથ, રેણુકા,મીરાં અને શચીન્દ્રનાથ. રથીન્દ્રનાથને સંતાન ન હતું.આવુંજ રેણુકા માટે
થયું. માધુરીલતા પણ નિ:સંતાન રહ્યાં.ત્રણ ભાઈ બહેન નિસંતાન રહ્યાં. આ ત્રણ ભાઈ
બહેનને સંતાન ન હતાં.શચીન્દ્રનાથ અપરણિત રહ્યા.ગુરુજીની પુત્રી મીરાને સંતાન
હતું.પણ એક અકસ્માતમાં તેનું મૃત્યું થયું.યુવાન વયે તેમનું આ મૃત્યું
પરિવારને હરાવી ગયું.એક પછી એક પરિજનોનાં મૃત્યું થયાં..૧૯૬૮મા ગુરૂજીનો પરિવાર
નામશેષ થયો.રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યે અનેક વિચારો અને વિચારકો પેદા કર્યા
છે.હા તેમનો એક પણ ડીએનએ ધરાવતો વારસ આજે હયાત નથી.
આવું જ
સ્વામી વિવેકાનંદ માટે કહી શકાય.તેમના જીવને અનેક યુવાનોને પ્રેરણા આપી.આજે
દુનિયામાં અલખ જગાવવા અનેક યુવાનો જોયા છે.સાંભળ્યા છે.સ્વામી વિવેકાનંદની ૧૫૦મી
જન્મ જયંતી ઉજવાય તે માટે અનેકો સક્રિય છે.આપણા રાજ્યમાં આ ઉજવણી માટેની
વ્યવસ્થામાં સહ પ્રાંત પ્રમુખ તરીકે ડૉ.કમલેશભાઈ ઉપાધ્યાય છે.તેમને નિભાવનારને હું
નજીક થી ઓળખું છું.તેમના વક્તવ્ય પછી વાત કરતાં તેમણે જણાવ્યું કે આ વર્ષની
ઉઅજાવાની માત્ર વિવેકાનંદને યાદ કરવા માટે નથી.આ ઉજવણીથી અનેક વિવેકાનંદ ઉભારીશાકે
તેવો સૌએ પ્રયત્ન કરવો રહ્યો.
આખા
રાજ્યમાં અને દેશમાં આયોજન અને તેના માટેની પૂર્વ તૈયારીમાં વ્યસ્ત સૌ એક
સાથે લાગી ગયા.આખા ભારતમાં એક સાથે નિયત
કાર્યક્રમોએ યુવાનોને ફરીથી એક આદર્શ તરફ જવાની . તે બાજુ વિચારવાની તક
આપી.સામૂહિક સૂર્ય નમસ્કાર હોય કે દરેક શહેરમાં રથયાત્રા.વાહ...વાહ...ગુજરાત અને
દેશમાં આવા અનોખા કાર્યક્રમ વિચારનાર અને અમલ કરવા તત્પરમાનવ શક્તિને આ તબ્બકે
બિરદાવવા જરૂરી છે.વધુમાં વધુ લોકો સુધી તેમના વિચારો પહોંચે તે માટેનું આયોજન
થયું.ખૂબ જ નજીવી કિમતના પુસ્તકો તૈયાર થયા.સેવકો કે જવાબદાર ધ્વારા ઘરે ઘરે
પહોચાડવા માટે જવાબદારી સોપી.કેટલાકે લીધી.થોડાકે લેવી પડી.ખાસાએ તો ના
પાડી.કેટલાકે ભેટમાં આવેલી મોટી,આ ચોપડી કરતાં વધારે જાડી ચોપડી
બતાવી.તેનું નામ વાંચવા માટે ચોપડી પર ફુંક મારવી પડી...!!!હા,કેટલાકે એવું
પણ કહ્યું કે હા ભાઈ...લેવી છે.આવો અને આ પુસ્તક આપો.આવું કહેનાર બે કે ત્રણ
હશે.પણ છતાં ઉજવણીને નામે ખૂબ જ સારું કામ થયું.કેટલીક સંસ્થાઓએ વિવિધ રીતે ઉજવણી
કરી.પેપરોમાં ભરી ભરીને લેખો છપાયા.પેપરમાં આવેલું સૌ એ વાંચ્યું હશે તેવું લખનાર અને
છાપનાર હમેશા માને જ છે.
અહીં એક
સવાલ એ થાય છે.દેશને સારા વારસોની જરૂર છે.કેટલાક નેતાઓ ઇલેક્ટ્રિક ચેરમાં ખૂબ
જાડા ચશ્માંથી વાંચીને પોતાનો અંતરાત્માનો આવાજ દર્શાવે છે.તેમાનો વિરોધ દર્શાવે
છે.કેટલાક નેતાઓ તેમના જીવનના છેલ્લામા છેલ્લા છેલ્લા ભાષણમાં ખુરશીમાં બેઠાં
બેઠાં કહે છે:’મને સાચવ્યો તેમ મારા દીકરા અને તેના દીકરાને સાચવજો.આવા નેતાઓ
છે.તેમના વારસો પણ છે.ક્યા છે ઇન્દુચાચાના પરિવારના સભ્યો?કોણ છે રવિ શંકર
મહારાજના સગા ???સબંધી???વિવેકાનંદે તેમનું કોઈ ન હતું છતાં દુનિયાને પોતાની
કરી.અહીં સાત સંસદસભ્યો ધરાવનાર પક્ષના ત્રણ નેતા મંત્રીબને છે.તેમના મોટા નેતાને
વાંકુ પડે.આ વખતે બે રાજી થઈને રાજીનામું આપે.એક ને માફક ન આવે એટલે પોતાના અંતર
આત્માના અવાજને અનુસરી મંત્રી પદ ચાલુ
રાખે.એક નેતાજીના ઘર સામે બે પોલીસ વાળા ઓછા ડ્યુટી ભરતા હતા.નેતાજીએ આ
જોયું.સરકારને આપેલો ટેકો ખેચી લીધો.આમ થતા સરકાર પડી ગઈ.આવા નેતાઓ અને આવા માર્ગ
દર્શકો આજે છે.જેમના વિચારોની જરૂર છે તે હયાત નથી.તેમનો ડી.એન.એ. ધરાવનાર સગો પણ
શોધ્યો જડતો નથી.અને ઉપર મુજબના તેમના અંતર આત્માને સંભાળીને દેશ ચલાવે છે. (૭
માર્ચ ૨૦૧૨)
(૧૫૦ મી
જન્મ જયંતીએ થોડુંક...)
Comments