કાનજી વિરૂદ્ધ કાનજી...


 કાનજી એટલે ભગવાન.આ ભગવાન ઉપર રહે.સ્વર્ગમાં.બીજો એક કાનજી અહીં રહે,હા પૃથ્વી ઉપર.પૃથ્વી ઉપરના કાનજીનો અભિનય કર્યો સ્ટેજના કલાકાર ટીકુ તલસાણીયાએ.ભૂકંપ થાય છે.તે વીમા કંપની  પાસે દાવો માગે છે.વીમા કંપની કહે છે:’આ ઘટના કુદરતી નથી,માનવ સર્જિત છે.આમાં તમારો વીમો પાસ ન થાય.

બસ,આવી બન્યું.નાટક જાણે બદલાયું.કોર્ટમાં કેસ થયો.દલીલો ચાલી.આ વખતે બનેલી ઘટનાઓ પણ ખૂબ સરસ રીતે દર્શાવાઈ છે.કાનજી અદાલતમાં કહે છે કે ભગવાને માણસ  બનાવ્યો.તેણે ચોરી કરી.જો ચોર મારા નાણા ન આપેતો તેને બનાવનાર ભગવાન આપે.મારે મારો વીમો જોઈએ.માને મારૂં નુકશાન પરત આપવો.’અદાલત જે ભગવાનને નામે સોગંધ ખવડાવે છે તે ભગવાનને હાજર કેમ ના કરી શકે. પોતાની બુદ્ધી અને તાકાતમાં વિશ્વાસ રાખનાર આ ધરતીનો કાનાજી ભગવાનને અદાલતમાં હાજર કરવાનું અદાલતને સૂચન કરે છે.આવી દલીલ સાથે નાટકનો પહેલો ભાગ પુરો થાય છે.

તર્ક...તાકાત અને તદ્દન મનોરંજન પીરસતું આ નાટક જોવા જેવું ખરું. ટીકુ સ્ટેજના કલાકાર.એક મોટું નામ.અહીં તેમનો અભિનય પણ એવોજ ધારદાર છે.આખું નાટક તેમના માથે ચાલે છે.બીજા કલાકારોનો અભિનય પણ અદભૂત છે જ.છતાં ટીકુ તલસાણીયાનું કહેવું પડે. આ નાટકમાં એક સંવાદ છે...ખૂબ જ નાણાંકીય ભીડમાં આ પરિવાર અટવાયેલ છે.કાનજીની વહુ જયારે કૃષ્ણ ભગવાનને રસ્તો બતાવવા કાલાવાલા કરે છે.ત્યારે કાનજી કહે છે:’તારા આ કાનજીએ જ મારું જીવન બરબાદ કર્યું છે.ફેંકીદે આ રાસ રમાડનારની મૂર્તિ.તે બધાને રમાડે છે.હું તેની રમતમાં આવવાનો નથી.’ભગવાન વિશે આવું બોલતા તેની વહુ આ કાનજીને ડરતા ડરતા ટોકે છે.રોકે છે.શું આવું બોલો છો?આ વાત થઇ એટલે ધરતી પરનો કાનાજી કહે છે:’હું તારી શ્રદ્ધામાં આડો નથી આવ્યો તુ મારા વિશ્વાસમાં આડી ન આવીશ.’

ખરેખર માણવા જેવું નાટક...કાનજી વિરુદ્ધ કાનાજી.એક નવી થીમ સાથે લખાયેલું નાટક.એક નવો વિચાર આપતું નાટક.આપ પણ આ નાટક જોઈને કહેશો જ કે હા..ખરેખર કાનજી વિરૂદ્ધ કાનાજી.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી