એક ને એક અગિયાર


 

 એક ને એક અગિયાર


मेने इस तरह से मेरी जिंदगी को आसान कर दिया,

किसी से मांगली माफ़ी, किसी को माफ कर दिया।

 


 


ભગવાન બધાને બધું ન આપે. ભગવાન બધાંથી  બધું ન છીનવી શકે.આ માટે બીજાનો સહકાર લેવો  અને આપવો જરૂરી છે. જરૂરિયાત મુજબ સહકાર કે સહયોગથી જાતે બચીને બીજાને બચાવી શકાય છે.


નાનું એક ઘર. એમાં એક ઓરડો અહીં બે ભાઈ રહે. એક ભાઈ મોટો અને બીજો ભાઈ નાનો. દિવસનો ઘણોખરો સમય તેઓ એક બીજાની સાથે રહે. આ બે ભાઈ. તેઓની આગવી ખાસ વાત. મોટા ભાઈની ખાસિયત એ કે એમને આંખે દેખાય નહીં. નાના ભાઈની ખાસિયત એવી કે એમનાથી ચલાય નહીં. ભાઈઓ એક જ ઓરડામાં રહે. એક દિવસ એવું થયું. શિયાળાનો દિવસ અને અંધારું વહેલું થયું. સાત વાગે એટલામાં અંધારું થઈ ગયું.

 

ઓરડામાં બે ભાઈ બેઠા હતા.એકદમ શું થયું ને ઓરડામાં આગ લાગી. આગ એકદમથી ઓરડામાં ફેલાઈ ગઈ. બે ભાઈઓમાંથી કોઈને કશું સમજાય એ પહેલાં આગ આગળ વધતી હતી. મોટાભાઈને દેખાતું ન હતું. પણ, એ ચાલી શકતો હતો. આનાથી ઊલટું નાના ભાઈનું હતું. નાના ભાઈને દેખાતું હતું.નાના ભાઈને દેખાતું હોવા એ બહાર નીકળી શકતો  ન હતો. મોટા અને નાના ભાઈ બચવા માંગતા હતા. આગમાં બળવા કોણ તૈયાર થાય.

 

બહાર નીકળવા શું કરવું એ કોઈને સમજાતું ન હતું. આ ભાઈઓ બહાર નીકળવા મથામણ કરતા હતા. થોડીકવાર આમ તેમ મથામણ કરીને ભાઈઓએ એક બીજાની મદદથી બહાર નીકળવાનું વિચારી લીધું. મોટા ભાઈને દેખાતું ન હતું. નાના ભાઈથી ચાલતું ન હતું. મોટા ભાઈએ નાના ભાઈને ખભા ઉપર બેસાડી દીધો. નાના ભાઈ એ જે રીતે સૂચના આપી એ તરફ મોટો ભાઈ આગળ વધતો હતો. ઓરડામાંથી બહાર નીકળવામાં બંને ભાઈઓ હેરાન થયા. એક બીજાનો  સહયોગ લઈ ભાઈઓ બચી ગયા.

  

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી