ચાલો યાદ કરીએ....ગુજરાતની આ વાતો....




ભારતમાં મોડેલ રાજ્ય.
વિશ્વ શાંતિના કેન્દ્ર મહાત્મા મંદિરનું નિર્માણ.
પંચ શક્તિ આધારિત ગુજરાતર્નું ઇનોવેશન.
ચેસ સ્પર્ધા દ્વારા અનોખો રેકોર્ડ કરનાર રાજ્ય.
આંતર રાષ્ટ્રીય સન્માન મેળવનાર એક રાજ્ય. 
 
           પહેલી મે, ૧૯૬૦ના દિને બૃહદ મુંબઇ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ થયું.સૌ ગુજરાતીઓએ આગવા ગુજરાતના નિર્માણ માટે સંકલ્પ લીધા.આજે ગુજરાત રાજ્યની સ્થાપનાના પચાસ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્ય તેની સ્થાપનાનું સ્વર્ણિમ જયંતી વર્ષ ઊજવી.રાજ્ય સ્થાપનાની સ્વર્ણિમ જયંતિની ઊજવણીનું સમાપન પણ ભવ્યાતિભવ્ય રીતે કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું હતું.તા. ૨૮ એપ્રિલથી સળંગ ચાર દિવસ સુધી સમાપન ઉત્સવ યોજાયો. જેમાં મહાત્મા મંદિર ખાતે ગુજરાતે છેલ્લા એક દશકમાં સાધેલા વિકાસને રજૂ કરતું ખાસ પ્રદર્શન, અનેકને ગુજરાતી ગૌરવ માણ્યું. બિન નિવાસી ભારતીય અને બિન નિવાસી ગુજરાતી સંમેલનનું આયોજન હતું.‘‘આગે કદમ ગુજરાત’’ સાંસ્કૃતિ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વિકાસગાથાને રજૂ કરાઇ.સ્વર્ણિમ જયંતીની ઊજવણીમાં પણ ગુજરાતની આગવી વાતો આગવીરીતે રજુ થઇ.સમૃદ્ધ ગુજરાત આ પચાસ વર્ષમાં સક્ષમ રીતે સમૃદ્ધ બની બહાર આવ્યું.

(ગુજરાતની વાતો આપણે અહીં કરીશું.આપનું  લખાણ પણ મને મોકલો.ગુજરાતને લગતીવાત)

Comments

vishal makwana said…
(mara mat pramane)
lakhan ni bhasa ma prantvaadi jevu valan hoy evo ahesaas thay chhe..
Bhasa Thodi matharva ni jarur vartay chhe.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી