મનોહરની દુનિયા....પાલીતાણા

આખી દુનિયામાં સૂરની વાતમાં પાલીતાણાની અલગ ઓળખ છે.અહીં શ્રી મનુભાઈ ધરમશીભાઈ પરમાર.મનુભાઈના પિતાએ આ વ્યવસાયમાં શરૂઆત કરી હતી.હરામોનીયમના સૂર બનાવવામાં આખા ભારતમાં અને દુનિયામાં નામ કમાનાર મનોહર મ્યુઝીકના ધરમશીભાઈ પરમાર સ્થાપક. પ્રસિદ્ધ ગજલ ગાયક જગજીત સિંહ ભાવનગરમાં આવ્યા હતા.તેમણે પાલીતાણાની મુલાકાત લીધી.મનુભાઈ પરમાર(ગુરુજી)ને મળ્યા.વિવિધ હારમોનિયમ જોયા.પરત ફરી તેમણે બ્લોગમાં લખ્યું...


ગુજરાત રાજ્યમાં ભાવનગર જીલ્લો.ભાવસિંહજીના નામે વસેલું શહેર.ગુજરાતના અનેક દિગ્ગજો આ શહેરે અને રાજ્યએ આપેલ છે.કેળવણી માં ગિજુભાઈ બધેકા.તેમના પછીનું એવું નામ દીપક મહેતા.ગીજુભાઈ માટે કોઈ પરિચયની જરૂર નથી.દીપક મહેતા ગુજરાતના કદાચ દેશના સૌથી મોટી ઉંમરે Ph.d. કરનાર.એક જ વખત વાંચીને યાદ રાખવાની ક્ષમતા ધરાવનાર દીપક મહેતા.સૌ એમને વ્હાલથી દીપકદાદા તરીકે બોલાવે.હું  પણ તેમની પાસેથી ગણું શીખ્યો છું.ડૉ.આઈ.કે.વીજળીવાલા.બાળકોના ડૉકટર અને સાહિત્યકાર...અરે...મોટાગજાના સાહિત્યકાર.વડીલ  શ્રી પ્રવીનબાપુ શાહ અને મારા વડીલ મિત્ર ચિંતન પંડ્યા.યુવરાજસિંહ ગોહિલ અને મિતુલ રાવલ.આ બધામાં આ વખતે મારા પરિચિત તરીકે એક નવું નામ ઉમેરાયું.આ નામ છે.
મારે નવા વર્ષમાં પાલીતાણા જવાનું થયું.ધોરણ એકથી આઠના અજમાયશી પાઠ્યપુસ્તકનો વર્ગ હતો.સાંજના સમયે મુક્તવિહાર હોય.આ વખતે મારા મિત્ર અને સબંધી હિતેશકુમાર બલવન્તરાય ત્રિવેદી.વ્યવસાયે પ્રાથમિક શિક્ષક.આદપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. સંગીતના સારા રસિક અને જાણકાર.તેમના માધ્યમથી manoharMANOHAR MUSICના હરેશભાઈ અને ભાવેશભાઈ પરમાર સાથે મુલાકાત થઇ.સાંજે અમે પહોંચ્યા.બસ પછીતો એક નવીજ દુનિયામાં પહોચ્યા.અમારી સાથે GCERTના સંજયભાઈ અને ભૌમિક્ભાઈ ત્રિવેદી પણ હતા.અમે બેઠા.મનોહર મ્યુંજીકના ત્રીજી પેઢીના વારસદારો  અમને મળ્યા.શ્રી હરેશભાઈ અને ભાવેશભાઈ.બન્ને ભાઈ.હરેશભાઈ મોટા.તેમની સંગીત શાળામાં અમે  જોયું.જાણે નવી દુનિયામાં આવ્યા હોય તેમ લાગ્યું.કેતન વ્યાસ(દાંતીવાડા)પણ અમારી સાથે હતા.અહીં થોડો સમય પસાર કરીને તે કહે, સો વરસ જૂની આ પેઢી.પેઢી કરતા સંગીત નું મંદિર.સંગીતના મંદિરમાં આવ્યા હોય તેમ લાગે છે.તેમની આ વાતમાં જરાય વધારે પડતું નથી.કેતનભાઈ ભાષાના માણસ છે.તેમની સરખામણી સાથે અમે બધાં સહમત હતા.
આખી દુનિયામાં સૂરની વાતમાં પાલીતાણાની અલગ ઓળખ છે.અહીં શ્રી મનુભાઈ ધરમશીભાઈ પરમાર.મનુભાઈના પિતાએ આ વ્યવસાયમાં શરૂઆત કરી હતી.હરામોનીયમના સૂર બનાવવામાં આખા ભારતમાં અને દુનિયામાં નામ કમાનાર મનોહર મ્યુઝીકના ધરમશીભાઈ પરમાર સ્થાપક.તેમની નિપુણતા પણ એવીકે મહેદી હસન,ગુલામ અલી,જગજીતસિંહ,ચિત્રાસિંહ,કલ્યાણજી – આનંદજી,રૂપકુમાર રાઠોર અને  એવા અનેક વિશ્વ વિખ્યાત કલાકારો આ માણસને લીધે પાલીતાણા પધાર્યા છે.પ્રસિદ્ધ ગજલ ગાયક જગજીત સિંહ ભાવનગરમાં આવ્યા હતા.તેમણે પાલીતાણાની મુલાકાત લીધી.મનુભાઈ પરમાર(ગુરુજી)ને મળ્યા.વિવિધ હારમોનિયમ જોયા.પરત ફરી તેમણે બ્લોગમાં લખ્યું કે હાર્મોનિયમ તો મનોહરનુંજ લેવાય.RAJA HINDUSTHANI માં પરદેશી પરદેશી ગીત માં વાઘેલું હાર્મોનિયમ પણ પલીતાણાનું જ બનેલું છે.અરે અનેક કલાકારો ગુરુજીના હાથે બનેલું જ હાર્મોનિયમ વાપરે છે.અરે ખાસ તેમની પાસે  બનાવડાવે છે.વિશ્વની સંગીતના સિતારાઓ જ્યાં બેઠા હતા ત્યાં અમે બેઠા છીએ તેવું ગૌરવ અમે ભોગવતા હતા.સમય પસાર થતો હતો.હરિભાઈના હુલામણા નામે ઓળખાતા હરેશભાઈએ સંગીતની મહેફિલ જમાવી.ખૂબ મજા આવી.અનેક ભજનો અને ગીત પાછળનો ભાવ ત્યાં જ સમજાયો.હાર્મોનિયમની વિવિધતા અને ખાસિયતો વિશે ત્યાં જ સમજ પડી.હરિભાઈની ગાયકી પણ ખૂબ ચોટદાર હતી.રાત ક્યાં પસાર થઇ તે ન સમજાયું.આખા પાલીતાણામાં ગમે ત્યા મનોહરનું નામ પૂછો અને તમને સરનામું મળે તેવી અધધ...ખ્યાતી ધરાવતું આ નામ.પાલીતાણાની બહાર દેશમાં સૌથી વધારે મંદિરો ધરાવતા આ નગરની બીજી ઓળખ એટલે મનોહર.


ટ્રીન...ટ્રીન...
MANOHAR   MUSIC
PALITANA(નામ કાફી હૈ)
Haribhai M.Paramar…09426923083
Bhavesh M.Paramar…09824056619
visit @.www.manoharmusical.com
આ કાર્યક્રમમાં એક જ વાતનું દુ:ખ રહ્યું.અહીં રોકાયા પણ ગુરૂજીને ના મળી શક્ય કે ના માની શકયા.છતાં હિતેશકુમાર,હરિભાઈ અને ભાવેશભાઈ એ એક નવી દુનિયા બતાવી તેનો રોમાંચ આજે પણ છે.(૦૮/૧૧/૨૦૧૧)

Comments

MANAN said…
hu pan e rangeen xano no saxi chhu....
Usha Patel said…
This is something new for me to know and liked very much..thanks I like to play Harmonium also. If possible next time please post here more detail about Harmonium I want to know.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી