BREP ફાઉન્ડેશન અને ડીસાની દિશા...



સફળ થવા માટે જરૂરી છે આત્મા વિશ્વાસ.આપણી આસપાસ અનેક લોકો હોય છે.આ લોકો આત્મવિશ્વાસથી જ સફળતા પ્રાપ્ત કરે છે.અનેક માણસો આત્મવિશ્વાસને અભાવે અનેક વખત પાછા પડે છે.આવો આત્મવિશ્વાસ ક્યાય વેચાતો મળતો નથી.કોઈ દોરાધાગાથી આ શક્ય બનતું નથી.હા આ માટે જરૂરી છે યોગ્ય વાતાવરણ.આવું વાતાવરણ કઈ રીતે ઉભું થઇ શકે?આપણે અનેક શહેરને તેની આગવી ઓળખથી યાદ કરીએ છીએ.આણંદનું વિદ્યાનગર વિદ્યાનીનગરી તરીકે.બરોડાને સંસ્કારની નગરીને નામે અને પાલનપુરને અત્તરની નગરી તરીકે ઓળખીયે છીએ અને આવા અનેક શહેરો પણ આવી ઓળખ ધરાવે છે.આવી જ ઓળખ ડીસા શહેરને મળે તે માટે BREP ફાઉન્ડેશન અને અન્ય વિવિધ સંગઠનો આ અનોખા કામમાં જોડાયા છે.ભારત વિકાસ પરિષદ,ઇન્ડિયન મેડીકલ એશોસિએશન,રઘુવંશી એજ્યુકેશન ફાઉન્ડેશન અને અન્ય સંગઠનો આ કાર્યમાં જોડાશે.
ડીસા શહેરમાં ચોવીસ કરતાં વધારે ખાનગી અને સરકારી શાળાઓ છે.આ શાળામાં ભણતા બાળકો પૈકી એક હાજર કરતાં વધારે બાળકો જોડાશે.આ બાળકો સતત ચૌદ કલાક કરતા વધારે સમય સુધી ગીતો ગાશે.આ પ્રકારે અનોખો રેકોર્ડ થશે.LIMCA BOOK OF RECORD માં નોધ કરવામાં આવશે.સંગીતના સાત સૂરને આધારે પસંદ થયેલા બાળકોને સાત જૂથમાં વહેચવામાં આવશે.આ દરેક જૂથ બસો ગીત તૈયાર કરી રહ્યા છે.ડીસા ખાતે ઓમકાર સંગીત વિદ્યાલય આ બાળકોને આવા અનોખ  કામ માટે તૈયાર કરી રહેલ છે.
ડૉ.સુનીલ આચાર્ય(રઘુવંશી હોસ્પિટલ),ડૉ.મનોજ અમીન અને ડૉ.અજય જોશી(ભારત વિકાસ પરિષદ)આસુતોશભાઈ દવે(ઓમકાર સંગીત વિદ્યાલય)ચંદુભાઈ મોદી(રાજ્ય પારિતોષિક એવોર્ડ વિજેતા)નાથાભાઈ બ્રમ્હક્ષત્રિય(કલા શિક્ષક)હર્દીકાબેન સહાયતા(લર્નિગ કોર્નર)જેવા અનેક લોકો અને વિવિધ સંસ્થાઓ ડીસાની નવી  દિસાના આ કાર્યમાં જોડાયા છે.
મારી પણ આ કામમાં જવાબદારી રહેશે.આ પ્રોજેક્ટની પ્રક્રિયા અને તેના ડોક્યુમેન્ટેશનને નિભાવવાની જવાબદારી મારી છે.ડૉ.અલકાબેન આચાર્ય અનોખા કાર્યક્રમના કન્વિનર તરીકેની  જવાબદારી નિભાવે છે.આપણે be the change ના માધ્યમથી ડીસા શહેરના આ અભિગમની  મદદથી શહેરને આગવી  ઓળખ આપવાની પ્રક્રિયાની જાણકારી મેળવતા રહીશું.
આ માટે જરૂર છે લોકોના સહકારની.સહકાર અને સહયોગ માટે અમે ૧૮૫ કરતા વધારે ગીત રેકોર્ડ કરી દીધા છે.આ રેકોર્ડ અને જાહેરાત માટેની એડવટાઈઝ માટે નાની નાની સાત જાહેરાતોનું વિડીયો શુટીંગ કરી લીધું છે.ગુજરાતી ગૌરવના નામે કાર્યરત વિ ટી.વી.ગુજરાતી આ કાર્યક્રમના મિડિયા પાર્ટનર તરીકે જોડાશે.ડીસા થી પ્રકાશિત ઉત્તર ગુજ્જારતનું પ્રથમ દૈનિક પણ મિડિયા પાર્ટનર તરીકે જોડાયેલ છે.અત્યાર સુધીની અનેક પ્રક્રિયા અને તેના ફોટોગ્રાફ ઉપરાંત અનેક બીજી વિગતો પણ આપણે અહીં જોઈશું.હાલ આપણે આટલી વિગતો આપી શકું છું.આપનો સહકાર અને સહયોગ મળી રહે તે માટે આપ સંપર્ક કરશો.
ટ્રીન ટ્રીન...
ભાવેશ પંડ્યા........૦૯૪૨૮૧૩૬૯૧૮
અલકા આચાર્ય...૦૯૪૨૬૫૦૯૪૦૧  

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી