૮ મી ઓગસ્ટ ૧૯૪૭...



 હું હમણાં પૂના ગયો હતો.અહીં મારા એક મિત્ર છે. શાકાલ દૈનિકના તે ચીફ એડિટર.શિક્ષણ અને પત્રકારત્વ તેમનો વ્યવસાય. એક મારો વ્યવસાય અને એકમા મને રસ.આ કારણે અમારી મિત્રતા જામી છે.મારા મિત્ર પ્રશાંત કોટડીયા .અમે તેમની ઓફિસમાં બેઠા હતા. તેઓ કામ પતાવી અમારી સાથે જોડાયા.વાતમાંથી વાત ચાલી.ગુજરાતી ભાષામા છપાતું પહેલુ દૈનિક કયું.જવાબ હતો મુંબઈ સમાચાર.પૂનામાં રોકાતી વખતે એક વાત એ ધ્યાનમાં આવીકે અહીં લોકોને શાંતિ ખૂબ ગમે છે.દરેક શહેરની જેમ આ શહેરની પણ એક આગવી ઓળખ.મુંબઈની અસર સાથેનું શાંત શહેર.
કોટડીયા પહેલા ગુજરાતમાં હતા.ગુજરાતમાં તેઓ અઝીમ પ્રેમજી ફાઉન્ડેશનના પ્રોજેક્ટ પ્રમુખ હતા.તેઓ પૂના ગયાં અને શકાલ પરિવાર સાથે જોડાયા.પૂનાના આ દૈનિકે આપુલાચી શાલા માં મારી ગમતી નિશાળનો અહેવાલ છાપ્યો હતો.આ કારણે પણ તેમને મળવાનું હતું.પૂનામાં મારું આ છેલ્લું રોકાણ હતું.અમે રાતે છુટા પડ્યા.મુંબઈથી પરત ટ્રેઇનમાં આવતાં મને એક જૂનું છાપું મળ્યું. છાપું હતું ગુજરાત સમાચાર.મેં જોયુંતો ૮મી ઓગસ્ટનું ૧૯૯૭નું આ છાપું હતું.તેની  પાછળ પચાસ વર્ષ પહેલાં નું ગુજરાત સમાચાર છપાયેલું હતું.આ વિગતો વાંચીને મને ખૂબ આનંદ થયો.
આઠ પાનાનું ગુજરાત સમાચારમાં બે આના મા વેચાતું હતું.સોળમા વર્ષનો ૨૧૮ (બસો અઢાર)મો આ અંક હતો.તેમાં એક જ પેઇઝ ઉપર ગાંધીજી અને જીણાના નિવેદન હતા.આ બન્ને નિવેદન મને વાંચવાના ગમ્યા.તારીખ ૮મી ઓગસ્ટની આસપાસના સમયે વિનોદ કિનારીવાલાની સ્મરણ ખાંભીના ઉદઘાટન થવાના સમાચારને પણ પ્રથમ પાને મહત્વ આપવામાં આવ્યું હતું. 
રાષ્ટ્રધ્વજ માટેની જાહેરાત પણ હતી.(અત્યારે  સ્કીન ટાઈટ જીન્સ કે તેવી જાહેરાત હોય તેમ જ.)પાકિસ્તાનના કોગ્રેસી કાર્યકરોને ૧૫મી ઓગસ્ટની ઉજવણી કરવાની મનાઈ ફરમાવતા સમાચાર પણ હતા.આવી વાતો અને આવા સમાચારો વાંચી મેં ૮ મી ઓગસ્ટ ૧૯૪૭ની  સવાર જાણે માણી લીધી.




Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી