પચાસ વર્ષનું ગુજરાત.....



સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદ - ૨૦૧૦
            ગુજરાત વિધાનસભા ગૃહમાં ઐતિહાસિક નજારો હતો.આ દિવસે સ્વર્ણિમ ગુજરાત સંસદીય સંકલ્પ પરિષદ યોજાઇ. જેમા ગુજરાતના વર્તમાન અને ભૂતપૂર્વ  જનપ્રતિનિધિઓની ઉપસ્થિતિ હતી. ગુજરાતના સર્વાંગી વિકાસ માટે અને સ્વરાજ પ્રાપ્તિ પછી સુરાજ્યના નિર્માણ માટે સમાજશક્તિને નેતૃત્વ પ્રેરિત કરવા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હાકલ કરી હતી.જેને સૌ જનપ્રતિનિધિઓએ એક સૂરમાં વધાવી. સ્વર્ણિમ ગુજરાત સંસદીય પરિષદ એ રીતે વિકાસના એક સૂર, એક લય અને એક તાલનો ત્રિવેણી સંગમ બની રહી.ગુજરાતના સંસદીય ઇતિહાસમાં આ ઐતિહાસિક ક્ષણ સુવર્ણ અક્ષરે કંડારાઇ.

સ્વર્ણિમ પ્રજાસત્તાક પર્વ
            રાજ્ય સ્થાપનાની સ્વર્ણિમ જયંતિ. ભારતના બંધારણના નિર્માણને ૬૦ વર્ષ.આ  શુભ અવસરે ૬૧માં સ્વાતંત્ર્ય પર્વની સુરેન્દ્રનગર ખાતે ભવ્ય ઊજવણી કરવામાં આવી. આ અવસરે ભારતના સંવિધાનના સન્માન અને વંદનાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો.બંધારણને ઐરાવતની અંબાડી ઉપર મૂકીને સન્માનપૂર્વક યાત્રા યોજાઇ હતી. ૬૦ જેટલી મહિલા મસ્તક ઉપર બંધારણ ગ્રંથ ધારણ કરી યાત્રામાં જોડાઇ હતી.

સ્વર્ણિમ સંકલ્પ જ્યોત રથયાત્રા
                રાજ્યના નાગરિક રાજ્યની સુવર્ણ જયંતિ ઊજવણીમાં સહભાગી બની શકેતો જ તેનું મત્ય જળવાય. સ્વર્ણિમ ગુજરાતના નિર્માણમાં દરેક ગુજરાતી બંધુ જોડાઇ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ બને.આવા આશય સાથે સ્વર્ણિમ સંકલ્પ જ્યોત રથયાત્રા યોજાઇ. પહેલી મે-૨૦૦૮ના રોજ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અનોક્ખી ઉજવણી કરી.ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી સ્વ. ડૉ. જીવરાજ મહેતાના વતન અમરેલી.અહીંથી સ્વર્ણિમ જ્યોત રથયાત્રાનાં પ્રથમ તબક્કાનો પ્રારંભ કરાવ્યો થયો.. આ યાત્રા રાજ્યના ૨૨૯ શહેરોમાં ફરી હતી. યાત્રા દરમિયાન ૩૯ લાખ જેટલાં શહેરીજનોએ વ્યક્તિગત સંકલ્પ લીધા હતા. જ્યારે પૂ. રવિશંકર મહારાજની જન્મજયંતી ૧૨મી ફેબ્રુઆરી-૨૦૧૦ના દિને ૨૬ જિલ્લાના ૨૨૩ તાલુકાના ૧૯,૧૬૫ ગામને જોડતી બીજા તબક્કાની સ્વર્ણિમ સંકલ્પ જ્યોત રથયાત્રાનો પ્રારંભ થયો હતો.૧૪મી એપ્રિલ-૨૦૧૦ ડૉ. આંબેડકર જયંતીના દિને આ યાત્રા પૂર્ણ થઇ હતી. આ પ્રસંગે વયસ્ક વડિલોનું વયવંદના દ્વારા સન્માન અને વિશિષ્ટ વ્યક્તિઓનું બહુમાન કરાયું હતું. લાખો લોકો યાત્રા દરમિયાન સંકલ્પબદ્ધ થયા હતા.

મારા મતે:-
મારા એક મિત્રાએ લખ્યું છે.તેમને મારા આ લખાણમાં પ્રાંતવાદ વરતાય છે.આવો તેમનો મત છે.પણ હું માત્ર ગુજરાતના ગૌરવની ઘટનાઓ યાદ કરું છું.લખવા પ્રયત્ન કરું છું.ગુજરાતના ગૌરવની  વાત કરવામાં પ્રાંતવાદ જ હોય.હું રાષ્ટ્રીય ગૌરવની ઘટના લખું અને તેમાં માત્ર ગુજરાત વિશે લખું તો જ પ્રાંતવાદ માનવો.અને હા,હું રાષ્ટ્રીય મુદ્દા પર શું કામ લખું? 


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી