આપણા દેશ માટે...બીજા દેશ માટે...



    ગાંધીબાપુએ પાકિસ્તાનમાં રહેવા જવાની વાત કરી હતી.(તારીખ:૮/૮/૧૯૪૭ એશોસીયેટેડ પ્રેસ)

હું મારી બાકી જીંદગી પાકિસ્તાનમાં ગાળવાનો છું.કદાચ પૂર્વ બંગાળ કે પશ્ચિમ પંજાબ અથવા વાયવ્ય સરહદ પ્રાંતમાં.કેટલાક કોગ્રેસી કાર્યકરો તરફથી પૂછાતા તેમણે આ મુજબનું નિવેદન આપ્યું હતું.પાકિસ્તાનમાં ની લઘુમતીઓને હિજરત ન કરવા અને બહાદુર થવા બાપુએ હાકલ કરી હતી.  કેમ પણ આ બન્ને મને ખૂબ ગમે છે.માં ગાળવાની વાત કરી હતી.

હિન્દમાંથી વિદાય વખતે જીણાએ શાંતિનો સંદેશ આપ્યો હતો.મી.જીનનો હિન્દમાંથી જવાનો સમય પણ ગુપ્ત રખાયો હતો.આ સમયે મી.જીનાએ તેમનું દિલ્હીનું મકાન વેચી દીધું હતું.૧૦ મી ઓગસ્ટે પાકિસ્તાનની લોકસભામાં પાકિસ્તાની ધ્વજ રજુ થયો હતો.


બાપુ અને મી.જીણા.કેટલું બધું લખાયું છે.હું તેમાં પડવા માંગતો નથી.થોડા દિવસ પહેલાં એક પેપરમાં સમાચાર હતા.તેમાં લખ્યું હતું...અફઝલને ફાંસી.....મારી મોટી દીકરી ઋચાએ આ જોયું.તેણે નાની ગબુને કહ્યું. અફઝલને ફાંસી...ગબુ પહેલાં ધોરણમાં ભણે છે.ગબુએ કહે ફાંસી એટલે શું? ઋચા પાંચમા ધોરણમાં ભણે છે.તેણે કહ્યું જેમ ભગતસિંહને થઇ હતીને તેમ.....મેં પણ સાભળ્યું.હું તેમણે કઈ રીતે આ અફઝલ અને ભગતસિંહનો ભેદ સમજાવું???મેં તેણે અજય દેવગન વાળા ભગતસિંહનું અને બીજું ગાંધી પીકચરમાં વધારે પડતા મી.જીણા બતાવી તેમના વિશે મેં તેણે લખવા કહ્યું.

ઋચાએ લખ્યું.ગાંધીજી આપણા દેશ માટે જીવતા હતા અને મી.જીણા બીજા દેશ માટે.આવુંજ તેણે ભગતસિંહ માટે લખ્યું.ભગતસિંહે આપણા દેશ માટે સંસદમાં બોમ્બ ફેક્યો હતો અને અફઝલે બીજા દેશ માટે....
જય હો...
જય હો...
જય હો...



Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર