વિજ્ઞાન ઉંમર જાણીના શકે???




થોડા દિવસો પહેલાં એક સમાચાર હતા.સમાચાર ખૂબ આધારભૂત માધ્યમેં આપ્યા હતા.ટોરંટોથી હિન્દુસ્તાન સમાચાર સેવા એ સમાચાર આપ્યા હતા.વાત જાણે એમ હતી...ભારતીય મૂળણી વ્યક્તિ અને બ્રિતાનીના નાગરિકની વાત છે.તેમની ઉંમર સો વર્ષ છે.તેમનું નામ ફૌજાસિંહ.તેમણે રમતમાં ભાગ લીધો.રમતનું નામ મેરાથન.હા,ચમકવા જેવું છે.પણ આ ફૌજાસિંહ એ મેરાથનમાં ભાગ લીધો.સતત આઠ કલાક દોડીને તેમણે દુનિયામાં પોતાની નોધ લેવડાવી.

આટલી મોટી ઉંમરણી વ્યક્તિ દોડી.બધાએ આ રેકોર્ડ નોધવા માટે ગિનીજ સત્તાવાળાઓ સાથે પત્ર વ્યવહાર કર્યો.ગિનીજ બુક તરફથી નિરાશાજનક જવાબ મળ્યો.વિશ્વપ્રસિદ્ધ આ સંગ્રહમાં ગૌરવ વણતું સ્થાન માટે અનેક લોકો અવનવું કરે છે.પણ જોવાનું એ કે ગિનીજ બુકના મુખ્ય સંપાદક તરીકે હાલ ક્રેગ ગ્લેડ જવાબદારી નિભાવે છે.તેમણે સમાચાર એજન્સીને જણાવ્યું કે આ ખરેખર રેકોર્ડ છે.પણ તેના જરૂરી પુરાવા નથી.આ જરૂરી પુરવામાં જન્મનું પ્રમાણપત્ર આપવાનું હતું.
ઇ.સ.૧૯૧૧ માં જન્મેલા ફૌજાના પાસપોર્ટમાં તેમની જન્મ તારીખ પહેલી એપ્રિલ ૧૯૧૧ છે.બ્રિટનનાં મહારાણીએ તેમને પત્ર લખ્યો હતો.તારીખ પહેલી એપ્રિલ ૨૦૧૧ના દિવસે તેમને સો વર્ષ પુરા થવા બદલ લખ્યો હતો.(a)
ભારત સરકારના વિદેશનીતિ કે વિદેશ મત્રાલયના અધિકારીઓએ પણ પત્ર લખીને ગિનીજ બુકને જણાવ્યું કે ઇ.સ.૧૯૧૧ માં આવું કોઈ દફતર સરકારી રહે પણ નિભાવવામાં આવતું ન હતું.(b)
ભારતમાં ફૌજાસિંહના એક પડોશીએ પણ તેમની ઉંમર માટેની આધારભૂત વિગતો ગીનીસ બુકને આપી જ છે.તેમના પડોશીએ આપેલા આધારપુરાવા તેમની ઉંમરની અનેક સબીતે રજુ કરી  હતી.(c)

ફૌજાના પાસપોર્ટ અને તેમના નાગરિત્વ સ્વીકારવાની પ્રક્રિયા પણ બિન વિવાદી છે.ફૌજાસિંહે બ્રિતાની નાગરિત્વ લીધું છે.ત્યાં પણ વિવિધ આધાર પુરાવા રજુ કરવામાં આવેલ જ છે.આ પુરાવા એટલા માટે મહત્વના છે કે તેમાં દરેક તબક્કે તેમની ઉંમરમાં તફાવત રહેતો નથી.(d)
હવે વિજ્ઞાનની વાત.અરે,મરેલા માણસની લાશને આધારે તેના ખૂનીનું ચિત્ર ખડું કરનાર આ વિજ્ઞાન આપણા બહાદુર ફૌજાસિંહ હયાત છે ટો ચોક્કસ ઉંમર ના શોધી શકે?જો,છોકરી નાબાલિક હોયતો તેની  ઉંમર જાણી શકાય.હું અહીં એમ નથી કહેતોકે ગિનીજ બુકના નિયમો ખોટા છે.હું એમ કહીશ કે સૌથી ઉંમર લાયક મેરાથન ધાવક તરીકે તેમનું નામ લખાય તે જરૂરી છે.આ માટે બધાં જ આધારભૂત પુરાવા સામેલ છે જ.તો શા માટે  પહેલી એપ્રિલ ૧૯૧૧ને જન્મ તારીખ તરીકે માન્ય ન રાખવી?જો બે દેશ ના કાયદામાં આ તારીખ ચાલી છે.તો મારું અંગત માનવું છે કે ફૌજાસિંહનું નામ ગિનીજ બુકમાં ચપાય તેવી મારી આશા છે.અહીં એ પણ ગૌરવ સાથે નોધીશ કે ગિનીજ બુકના આવા ચુસ્ત નિયમો ના હોય તો તેનું ગૌરવ પણ ના જળવાય.છતાં આપણે થોડો પ્રયત્ન કરીએ.
BBC જેવી વૈશ્વિક સંસ્થાએ પણ પાસપોર્ટની તારીખને આધારભૂત માનવના સંજોગોમાં તરફેણ કરી છે.બુધિયો દોડે ત્યારે મીડિયા આખું દોડે.બુધિયો અનેકને હીરો બનાવે છે.ફૌજાસિંહની પાછળ દોડનાર દોડશે.પણ રોતો આ ફૌજસિંહ બનશે.કદાચા એટલે કોઈ ખાસ હો હા વર્તાતી નથી.
ચાલો એક કામ કરીએ...
કોઈને મદદ,કોઈને હામ લઈએ...
એક બીજાની સાથે રહીએ...એક બીજાને સાથે લઈએ...
ચાલો એક કામ કરીએ...હિંમત સાથે હામ ભરીએ...હામ ભરીએ...

Comments

Usha Patel said…
વિજ્ઞાન ઘણું બધું જાણી શકે? કદાચ આ Record કોઈ અંગ્રેજ વ્યક્તિનો હોઈ શકે કે કેમ એ સંશોધન માગી લે તેવી બાબત છે અને તેઓએ ઉંમરના પૂરાવાઓ કેવી રીતે એકઠા કર્યા હશે તે પણ..બાકી મને તો પાક્કે ખબર છે કે એ જમાનામાં ભારતમાં પૂરાવાઓ શોધવા કઠીન હતા જન્મતારીખ પણ માબાપ આશરે નોંધાવતા..

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી