સંચાની શોધ...



ચતુરસિંહ રાજા એમના નામે જ આ નગર નગર ને સૌથી ચતુર નગર કહે લોકોની સુવિધા માટે ચતુરસિંહ દેખરેખ રાખે

હવે એક દિવસની વાત છે.

ચતુરસિંહ દરબાર ભરીને બેઠા હતા.

એમની આસપાસ પ્રધાનો અને સલાહકાર બેઠા હતા.

બાજુના નગરનો એક વેપારી રાજા સાથે વાતચીત કરતો હતો. રાજાએ આ વાત નોંધવા જેવી લાગી. રાજાએ પ્રધાનજી ને આ વાત નોંધી લેવા સુચના આપી.

રાજાનો પ્રધાન બાજુમાં જ બેઠો હતો. રાજા ના કહેવાથી પ્રધાન લખવા ગયો ત્યાં પેન્સિલની અણી તૂટી ગઈ. આ જોઈ પ્રધાન રાજાજીને ધીરેથી કહે..


તૂટી મારી અણી,

ઉપયોગી હતી ઘણી.

અણી કાઢતા લાગે વાર,

ન ગમ્યું મને આ લગાર.


પેન્સિલની અણી તૂટતા રાજાએ પેલા વેપારી ને થોડીવાર થોભવાની વાત કરી. પેન્સિલની છોલવા રાજાએ ચાકરો ને બોલાવ્યા. રાજા નો આદેશ થતાં ચાકર વિવિધ વસ્તુઓ સાથે આવી પહોંચ્યા.


રાજાએ જોયું તો રાજા ના ચાકર હાથમાં તલવાર, ચપ્પુ, છરી અને ફરસી જેવા ઓજાર લાવ્યા હતા. રાજાનો એક સેવક ભાલો લઈને આવ્યો હતો. આ જોઈ રાજા કહે:

સુનો સુનો પ્રધાનજી,

આ તે શું શું લાવ્યા જી.

કેમ કરતા આ કામ હવે થાય,

પેન્સિલથી કેમ હવે લખી શકાય.


રાજા ની મૂંઝવણ સાંભળી પ્રધાનજી રાજાને કહે


સુનો સુનો રાજાજી

આ સૌ ઑજાર લાવ્યા જી

ગુજરાતી પેન્સિલ છોલાશે

પછી એનાથી લખાશે.


રાજા જીતો આ ચાકરને ઓજારથી પેન્સિલ છોલતા જોઈ રહ્યા.


પેન્સિલ હતી નાની. ઓજાર હતાં મોટા. કોઈને ઓજાર વાગ્યું. કોઇને ઇજા થઇ. કોઈએ પેન્સિલ તોડી. કોઈના હાથમાં પેન્સિલ તૂટી. કેટલાકના હાથે પેન્સિલ છૂટી. આ બધું જોઈ રાજાની સમજાયું કે પેન્સિલ છોલવામાં કેટલી મુશ્કેલી પડે છે. આવેલ વેપારીની વિગતો પ્રધાનજી એ નોંધી લીધી.

થોડા દિવસ પસાર થયા. રાજાના મનમાંથી પેન્સિલ છોલવાની વાત નીકળતી ન હતી. રાજાએ આખા નગરમાં જાહેરાત કરી. જે પેન્સિલ છોલવાનું મશીન બનાવશે એને પાંચ સોનામહોર નું ઈનામ મળશે. પાંચ સોનામહોર ની વાતની લીધે અનેક લોકો આ કામમાં લાગી ગયા. નગરમાં રહેતા નાના-મોટા, મહિલાઓ પુરુષો અને બાળકો બધા આ મશીન શોધવા લાગી ગયા.


કાનજી અને બીજાઓએ ભેગા થઈ રાજા ને બતાવવા બે નવા મશીન પસંદ કર્યા. એક મશીન માં પેન્સિલ મૂકી દેવાની. આ પછી એ પેન્સિલ મૂકી હોય તે બોક્સ ગોળ ગોળ ફેરવવાનું. આમ કરવાથી પેન્સિલ છોલી શકાતી હતી. બીજા મશીનમાં ધાતુની પટ્ટી હતી. આ પટ્ટી વડે પેન્સિલ છોલી શકાતી હતી. આ બંનેમાં પેન્સિલ તૂટી જતી. ધાતુની પટ્ટી હાથમાં વાગવાનનો ડર રહેતો.

રાજાને એકે મશીન ન ગમ્યું. આ બે મશીન બધા જોઈ શકે એ માટે રાજાએ પ્રદર્શનનું આયોજન કર્યું. નગરના બધા લોકોએ આ મશીન જોયો. મોટા મશીન ને ફેરવવામાં બે-ત્રણ માણસોની જરૂર પડતી. ધાતુની પટ્ટી તો બધાને વાગવાનો, ઇજા થવાનો કે નુકસાનનો ડર હતો. સર્વે રાજાજીને આ વાત કરી.


લોકોની વાત સાંભળી રાજાજી કહે

સુનો સુનો પ્રધાનજી 

આ તો શું લાવ્યાજી.

તૂટે પેન્સિલ ના ચાલે જી

લાગે એતો ખરાબ જી.


આ સાંભળી પ્રધાન કહે…


સુનો સુનો રાજાજી,

આ મશીન ભલે લાવ્યા જી.

આમાંથી નવું બનશે જી,

પેન્સિલ તરત છોલશે જી.


આમને આમ સાંજ પડી.

રાજા પ્રધાન અને નગરજનો સૌ પોતપોતાના ઘરે ગયા. આ બધા સાથે વાલુ પણ લાગે રે ગયો. રાતે ઊંઘમાં વાલુ ને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એને નાનું બોક્સ જેવું મશીન દેખાયું. આ મશીન ઉપર ધાતુની પટ્ટી હું લગાવેલી હતી. આ મશીનમાં પેન્સિલ નાખી એને ગોળ ફેરવતા પેન્સિલ છોલી શકાઈ, આવું સ્વપ્ન જોઈ વાલુ એ એવું જ નાનુ મશીન બનાવ્યું.


બીજા દિવસે સવાર થઈ.

વાલુ એના મશીન સાથે રાજા પાસે પહોંચ્યો.

વાલુ રાજાને કહે…


સુનો સુનો રાજાજી

મશીન તો બનાવ્યું જી

એમાં પેન્સિલ છોલય જી

સૌને મજા આવશે g.



રાજાએ આ મશીન જોયું. એમાં પેન્સિલ નાખી. Ghoul ફેરવી. પેન્સિલ છોલાતી હતી. હા, પેન્સિલ માં સારી ધાર આવતી ન હતી. સતા વિચાર સારો હતો. આ મશીન જોઈ રાજા કહે…


સુનો સુનો પ્રધાનજી

મશીન તો બનાવ્યું

પટ્ટી ની ધાર કરીએ જી

પેન્સિલ તો જ છોલાશે જી.


વાલુ એ પણ આ વાત સાંભળી.

રાજાને આ મશીન ગમ્યું હતું. રાજા પાંચ સોનામહોર નું ઇનામ પણ આપવાના હતા. વાલુ એ ખર્ચ કરીને પણ દાર કઢાવવાનું નક્કી કર્યું હતું. વાલુ દાળ કઢાવવા દરજી પાસે ગયો. વાલુ દરજી ને કહે


સુનો સુનો ભાઈ દરજી

ધાર કાઢો એને સારી જી

એ નામ આપશે રાજાજી

ભાગ આપશે વાલજી



દરજી કહે 'મારું મશીન કપડા સીવે. મારું મશીન ધારના કાંઠે તમે સુથાર પાસે જાવ. વાલુ ધાર કઢાવવા સુથાર પાસે ગયો. વાલુ સુધારીને કહે


સુનો સુનો સુથાર જી.

બહાર કાઢો અને તારી જી

આપશે રાજાજી

બાગ આપશે વાલજી

સુથાર કહે... મારું મશીન તો લાકડું કાપે. મારું મશીન આધાર ન કાઢે. મારાથી ધાર નહિ કાઢી શકાય. તમે દાંત કઢાવવા લુહાર પાસે જાવ. કઢાવવા લુહાર પાસે ગયો.



વા લુહાર ને કહે


સુનો સુનો લુહાર જી

ધાર કાઢો અને સારીજી

ઇનામ આપશે રાજાજી

ભાગ આપશે વાલજીજી


આ સાંભળી લુહાર એ વાલુ નું મશીન હાથમાં લઇ ની પટ્ટી ને દાળ કાઢી આપી. ધાતુની પટ્ટી ને  કઢાવી વાલુ રાજા પાસે પહોંચ્યો. રાજાએ એને પાંચ સોનામહોર આપવી.


વાસુ સીધો ગયો દરજી પાસે. દરજી ને સુથાર જો ડે મોકલવા એક સોનામહોર ભેટ આપી. સુથારને પણ લુહાર જોડે મોકલવા બાલવીર e એક સોનામહોર ડેટા પી લુહાર ને દાળ કાઢી આપવા એક સોનામહોર પેટમાં આપી વધેલી સોનામહોર લઈ વાલુ ઘરે ગયો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી