જંગલની વાત

 જંગલની વાત કરું...












જંગલની વાત કરું જંગલની વાત.

ઝાડ,પાન, ફળની અનોખી જાત...(૨)


એક વાર હું ફરવાને જંગલમાં ગઈ 'તી.

નાની મોટી ઝાડવાની હરોળ જોઈ 'તી.

મને ગમે ઝાડવાના નાનાં મોટા પાન.

ઝાડ પાન ફળની અનોખી જાત.


જંગલની વાત કરું જંગલની વાત.

ઝાડ,પાન, ફળની અનોખી જાત...(૨)


કેટલાંક ઝાડ ઉપર ફળ બહું લાગતાં.

ખાટાં મીઠાં ફળ,મને બહુ ભાવતાં.

કેટલાંક ફળ પાછાં વેલ ઉપર થાય.

ઝાડ પાન ફળની અનોખી જાત.


જંગલની વાત કરું જંગલની વાત.

ઝાડ,પાન, ફળની અનોખી જાત...(૨)


કેટલાંક ઝાડવાં તો ખૂબ ઊંચે જાતાં.

પવન સાથે ઝાડવાં ખૂબ લહેરાતાં.

પવન આવે ત્યારે મને મજા પડી જાય.

ઝાડ પાન ફળની અનોખી જાત.


જંગલની વાત કરું જંગલની વાત.

ઝાડ,પાન, ફળની અનોખી જાત...(૨)



ડૉ. ભાવેશ પંડ્યા

ગુજરાત

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી