સૂરજના છડીદાર...


ભગવાને દુનિયા બનાવવાની શરૂઆત કરી. થોડા જ સમયમાં આખી દુનિયા બની ગઈ.દુનિયાના તમામ જીવ રાજી હતા.ખૂશ હતા.દરેક જીવ પોતાની જવાબદારી નિભાવતા હતા.સૂરજ રોજ સવારે આવે.પોતાનો સમય હોય એટલો સમય તે રહે.સાંજ પડે એટલે જાય.સૂરજ આવે એટલે સવારે ઠંડક હોય.જેમ જેમ સૂરજ ઉપર જાય.ગરમી પણ વધે. કેટલીક વખત સૌ ને સૂરજનો તડકો આકારો લાગતો.સૌ એ ભેગાં થઇ સૂરજ ને ફરિયાદ કરવાની તૈયારી કરી.
દુનિયાના બધાં જ જીવ તૈયાર થયા.બધા જ સૂરજ દેવ ને મળવા ગયા.એક સાથે સૌ ને આવેલા જોઈ સૂરજ દેવ પણ અચરજ પામી ગયા.સૌની સાથે આવેલ પૈકી એક કહે: ‘તમે આવવાનું બંધ કરો.તમારા આવવાથી ખૂબ જ ગરમી થાય છે.જીવી શકાતું નથી.આપ ન આવો તો અમારે શાંતિ થઇ જાય.
સૂરજદેવ ને દુઃખ થયું.સૂરજ દેવ રિસાઈ ગયા.તેમણે આવવાનું બંધ કરી દીધું.ધરતી ઉપર રહેનાર ને જાણે રાહત થઇ.સૌ રાજી રાજી થઇ ગયા.કેટલાંક તો નાચતા હતા.કેટલાંક તો ઊંગી ગયા.એક દિવસ...બે દિવસ...ચાર દિવસ...સૌ ઊંગી ગયા.હાશ...મજા....સૌ ને મજા.થોડા દિવસો થયા.અનેક જીવો ભૂખથી મરતા હતા.શાકભાજી પણ ન પાકે.અનાજ પણ ન પાકે.આસપાસ રોગચાળો ફેલાઈ ગયો.સૌ પરેશાન થઇ ગયા.અંધારામાં પણ કેવું અને કેટલું ફાવે?કેટલા દિવસ અંધારું હોય તો જીવી શકાય?સૌ પરેશાન થતાં હતા.
બધા ને થયું.આ સૂરજ આવતો નથી એટલે આવું થયું છે.ભલે ગરમી લાગે.તાપ પડે પણ સૂરજ તો આવવો જ જોઈએ.પણ સૂરજ દેવ તો રિસાયા હતા.તેમણે મનાવવા કોણ જાય?સૌ  ચિંતામાં હતા.સૌ ને સૂરજ દેવની જરૂર હતી.અનેક રીતે સૂરજ દેવ ને મનાવવા માટે મહેનત કરી જોઈ.કોઈ પણ રીતે સૂરજ દેવ આવતા ન હતા.હવે સૌ ને સૂરજની કિંમત સમજી હતી.
સૌ ફિકરમાં હતાં.રોગચાળો વધતો હતો.ખોરાકમાં લઇ શકાય તેવું હવે ખાસ કશું ન હતું.પશુ,પંખી અને જળચર અને માનવ સૌ જાણે થકી ગયા હતાં.સૌ ચિંતામાં હતાં.એક કૂકડો બેઠો હતો.કૂકડો કહે: ‘જો બધા કહે તો હું સૂરજદેવ ને મનાવવા જાઉં.!સૌ વિચારમાં પડી ગયા.બધાંને તો સૂરજ આવે તે જ જોઈતું હતું.કૂકડો જાય કે બિલાડી.સૂરજ આવે તે જરૂરી હતું.બધાની સહમતી લઇ કૂકડો સૂરજદેવ ને મનાવવા જાવા તૈયાર થયો.થોડો સમય બધાની સાથે બેસી કૂકડો સૂરજદેવ પાસે જવા રવાના થઇ ગયો.
કૂકડો થોડા દિવસોમાં સૂરજદેવ પાસે પહોંચી ગયો.સૂરજદેવ ને વંદન કરી કૂકડાએ બોલવાની શરૂઆત કરી.કૂકડો કહે: ‘હે સૂરજદેવ આપના લીધે જ આ દુનિયા જીવે છે.આપે જ આ દુનિયા બનાવી છે.આપે જ આ દુનિયા ટકાવી છે.આપ અજોડ છો.દુનિયામાં અનેક મૂરખ લોકો છે.તે આપને  અને આપની તાકાત ને ઓળખાતા કે સમજતા નથી.હે સૂરજદેવ આપ અમારું હિત સમજો છો.જુઓ છો.સતત અંધારું હોવાના લીધે અનેક નાના જીવો જીવી શકતા નથી.ખોરાક મળતો નથી.આપ અમને માફ કરો અને દુનિયામાં આવવાની શરૂઆત કરો.
સૂરજદેવ થોડા નરમ થયા.તેમણે પણ દુનિયાની ફિકર હતી જ.સૂરજદેવ કૂકડાની વાત સંભાળતા હતા.કૂકડાની હિંમત વધી.કૂકડો કહે: ‘હું આપણે વાચન આપું છું.હવે દુનિયામાં કોઈ આપણું અપમાન નહિ કરે.આપને સૌ આદર આપશે.હું રોજ સવારે આપના આવતાં પહેલાં છડી પોકારીશ.પશુ અને પંખી આપને આવકારશે.ફૂલ આપણે આવકારવા રોજ સવારે તૈયા હશે.હસતા ઊભા હશે.આપના આવવાથી જ દિવસની શરૂઆત થશે.આપ જશો એટલે હું આપના વિદાયની સૌ ને જાણ કરીશ.સૂરજદેવ ખૂશ થયા.તે કૂકડાની સામે જ જોઈ બેઠાં હતા.

કૂકડો પરત આવી ગયો.બીજાં દિવસથી સૂરજદેવ સમયસર આવતા થયા.બસ,તે દિવસથી આજ સુધી કૂકડો સૂરજદેવ ના આવવાના અને જવાના સમયને સાચવે છે.કૂકડે...કૂક....કૂક...કહી છડી પોકારે છે.બસ! આજ દિવસથી કૂકડા ને સૌ સૂરજનો છડીદાર કહે છે.

Comments

This comment has been removed by the author.

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી