કમનસીબી...


 એક મોટું નગર.અહીં એક ધનવાન માણસ રહે.તેનું નામ આઉલો.તે ખૂબ જ અમીર.બધું જ સુખ સગવડ તેના તાબામાં. તે આદેશ કરે તે કામ થાય.તેની પાસે સુવિધાના બધા જ સાધન હતા.અનેક અને અઢળક સાધનો હતા.આખી દુનિયાનું સુખ હોવા છતાં તે દુ:ખી  હતો.આઉલા ને તેની મિલકતથી સંતોષ ન હતો.
આઉલો વિચારતો હતો.તેને અનેક વિચારો આવતાં હતા.તેને મનોમન થતું હતું કે મારું ધન ઓછું છે.આઉલો વધામાં વધારે ધન માટે વિચારતો હતો.તેને ગમે તે કરી ને વધારે ધન એકઠું કરવું હતું.તે આ માટે સતત વિચારો આવતા હતા.તે સતત ચિંતા કરતો હતો.તેને થયું ‘સુખ અને દુ:ખ ભગવાનના હાથમાં છે.જો મારે ધન વધારવું હોય તો ભગવાનને રાજી  રાખવા પડશે.

એક દિવસની વાત છે.આઉલા એ ભગવાનને રીઝવવાનું શરું કરી દીધું.શહેરથી દૂર.નદી કિનારે આઉલા તપ કરતો હતો.એક...બે...ચાર દિવસો પસાર થયા.આમ કરતાં કરતાં મહિનાઓ પસાર થયા.એક મહંત અહીંથી પસાર થતાં હતા.મહંતે આઉલા ને જોયો.તે ભગવાનની આરાધના કરતો હતો.ખૂબ જ કપરું તપ કરતા જોઈ  મહંત રાજી થયા.ભગવાન ની આરાધનામાં લીન થએલ આઉલા ને જોઈ મહંત રાજી થયા.
મહંતે જોયું.આ માણસ દેખાવ ઉપરથી ધનવાન લાગતો હતો.તે સતત ભૂખથી ગરીબ અને દુબળો દેખાતો હતો.મહંતને તપ કરનારની સાથે વાત કરનારનું મન થયું.મહંત અહીં જ ઊભા હતા.થોડીવારમાં આઉલાનું તપ પૂરું થયું.મહંત અહીં જ ઊભા હતા.તેમણે આઉલાને આકરું તપ કરવાનું કારણ જણાવવા વિનંતી કરી.મહંત કહેતા હતા: ‘આવું આકરું તપ કરવાનું કારણ શું?તમે કેમ આટલું બધું આકરું તપ કરો છો?હું તમારી કઈ રીતે સેવા કરું?’આઉલા સાથે મહંત એક ધારી વાત કરતાં હતા.મહંત ને હતું કે આવો ધનવાન માણસ કેમ આવું  આકરું તપ કરતો હશે.
મહંતને જોઈ આઉલા રાજી થયો.તેને હતું કે હવે મને વધુ ધન ભેગું કરવા માટે આ મહંત મદદ કરશે.મહંતના પગમાં બેસી આઉલો કહે: ‘મહંત જી.મારી પાસે ખૂબ જ ધન છે.પણ મારે જીવનમાં વધારે ધન જોઈતું હોય તો શું કરું?’મહંત કહે: ‘ભાઈ,તમારી પાસે અધધ...ધન છે.આખા નગરમાં અને આસપાસના શહેરો અને દેશમાં પણ આપણું ધન સૌથી  વધારે છે.આપ ને હવે વધારે ધન શા માટે એકઠું  કરવું છે?’આઉલો કહે: ‘ મહારાજ,જુઓ.આ ધન છે.આ ધન આપ કહો છો તેમ ઘણું છે.પણ જો કદાચ વધારે ધનની જરૂર પડે તો ?!’મહંત કહે: ‘જુઓ...આ ધન છે તે પણ આપનું જ છે.એ ધન આપને અને આપની સાત પેઢીને ખૂટે એવું નથી.તો કેમ હાલ આટલું તપ કરો છો?’
મહંતની વાત સાંભળી આઉલો કહે : ‘ મારી સાત પેઢીને તો જરૂર નથી પણ આથમી પેઢીનું શું?’મહંત આ વાત સાંભળી અચંબામાં પડી ગયા.તેમણે ખૂબ જ નવાઈ લાગી.આઉલો કહે: ‘મહારાજ મેં તપ કર્યું છે.મને મારા તપનું ફળ તો મળવું જ જોઈએ.મહંત કહે: ‘હા,તમને તેનું ફળ તો મળશે જ.’સાધુ મહંતનું કીધેલું સાંભળી આઉલો રાજી થયો.આઉલો  મહંતના પગમાં પડી ગયો.મહંતના પગ પકડી તે કહે : ‘મહંતજી મને કોઈ ફળ મળે તેમ કરો.મારે વધારે ધન ભેગું કરવાની ખૂબ જ જરૂર છે.

મહંતે આઉલાને ઊભો કરી પોતાની પાસે બેસાડી દીધો.પાસે બેસી આઉલો કહે : ‘મહંતજી બોલો હું ધનવાન કઈ  રીતે થવાય?મહંત કહે: ‘જો સામે નદીની પાસે પથરા છે.તેમાંનો એક પથરો જાદુઈ છે.આ જાદુઈ પથરો જેણે અડે તે સોનું થઇ જાય.આ સાંભળી આઉલો તો દોડતો દોડતો પથરા પાસે ગયો.અહીં ઢગલામાં અનેક પથરા હતા.આઉલો પથરો હાથમાં પકડે.બાજુમાં પડેલ લોખંડને અડકાડે.લોખંડનું સોનું ન થાય  એટલે આઉલો તે પથરો પાણીમાં ફેંકીદે.શરૂઆતમાં તો તે ધીરે ધીરે પથરો હાથમાં લે.લોખંડ ને અડકાડે.સોનું ન થાય એટલે તે પથરો પાણીમાં ફેંકીદે. સમય પસાર થતો હતો.આઉલો હવે ખૂબ જ ઝડપ કરતો હતો.તે પથરો હાથમાં પકડે.લોખંડ ને અડકાડે અને ફેંકીદે.આમ કરતાં કરતાં થોડો સમય પસાર થયો.આઉલો પથરા ફેંકતો જ હતો.થોડી વાર પછી જોયું તો લોખંડનો ટૂકડો સોનાનો થઇ ગયો હતો.આઉલાએ આ જોયું.હાથમાં સોનાનો ટૂકડો હતો.પણ,લોખંડ ને સોનું કરનાર પથરો તો આઉલા એ ફેંકી દીધો હતો.આઉલાએ નદીના કાંઠે મહેનત કરી જોઈ.કોઈ રીતે તેણે પેલો સોનું બનાવતો પથરો મળતો ન હતો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી