શિકારી અને કાગડો...

એક નાનું જંગલ.અહીં ધનવર નામનો ખેડૂત રહે.ધનવર તેના પરિવાર સાથે રહેતો હતો.તેના પરિવારમાં ધનવરની વહુ,તેનાં છોકરાં અને એક કાગડો હતો.જંગલની કેટલીક જમીનમાં ધનવર ખેતી કરતો.કેટલીક વખત તે શિકાર પણ કરતો. આમ ખેતી અને શિકાર કરી ધનવર પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરતો.
ધનવર રોજ સવારે વહેલો જાગે.ખેતીનું કામ કરે.ખેતીમાં કામ ન હોય તો તે શિકાર કરવા જાય.આ વખતે કાગડો પણ ખોરાકની શોધમાં જાય.કાગડો દૂર દૂર સુધી ખોરાકની શોધમાં જાય.કાગડો ખોરાકની શોધ કરે.જમવાનું પતાવે.થોડો આરામ કરે.આરામ કરવા તે  લીમડાના ઝાડ ઉપર બેસે.એક દિવસની વાત છે.કાગડો આરામ કરતો હતો.તેણે જોયું તો દૂર અનેક ભગવાન બેઠાં હતા.ભગવાન વાતો કરતાં હતા.એક બીજાં સાથે દેવ અને દેવીઓ વાતો કરતાં હતાં.કાગડાએ આ બધું જોયું.કાગડાને ભગવાનની વાતો સંભાળતી હતી.કાગડો આ બધી જ વાત સંભાળતો હતો.કાગડો સાંજે પરત ફરતો.પરત આવી તે ધનવર ને બધી જ વાત કરતો.ધનવર  અને તેનાં છોકરાં કાગડાની બધી જ વાતો સંભાળતા હતાં.તેમને મજા આવતી હતી.
એક દિવસની વાત છે.ધનવર રોજની જેમ પોતાના કામે ગયો.કાગડો પણ ખોરાકની શોધમાં ગયો કાગડો જમીને તૈયાર થઇ ગયો.હવે તે રોજની જેમ લીમડાની ડાળ ઉપર જઈ ને બેઠો.આજે ભગવાન ભેગા થઇ ને વરસાદ અંગેનું આયોજન કરતાં હતા.વરસાદના ભાગવાને બધા જ દેવો ને માહિતી આપી.વરસાદના ભગવાન વરુણ દેવ કહે: આ વખતે માત્ર ઊંચાણવાળા ભાગમાં જ વરસાદ આપવાનો છે.બાકીના લોકો ને આ વખતે વરસાદનું પાણી આપવાનું નથી.આ વાત કાગડાએ સાંભળી.
કાગડાએ સાંભળેલી વાત આવી ને ધનવર ને કરી.ધનવર પણ કાગડાની વાત સમજી ગયો.ધનવરે જંગલ પાસે આવેલ મોટા પહાડ ઉપર વાવણી કરી.ચોમાસાના દિવસો આવી ગયા.કાગડા એ જણાવેલી વિગત મુજબ જ થયું.ઊંચાણવાળા ભાગમાં જ વરસાદ થયો.ધનવર સિવાય ના બધાજ લોકોના ખેતરમાં કશો જ  પાક ન થયો.
આસપાસના કોઈ ખેતરમાં પાક ન થયો.ધનવર ખુશ હતો.કાગડો રોજ ખોરાકની શોધમાં જતો.લીમડાની ડાળ ઉપર બેસતો.જે વાત થાય તે તેના માલિકને કહેતો હતો.આમ કરતાં કરતાં થોડા દિવસ પસાર થયા.કાગડો ખોરાકની શોધનું કામ પતાવી બેઠો હતો.કાગડો લીમડાની ડાળ ઉપર બેઠો હતો.બધા જ ભગવાન સામે હાજર હતા.નારદજી નારાયણ નારાયણ કરતાં કરતાં આવી ગયા.નારદજી કહે: અરે!આખી દુનિયામાં ધનવર નામના એક ખેડૂતના ખેતરમાં જ પાક થયો છે.આ વાત જાની સૌને નવાઈ લાગી.ભગવાન કહે: આખી દુનિયામાં વરસાદ ને અભાવે પાક થયો નથી.આ ખેડૂત ને પણ નુકશાન થવું જ જોઈએ.આ સાંભળી નારદજી કહે: હવે તેના ખેતર ઉપર જંતુઓ અને કીટક વડે હુમલો કરવો. આમ કરવાથી તેનું બધું જ અનાજ ખલાસ થઇ જાય.બગડી જાય.આ વાત કાગડાએ સાંભળી.
કાગડો ઝડપથી ઉડતો...ઉડતો ધનવર પાસે ગયો.કાગડાએ ધનવર  ને વાત કરી.કાગડાની વાત સાંભળી ધનવર તૈયારી કરવા લાગી ગયો.તેણે મેના અને તેના જેવા નાના જીવજંતુ ખાઈ જતાં જીવો ને મદદ માટે બોલાવી લીધા.નાના જીવાણુઓને ખાઈ જતાં જીવોની મદદથી ધનવર પોતાનું ખેતર બચાવી શકવામાં સફળ થયો.
આમ કરતાં કરતાં થોડા દિવસો પસાર થઇ ગયા.બધા જ ભગવાન વિચારમાં પડી ગયા.આ ધનવર કઈ રીતે તેનું ખેતર બચાવે છે?સૌ વિચારતા હતા.ધીરે ધીરે બાકી રહેલા ભગવાન એકઠા થયા.સૌ વાતો કરતાં હતા.નારદજી તો આજે સૌથી પહેલાં આવી ગયા હતા.નારદજીએ  બોલવાની શરૂઆત કરી. નારદજી કહે: લો,ધનવરનું તો કશું જ નુકશાન ન થયું.નારદજી કહે: જુઓ,ધનવરના પાક ને નુકશાન કરવા માટે એક જ કામ થાય.બધા જ ભગવાન આવી ગયા હતા.તે સૌ એક સાથે બોલી ગયા. શું થઇ શકે?બધા ને નુકશાન થાય તો ધનવરનું નુકશાન પણ થવું જ જોઈએ.નારદજી નારાયણ...નારાયણ કરતાં કહે: જો તમે સહમતી આપો તો ધનવરના ખેતરમાં ઉંદર છોડી દઈએ.ઉંદર બધુજ ઊભું અનાજ ખાઈ જશે.બધા જ ભગવાન આ વાતમાં સહમત થયા.
કાગડાએ આ વાત સાંભળી.કાગડો સીધો જ ઉડતો ઉડતો ધનવર પાસે પહોંચી ગયો.તેણે ધનવર ને બધી જ વાત કરી.ધનવર તૈયાર થઇ ગયો.તેણે અનેક બિલાડી ભેગી કરી.ભગવાને ઉંદર એકઠા કરી લીધા.ઉંદર ધનવરના ખેતરમાં પહોચવામાં હતા.બિલાડીઓ પણ હાજર હતી.ફરીથી ધનવરનું ખેતર બચી ગયું.કાગડો ખોરાકની શોધમાં જાય.ભગવાન ની વાત સંભાળે.ધનવર ને જાણ કરે.આ રીતે ખળામાંથી ધનવરે દાણા પણ ભરી લીધા,આવું દરેક વખતે થયું.દર વખતે કુદરતના ખોફ સામે ધનવર જીતી જતો.ધનવર બચી જતો.

બધા જ ભગવાન ભેગાં થયા.નારદજી કહે: આ ધનવર કુદરતની સાથે રહી કામ કરે છે.તેના નિયમનું પાલન કરે છે.એટલે જ તેના ખેતરને કે તેના પાક ને નુકશાન થઇ શકતું નથી.નારદજી ની વાતમાં બધા જ ભગવાન સહમત થયા.કાગડો ખુશ થતો થતો ધનવર સાથે પહોંચી ગયો.કાગડાએ ધનવર ને આજની વાત કરી. કુદરતની સાથે રહેવાના લાભ અંગેની જાણ કરી.ખેડૂત પણ ખુશ હતો.ઘરમાં સૌએ શીરો બનાવીને ખાધો.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

નીલમનો ઝભ્ભો

ન્યાયાધીશ અને માસ્તર