બોલો...શું થઇ શકે?

ક્યાંક થાય દિવાળીના દીવા,એ દીવે થાય ક્યાંક હોળી.ચાલો શીખવવાનું સાચું લઈએ સૌ ખોળી.


આજકાલ શિક્ષણ સો ટકા નફો કરતો વ્યવસાય છે.શિક્ષણની દરેકને જરૂર છે.જીવનમાં શિક્ષણનું ખૂબ મહત્વ છે.કોઈ એક વિચારકે લખ્યું છે,‘કે જો આપને આજનું શિક્ષણ મોઘું લાગે છે તો નિરક્ષરતા અપનાવી જુઓ.એક વખતમાં વાંચવાથી ગમી જાય તેવી આ વાત છે.સૌને લાગે કે જમાના સાથે ચાલવા માટે આ ખૂબ જરૂરી છે.આવક વધી છે.બજાર વૈશ્વિક થયા છે.ચીન કે જાપાનના રમકડાં ભારતના ગામે ગામ છે.હવે તો ખર્ચ કરવો જ  પડે.ભણતર વગર કેમ ચાલે?
શિક્ષણમાં ભારત પછાત.અહીં મેકોલેનો પ્રભાવ.શિક્ષણમાં એક ધારી પ્રક્રિયા.યાદ રાખવાની અને ગોખવાની હરીફાઈ. માત્ર કારકુન તૈયાર કરવાની શિક્ષણ પ્રણાલી.એકધાર્યું અને એક સરખું શીખનાર અને શીખવનારનું માળખું.એકસરખો અભ્યાસક્રમ અને પાઠ્યક્રમ.અહીં શીખનાર અને શીખવનાર વચ્ચે ‘વ’ જાણે વધારાનો છે.આ વચ્ચેના ‘વ’ની સાચી ઓળખ થઇ.નવી શિક્ષણ નીતિથી તેની સાચી ઓળખ થવી શરું થઇ.યશપાલ સમિતિની ભલામણોથી ‘ભાર વગરનું  ભણતર’ અમલી બન્યું.ગુજરાતે એક દસકા પહેલાં શરૂઆત કરી.આખા દેશમાં ગુજરાતે ‘ભાર વગરનું  ભણતર’ ને પ્રથમ અમલી બનાવવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું.આ સમયે અપર એજ્યુકેશનમાં ‘પ્રોજેક્ટ બેઇઝ લર્નિગ’નો વિચાર આવ્યો.અમલ થયો. આજે ‘રાઇટ ટૂ એજ્યુકેશન:૨૦૧૦’ને આધારે બંધારણમાં ભણવાના અધિકારનું સ્થાન છે.આઝાદીના આટલા વર્ષો પછી  પણ બંધારણમાં સુધારો કરી કશુંક નવું કર્યાનો સરકારે આનંદ લીધો. ભાર વગરનું  ભણતર’ અને ‘રાઇટ ટૂ એજ્યુકેશન:૨૦૧૦’નું મિશ્રણ એટલે જાણે ગુજરાતનું શૈક્ષણિક માળખું.સેમેસ્ટર પધ્ધતિ.આજે આ પદ્ધતિ અને તેની સાથે શીખવું અને શીખાવાવુંની વાત કરશું.પહેલાં એક પ્રસંગ જોઈએ.
પ્રસંગ:અ 
એક છોકરોને શિક્ષક ભણાવે છે.છોકરો સાતમું ધોરણ પાસ થાય છે.તેએટલે જ ને સાતમાં ધોરણમાં પાસ કરી માર્કશીટ આપનાર ગુરૂજી પણ સાતમું ધોરણ પાસ થઇ ને શિક્ષક બન્યા હતાં.તે વખતે પણ ત્રણ અને બે નો સરવાળો પાંચ થતો હતો. NACL એટલે  મીઠું જ હતું.આજે પણ છે.તે પછી શિક્ષક બનવા માટે દસ પાસ હોવું જરૂરી હતું.તે પછી દસમું ધોરણ પાસ થઇ બે વર્ષ પીટીસી પાસ કરી શિક્ષક બની શકાતું હતું.તે પછી બારમું પાસ થઇ પીટીસી થનાર શિક્ષક બની શકતા હતાં.આજે ખાસ પ્રકારની પરીક્ષા પાસ કરનાર પ્રાથમિક શાળામાં શિક્ષક બની શકે છે.ભણાવવાનું તો એ જ છે. ત્રણ અને બે નો સરવાળો પાંચ થાય છે. NACL એટલે  મીઠું જ છે.આજે પણ પાઠ્યક્રમ એ જ છે.જો આવું જ હોય તો શિક્ષક બનવાની લાયકાત કેમ બદલાવી પડે છે?

જેમ શીખવું અને શીખવવું ની વચ્ચે એક છે. આજ રીતે  શિક્ષણ - પ્રશિક્ષણ માં એક પ્રવધારે છે.જેમ જેટલું મહત્વ શીખવું શીખાવાવુંમાં નું છે એટલું જ મહત્વ  શિક્ષણ પ્રશિક્ષણ માં પ્રનું છે.આજે આરટીઈ અંતર્ગત શિક્ષણ અને પ્રશિક્ષણ ને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે.ગુજરાતમાં ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ(જીસીઈઆરટી)સર્વ શિક્ષા અભિયાન મિશન અને અન્ય સંસ્થાઓ પોતાના કાર્યક્ષેત્રમાં રહી શિક્ષણ પ્રશિક્ષણ ના યોગ્ય આયોજન અને અમલી કરણ માટે પ્રયત્ન કરે છે.જો પ્રશિક્ષક ઉત્તમ હશે તો શિક્ષણ યોગ્ય રીતે થશે જ થશે.આ માટે અનેક શિક્ષણ વિભાગ ધ્વારા આયોજન થાય છે.
શિક્ષણ પ્રશિક્ષણની વાત કરીએ તો ગુજરાતમાં અનેક એવી નોધપાત્ર બાબતો છે.આ બાબતો અન્ય રાજ્યો માટે માર્ગદર્શન આપી શકે.ગુજરાતમાં  છેલ્લા એક દાયકામાં  જોવા જઈએ તો પ્રાથમિક શિક્ષણમાં ભૌતિક રીતે શાળાઓ સમૃદ્ધ છે.ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર્સ એજ્યુકેશન કે ટીચર્સ યુનિવર્સીટીની સ્થાપના કરી.આનું પરિણામ થોડાક વર્ષોમાં શિક્ષણ પ્રશિક્ષણમાં ચોક્કસ જોવા મળશે.ચિલ્ડ્રન યુનીવર્સીટી પણ એક વૈશ્વિક સંસ્થા બનશે.હા,વાર્તાસ્પર્ધા જેવી એકાદ બે સ્પર્ધા અને નાનાં જૂથમાં શિક્ષક તાલીમ સાથે ટીચર્સ યુનિવર્સીટી જેવું મોટું કામ ચિલ્ડ્રન યુનીવર્સીટીમાં કઈ જોવા મળ્યું નથી.ગુજરાતના સ્વપ્ન દ્રષ્ટા શ્રી નરેન્દ્ર મોદી હવે વડાપ્રધાન છે. એટલે જ ચિલ્ડ્રન યુનિવર્સીટી વૈશ્વિક બનશે તે ચોક્કસ છે.તે પછી તૈયાર થયેલ શિક્ષકો કે પ્રશિક્ષકો આપણને નોખા,આગવા કે અનોખા લાગશે.
ગુજરાતમાં શિક્ષણ પ્રશિક્ષણ માટે અન્ય જે નવતર કામ થયું છે.છેલ્લા બે વખતથી ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળાઓના બાળકો માટેનો અભ્યાસક્રમ શિક્ષકો જ લખે છે.પાઠ્યપુસ્તકના લેખકો જ પ્રશિક્ષકો અને શિક્ષકોની તાલીમમાં ટોપ ટૂ બોટમ જોડાય છે.
સર્વ શિક્ષા અભીયાન માં પણ શિક્ષકો અને પ્રશિક્ષકોની તાલીમ માટે ટીચર્સ ટ્રેનીંગનો આખો વિભાગ છે.ગુજરાતના પ્રાથમિક શિક્ષણની ક્વોલીટી માટે સર્વ શિક્ષા અભિયાનમાં ક્વોલીટી સેલ કાર્યરત છેએક અનોખા અને વૈશ્વિક અભિગમ એવા પ્રવૃત્તિ ધ્વારા જ્ઞાન એટલે કે પ્રજ્ઞા’.દરેક બાળક પોતાની ઝડપે શીખે.વિશ્વના શિક્ષણમાં જેની માંગ છે તેવાં એક્સીલેટર લર્નિંગઅને સહપાઠી શિક્ષણને યોગ્ય રીતે નિભાવતો એક અભિગમ અને તેના કન્વીનર શ્રી દિનેશ દેસાઈ શિક્ષણ શાસ્ત્રને આધારે વિશ્વની હરોળમાં ઊભું રહી શકાય તેવો અભિગમ અસરકારક રીતે ચલાવી રહ્યા છે.
પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા મહત્વના કાર્યક્રમો ધ્વારા સરકારે છેલ્લા દાયકામાં જાગૃતિ ફેલાવવાનું કામ કર્યું છે.અહીં પ્રશ્ન છે.પ્રશિક્ષણ આપનાર અને લેનાર.અરે !શિક્ષણમાં જોડાએલ સૌની વાત કરીએ તો શિક્ષણ પ્રશિક્ષણ ને મજબુત કરવા માટે ચોક્કસ પાંચ વર્ષીય આયોજન સાથે ટીચર્સ યુનિવર્સીટી કે એવી અન્ય સંસ્થા ને ગોળ નિયત કરી જવાબદારી આપવી પડે.
ગુજરાતનો શિક્ષક કાઈ નબળો નથી.રાજ્ય,રાષ્ટ્ર અને દેશ કક્ષાએ એક અનોખી ઓળખ અપાવીં છે.ગુજરાતના શિક્ષણ પ્રશિક્ષણમાં ખાસ અને નવતર કામકરતા શિક્ષકોને શોધવાનું કામ આએ.આએ.એમ અમદાવાદ કરે છે.શ્રી અનીલ ગુપ્તા અને શ્રી વિજયા શેરીચંદ ખૂબ મોટું અભિયાન ચલાવે છે.વાઇબ્રન્ટ ગુજરાતમાં આઈ.આઈ.એમ અમદાવાદ,ગુજરાત ઇનોવેશન કમિશન અને જીસીઇઆરટી વચ્ચે એ.ઓ.યુ.થયા.છેલ્લે વિવિધ અને વિશ્વની હરોળમાં ઊભા રહી શકે તેવાં નવતર પ્રયોગોને શિક્ષક પ્રશિક્ષણમાં કઈ રીતે જોડી શકાય તેનું કામ પણ ચાલે છે.
અહીં એ વાત કરીશ કે શિક્ષણ શાસ્ત્ર કહે છે કે શીખ્યું હોય તે જ રીતે શીખવવું.શીખવ્યું હોય તે જ રીતે મૂલ્યાંકન કરવું.બસ આટલી સાડી વાતમાં આ બધું જ આવી જાય છે.પ્રશ્ન છે તાલીમમાં શીખેલું કેવું હતું?શિક્ષક ને આદર્શ પ્રશિક્ષક થવા માટે આ તાલીમ ખૂબ જ મહત્વની છે.શિક્ષકની ચાર દિવસની તાલીમ માટે બે મહિના કરતાં વધારે સમયથી રાજ્યમાં આયોજન થાય છે.અને શિક્ષક તાલીમ તો લે છે પણ ક્યાંક તે સીધી વર્ગખંડ સુધી પહોંચતી નથી.
આ માટે જ શિક્ષણ અને પ્રશિક્ષણ ને મહત્વ આપવું એ પ્રાથમિક શિક્ષણ ને સદ્ધર બનાવવા માટે ખૂબ જ ઉપયોગી થઇ પડે છે.આજે ભારત દેશમાં ઉપરોક્ય અનેક બાબતો સાથે ગુજરાતે પોતાની શિક્ષણ અને પ્રશિક્ષણની વ્યવસ્થામાં અનેક નવતર કામ વિચાર્ય છે.અમલ કર્યો છે.પરિણામ પણ મેળવ્યા છે.હવે સમય છે જ્યાં ડ્રો બેક છે ત્યાં સુધારો કરવાની.તે તરફ કામ શરું થયું છે.જોઈશું કે થોડા વર્ષોમાં કેવું ઉત્તમ પરિણામ મળે છે.


Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી