સમાવેશન શું અને કેમ?


શાળાએ સમાજનું અંગ છે.આપણો સમાજ અનેક વિધતા ધરાવતો સમાજ છે.આવી જ વિવિધતા શિક્ષણ વ્યવસ્થામાં છે.પ્રદેશ,સુવિધા,ભાષા અને એવી અનેક વિવિધતા સાથે શિક્ષણમાં કામ થઇ રહ્યું છે.દરેક બાળક ખાસ છે.દરેક બાળકનું મહત્વ છે.દરેક બાળકની સમજ,સંવેદના અને શારીરિક બાબતોમાં ભિન્નતા જોવા મળે છે.દરેક બાળકમાં ભિન્નતા હોવા છતાં એક વાત તો ચોક્કસ કે તે એક બાળક છે.
છેલ્લા કેટલાંક સમયથી શિક્ષણમાં એક નવો શબ્દ વારંવાર સાંભળવા અને જોવા મળે છે. આ શબ્દ એટલે સમાવેશન.વિદ્યાર્થીઓની  વિવિધતાને શિક્ષણના આદાન પ્રદાનમાં આવરી લેવું તે સરળ નથી.એક જ વર્ગમાં વિવિધતા ધરાવતા બાળકો સાથે કામ કરવું એટલે કપરી કામગીરી એવું માનવું યોગ્ય નથી.બાળકની વિશેષ શક્તિઓ  અને નબળાઈઓ કે ઓછી સમજને આધારે શિક્ષણ કાર્યને તે રીતે બાળકોને ઉપયોગી માળખામાં ગોઠવવું તે જ  મહત્વની બાબત છે.
શિક્ષણમાં સમાવેશન ને અંગ્રેજીમાં (inclusion in education) કહેવામાં આવે છે.શિક્ષણમાં,શિક્ષણની પ્રક્રિયામાં જેમના સુધી પહોચવું છે તેમના સુધી પહોંચવા માટે સકારાત્મક વલણ એક મહત્વની ભૂમિકા ભજવે છે.શાળાના વૈવિધ્યને મળવાનો શિક્ષકને એક અનોખો અવસર મળે છે.વર્ગનાં બધાં જ બાળકો શિક્ષણને જીવન ઉપયોગી અને માણવા લાયક માને તે માટે શાળા પરિસર,શિક્ષક અને સમાજ ધ્વારા એક થઇ કામ કરવું જરૂરી થઇ પડે છે.અને આવું ત્ર્હાય તો જ ચોક્કસ પરિણામ મળી શકે છે.આ માટે શિક્ષણમાં સમાવેશનશબ્દના અર્થને સમજવો અને તેનું અમલીકરણ થાય તેવો પ્રયત્ન કરવો ખૂબ જરૂરી છે.
આપણે એ જાણવું જરૂરી છે કે વલણ  અને મૂલ્ય આધારિત પ્રક્રિયા છે.તમામ વિદ્યાર્થીઓ ઉચિત અને ગુણવત્તા પૂર્ણ શિક્ષણ મેળવે,આ માટેની તક પ્રાપ્ત કરે.વિદ્યાર્થીઓ તેમની ઉંમરના સાથીઓથી મળતી સેવાઓ અને અધિકારોને ઉત્તેજન આપે એટલેજ શિક્ષણમાં સમાવેશન કહી શકાય. કેટલીક ઓછી કે અપૂરતી માહિતીને આધારે વિવિધ વિકલાંગતા ધરાવતા અથવા શીખવામાં ધીમા બાળકના સંદર્ભમાં આપણે સમાવેશન શિક્ષણની સાથે જોડીએ છીએ.કેટલીક વખત બાળકો વર્ગખંડમાં બોલી ન  શકે,પોતાની વાત રજૂ ન કરી શકે.કોઈ પણ કારણોને લીધે શાળામાં અનિયમિત હોય. તેઓ ચોક્કસ સિદ્ધિ પણ પ્રાપ્ત ન કરી શકે.અધૂરું શિક્ષણ પ્રાપ્ત કરી  શાળા છોડી દે,કોઈ ચોક્કસ પ્રકારની કે અસામાન્ય બીમારી બાળક ધરાવતું હોય.
આવા વિવિધ મુદ્દાને આધારે બાળકોને શીખવવા માટે સરળતા કરવા માટે બધી જ રીતે,ચોક્કસ અને તમામ પ્રકારની સહાયતા મેળવવાનો પ્રયત્ન કરવાની જવાબદારી ધરાવીએ છીએ.આવી જવાબદારીના  વહન ધ્વારા જ શિક્ષણમાં સમાવેશાનને યોગ્ય  રીતે સિદ્ધિ આંક સુધી પહોંચાડી  શકીએ છીએ.આપણે એ સમજવું જરૂરી છે કે શિક્ષણમાં સમાવેશનનું વાતાવરણ નિર્માણ એક પ્રક્રિયા છે.તેમાં કોઈ ચોક્કસ માર્ગ કે માર્ગદર્શિકા ન હોઈ શકે.શિક્ષણમાં સમાવેશન એટલે જાતે જ નવતર માર્ગ શોધવાની  પ્રક્રિયા.
૧૯૯૪માં શિક્ષણ અને વિજ્ઞાન મંત્રાલય યુનેસ્કો ધ્વારા The Salamanca Statement and Framework for Action on Special Needs Education માં જણાવ્યા મુજબ વિવિધતા અને ભેદભાવોને અવગણીને બધાં જ  બાળકોનો શાળામાં સ્વીકાર અને સમાવેશન એટલે જ શિક્ષણમાં સમાવેશન.
વર્ગખંડમાં સમાવેશન સામાજિક અને શૈક્ષણિક સુધારા માટે વર્ગખંડમાં સમાવેશન કેન્દ્રમાં રાખવામાં આવેલ વિચાર છે.શાળાના વિકાસને કેન્દ્રમાં રાખી સમાજ સુધારણાનું કાર્ય એટલે શિક્ષણમાં સમાવેશન.આ પ્રકારનો વર્ગખંડ એક આદર્શ વર્ગખંડ છે.આ વ્યવ્સ્થામાં શિક્ષકોની વિશેષ જવાબદારી  છે.
આ પ્રકારના વર્ગખંડમાં તંદુરસ્ત વર્ગ વ્યવહારનું નિર્માણ ખૂબ જ  જરૂરી છે.દરેક બાળકને તંદુરસ્ત અધ્યયનનું વાતાવરણ મળી રહે તે મુખ્ય હેતુ છે.આ હેતુ સાથે બાળકોની જરૂરીયાતને ધ્યાનમાં રાખી ચોક્કસ અને હકારાત્મક વાતાવરણનું નિર્માણ કરવું જરૂરી થઇ પડે છે.
આ પ્રકારની શાળાઓ અને વર્ગોમાં બાળકોની સક્રિય ભૂમિકા હોય છે.શિક્ષક પણ બાળકોને ભૂલો ધ્વારા શીખવવાનું કાર્ય કરે છે.દરેક બાળક પોતાની ઝડપે શીખવા માટે મુક્ત હોય છે.આવી પરિસ્થિતિમાં મૂલ્યાંકન પણ લચીલું અને આવા બાળકોને વધુમાં વધુ આવરીને મૂલવી શકાય તેવું હોય હોવું જોઈએ.
આ વિચારને યોગ્યરીતે અમલી બનાવવા ચોક્કસ પ્રક્રિયાગત પ્રલાણીનો વિકાસ કરવો જોઈએ.આ તરફ ચોક્કસ સફળતા પ્રાપ્ત કરવા માટે સમસ્યા શું છે અને તેના નિરાકરણ માટે શું કરી શકાય તે બાજુ વિચારવું જરૂરી થઇ પડે છે.શાળાનું અને વર્ગખંડનું વાતાવરણ એવું નિર્માણ કરીએ કે સમાવેશન સાથે શિક્ષણ કાર્ય થઇ  શકે.શાળામાં વિવિધ પ્રવૃત્તિઓ,રમતો,આયોજનો અને સમાજ સાથેની ભાગીદારી ધ્વારા આ પ્રકારના બાળકોને સાથે જોડીને શૈક્ષણિક અને અન્ય સંસ્થાકીય કાર્યોના આયોજનથી ચોક્કસ પરિણામ મળી શકે છે.વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ અને તેના ધ્વારા શિક્ષણ કાર્ય કરવાથી,સમજ આપવાથી શિક્ષણમાં સમાવેશન ને યોગ્ય રીતે અમલી બનાવી શકાય.
આ માટે શિક્ષણ સાથે સંકળાયેલ સૌની ભૂમિકા છે.આ ભૂમિકામાં જોઈએ તો...
·         શાળામાં આવવા પ્રોત્સાહિત કરવા.
·         ભિન્નતાને ધ્યાનમાં રાખી જરૂરિયાત જાણવી.
·         કોઈ પણ પ્રકારે નડતર ન થાય તેવું આયોજન કરવું.
·         મળતી તમામ સરકારી સહાય પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા.
·         મહત્વ આપવું અને તેમને રજૂ થવા માટે સહયોગનું વાતાવરણ પૂરું પડવું.
અહીં આપેલ વિગતો માત્ર શાળા કે વર્ગખંડ માટે જ  લાગુ પડે છે.હા, પણ શિક્ષણ સાથે જોડાયેલ સૌએ પોતાનાથી થાય તેવું કામ કરી શિક્ષણમાં સમાવેશન ને અસરકારક રીતે ધપાવી ચોક્કસ પરિણામ મેળવી  શકાય છે.અહીં જરૂર છે માત્ર પોતાની આસપાસ રહેલ સમાંવેશ્નને લાગતી વિગતોની જાણકારી મેળવી તે માટે કાર્ય કરવાની.
શિક્ષણના અધિકારમાં જોઈએ છીએ તેમ દરેક બાળકને શિક્ષણનો અધિકાર છે.આ ધિકારને વધુ અસરકારક કરવા માટે અને ચોક્કસ પરિણામ મેળવવા માટે શિક્ષણમાં સમાવેશનએક મહત્વ પૂર્ણ પગલું બની રહેશે.

Comments

Popular posts from this blog

ગમતી નિશાળ:અનોખી શાળા.

ન્યાયાધીશ અને માસ્તર

અશ્વત્થામા અને સંજય જોષી